સગીરા પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે આસારામને 31 માર્ચ સુધી તબીબી આધાર પર જામીન આપ્યા છે, જેઓ તેમના પોતાના ગુરુકુળની વિદ્યાર્થિની સાથે જાતીય દુર્વ્યવહારના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદ ભોગવી રહ્યા છે. બળાત્કારના દોષિત આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીમાં બનેલા હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. આસારામ હાર્ટ પેશન્ટ છે અને તેમને હાર્ટ-એટેક પણ આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે આસારામને જામીન આપતા સમયે કેટલીક શરતો પણ લગાવી છે. આમાં એક શરત એવી પણ છે કે તે પોતાના અનુયાયીઓને મળી શકશે નહીં. આસારામ 2013ના રેપ કેસમાં ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. દીકરો પણ જાતીય સતામણીના કેસમાં જેલમાં
નોંધનીય છે કે, પીડિતાની બહેને પણ આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં નારાયણ સાંઈને એપ્રિલ 2019માં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. આસારામને જે કેસમાં સજા ફટકારવામાં આવી હતી તેની FIR વર્ષ 2013માં અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી. બાબાની કાળી કરતૂતો…
આસારામ અને તેમના પરિવારની ‘કાળી કરતૂતો’ 2013માં સામે આવી હતી. તે સમયે આસારામ પર સગીર બાળકી પર બળાત્કારનો આરોપ હતો. બાળકીના માતા-પિતાએ જણાવ્યું કે, તેમની પુત્રી છિંદવાડામાં ગુરુકુળમાં રહેતી હતી. એક દિવસ તેમને ફોન આવ્યો કે તેમની દીકરીની તબિયત ખરાબ છે, તેની ઉપર ભૂતપ્રેતનો છાયો છે અને હવે માત્ર આસારામ જ તેનો ઈલાજ કરી શકે છે. બાળકીના માતા-પિતા તેને જોધપુરના આશ્રમમાં લઈ ગયા. આરોપ છે કે આસારામે તેમની 16 વર્ષની પુત્રીને પોતાની ઝૂંપડીમાં બોલાવી અને તેની સાથે બળાત્કાર કર્યો. આસારામ વિરુદ્ધ 15 ઓગસ્ટ, 2013ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. આસારામની 31 ઓગસ્ટે ઈન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી. પછી બે બહેનોએ લગાવ્યો હતો બળાત્કારનો આરોપ
સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યાના થોડા મહિનાઓ બાદ બે બહેનોએ પણ કેસ દાખલ કર્યો હતો. એક બહેને આસારામ વિરુદ્ધ અને બીજી નારાયણ સાંઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. બંને બહેનોએ બળાત્કાર, અકુદરતી સેક્સ અને ગેરકાયદેસર કેદનો આરોપ લગાવ્યો હતો. બહેનોએ આરોપ લગાવ્યો હતો કે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઈએ 2001થી 2006 વચ્ચે તેમની સાથે બળાત્કાર કર્યો હતો. આ કેસમાં આસારામની પત્ની લક્ષ્મી અને પુત્રી ભારતીને પણ આરોપી બનાવવામાં આવી હતી. એક બહેને સુરતમાં નારાયણ સાંઈ સામે કેસ કર્યો હતો, જ્યારે બીજી બહેને અમદાવાદમાં તેની સામે કેસ કર્યો હતો. આ કેસમાં આપવામાં આવી સજા
આસારામને એપ્રિલ 2018માં જોધપુરના આશ્રમમાં સગીર બાળકી સાથે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જોધપુર કોર્ટે આસારામને આજીવન કેદની સજા ફટકારી છે. આ પછી એપ્રિલ 2019માં સુરત કોર્ટે નારાયણ સાંઈને બળાત્કારનો દોષી ઠેરવ્યો. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમજ પીડિતાને 5 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ હવે ગાંધીનગર કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા છે અને તેમને આ કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.