એક્ટર અલ્લુ અર્જુન હૈદરાબાદના બેગમપેટમાં આવેલી KIMS હોસ્પિટલમાં સંધ્યા થિયેટર અકસ્માતમાં ઘાયલ બાળક શ્રીતેજને મળ્યો હતો. આ ઘટના 4 ડિસેમ્બર, 2024ના રોજ એક્ટરની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના પ્રીમિયર દરમિયાન બની હતી, જેના પરિણામે રેવતી નામની એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેનો પુત્ર શ્રીતેજા 33 દિવસ બાદ પણ હજુ ગંભીર હાલતમાં છે. અલ્લુ અર્જુનની આ મુલાકાત તેની સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી વચ્ચે થઈ છે. અલ્લુ અર્જુન KIMS હોસ્પિટલ પહોંચ્યો હતો અલ્લુ અર્જુને વ્યક્ત કરી ચિંતા
અલ્લુ અર્જુને પીડિત બાળક માટે ચિંતા વ્યક્ત કરી હતી, જે ઘટના પછી ઘણા અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર હતો. 24 ડિસેમ્બર સુધીમાં તબીયતમાં સુધારના સંકેતો હતા, જ્યારે શ્રીતેજાએ 20 દિવસ સુધી કોઈ જ રિસ્પોન્સ આપ્યો નહતો પણ પછી પ્રથમ વખત રિસ્પોન્સ કર્યો હતો. શ્રીતેજના પિતા ભાસ્કરે અલ્લુ અર્જુનના સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા કહ્યું, બાળકે 20 દિવસ પછી રિસ્પોન્સ કર્યો છે. તે આજે જવાબ આપી રહ્યો છે. અલ્લુ અર્જુન અને તેલંગાણા સરકાર અમને સમર્થન આપી રહી છે. 20 દિવસ પહેલા એક્ટરે બાળક માટે કરી હતી પોસ્ટ
અલ્લુએ 15 ડિસેમ્બરે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેણે આ બાળક વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અલ્લુએ લખ્યું- હું શ્રી તેજની હાલતથી ચિંતિત છું અને તેના વિશે પણ વિચારી રહ્યો છું. જો કે, તે ડોકટરોની દેખરેખમાં છે અને તેની સારવાર ચાલી રહી છે, પરંતુ જે થયું તે થવું જોઈતું નહોતું. હું હાલમાં કાનૂની સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું. આથી, મને બાળક અને તેના પરિવારને મળવાનું ટાળવા માટે કહેવામાં આવ્યું છે. મારી પ્રાર્થના પરિવાર સાથે છે. બાળકની સારવારમાં અને પરિવારને મારો સ્પોર્ટ હંમેશા રહેશે. જે પણ ખર્ચ કરવા થશે અથવા કોઈ પણ જરૂરિયાત હશે હું પાછળ હટીશ નહીં. હું આશા રાખું છું કે બાળક જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરે. હું બાળક અને તેના પરિવારને જલ્દી મળવા ઈચ્છું છું. અલ્લુ અર્જુન શરતી જામીન પર બહાર
શ્રીતેજાને મળવા ઉપરાંત, અલ્લુ અર્જુન તેની કાનૂની જવાબદારીઓ પણ પૂર્ણ કરી રહ્યો છે. 5 જાન્યુઆરી, 2025ના રોજ, અલ્લુ અર્જુન જામીન પ્રક્રિયાના ભાગ રૂપે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન ગયો અને નામપલ્લી કોર્ટ દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કર્યું. આ ઘટના બાદ એક્ટરના શરતી જામીન મંજૂર થયા હતા, પરંતુ કોર્ટે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સહિતની કેટલીક શરતો લાદી હતી. અલ્લુ અર્જુન ફેન્સને મળવા મોડો પહોંચ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન સ્ક્રીનિંગ દરમિયાન સમયસર પહોંચ્યો નહોતો, જેના કારણે ચાહકોની ભીડ સતત વધી હતી. અલ્લુ કાર્યક્રમના અંતે જ્યારે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો ત્યારે ચાહકો તેને જોવા માટે બેકાબૂ થઈ ગયા હતા. અહેવાલો અનુસાર, સ્થળ પર તહેનાત સુરક્ષા અને પોલીસકર્મચારીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં નહોતી.