બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને ત્રણ ક્રિકેટ દેશો આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ સાથે ભાગીદારીમાં યોજાનારી યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)માં નાણાંનું રોકાણ કર્યું છે. તે આ લીગનો સહ-માલિક બની ગયો છે. આ લીગ આ વર્ષે જુલાઈથી શરૂ થશે. લીગ ક્યારે શરૂ થશે
યુરોપિયન T20 પ્રીમિયર લીગ એક એવી ટુર્નામેન્ટ છે જેને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જેમાં આયર્લેન્ડ, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ્સ સહિત વિશ્વભરના ટોચના ખેલાડીઓ રમતા જોવા મળશે. આ લીગ 15 જુલાઈથી 3 ઓગસ્ટ 2025 સુધી ચાલશે. તેની મેચ ડબલિન અને રોટરડેમમાં યોજાશે. અભિષેક બચ્ચને જોડાવા પર ખુશી વ્યક્ત કરી
ETPLમાં જોડાયા બાદ અભિષેક બચ્ચને ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું, ‘ક્રિકેટ માત્ર એક રમત નથી, તે વિશ્વભરના દેશોને સાથે લાવવાનું પ્લેટફોર્મ છે. ETPL એ એક પ્લેટફોર્મ છે જે ક્રિકેટની વધતી માગને શ્રેષ્ઠ રીતે પ્રતિબિંબિત કરશે. 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં તેના સમાવેશ સાથે આ રમતની લોકપ્રિયતા વધશે. આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સના ક્રિકેટ બોર્ડ વચ્ચેના આ પ્રકારના પ્રથમ સહયોગ માટે હું ખૂબ જ ઉત્સાહિત અને આભારી છું.
આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના CEOએ કહ્યું કે ETPL ક્રિકેટને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થશે. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડના CEO અને ETPLના ચેરપર્સન વોરેન ડ્યુટ્રોમે અભિષેક બચ્ચનનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, ‘અમને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે અભિષેક બચ્ચન ETPLના સહ-માલિક બની ગયા છે. તેનો રમત પ્રત્યેનો પ્રેમ અને જુસ્સો યુરોપિયન ક્રિકેટને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદ કરશે.’ અભિષેકે ફૂટબોલ અને કબડ્ડી લીગમાં પણ રોકાણ કર્યું
આ લીગ પહેલા પણ અભિષેક બચ્ચને ઘણી લીગમાં પૈસા રોક્યા છે. તે જયપુર પિંક પેન્થર્સનો માલિક છે, જે ભારતમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગ (PKL)માં 2 વખત ચેમ્પિયન રહી છે. ઈન્ડિયન સુપર લીગમાં ચેન્નઈન એફસીમાં પણ તેનો હિસ્સો છે.