પાટણ નગરપાલિકા પ્રમુખના વિસ્તારમાં આવેલ ચાણસ્મા હાઈવે પરની વોર્ડ નંબર 11 ની શ્યામ વિલા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પૂરતાપ્રેશરથી પાણી મળતું ન હોવાની બુમરાણ ઉઠવા પામી હતી અને આ બાબતે રહીશો એ વારંવાર નગરપાલિકા તંત્રને તેમજ સ્થાનિક કોર્પોરેટરો ને રજુઆત કરવામાં આવી હતી તેમ છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો. પરંતુ અચાનક જ શ્યામ વિલા સોસાયટી તરફ પાણીનું વહન કરતી મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા સફાળા જાગેલ પાલિકા તંત્ર એ વોટર વર્ક શાખાની ટીમને ધટના સ્થળે મોકલી ભંગાણ સજૉયેલ પાઈપ ની કામગીરી હાથ ધરાવતા ખોદકામ દરમિયાન પાલિકા ની ચારની પાણીની લાઈન માં કોઈ વ્યક્તિ એ પાલિકા ની મંજૂરી વીના જ અઢી ના પાઈપનુ કનેક્શન સાથે પાણીનું ભૂતયું કનેક્શન જોડાણ કરેલું હોવાનું ધ્યાનમાં આવતા પાલિકાના કમૅચારી તાત્કાલિક ધોરણે કનેક્શન કાપી પાણીની પાઈપ નું જોડાણ કરી વિસ્તારના રહીશો ની પાણી ની સમસ્યાનુ નિરાકરણ લાવવામાં આવ્યું હોવાનુ જાણવા મળ્યું છે. આ ભૂતિયા કનેક્શન બાબતે પાટણ શહેર કોગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું ભાજપ શાસિત પાટણ પાલિકા ના સતાધીશો ની ઉદાસિનતા ના કારણે ભૂતિયા કનેક્શન લેનાર લોકો એ માજા મુકી છે ત્યારે ભૂતિયા કનેક્શન કાપ્યાં બાદ ભૂતિયા કનેક્શન મેળવનાર સામે પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી તેઓએ શહેરીજનોને રોડ,રસ્તા, સ્ટ્રીટ લાઇટ,પાણી સ્વચ્છતા અને ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા પાલિકા સતાધીશો જાગૃત બને તેવી અપીલ કરી હતી. આ બાબતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારનો ટેલીફોનીક સંપકૅ કરી ભૂતિયા કનેક્શન બાબતે પુછતાં તેઓએ આ બાબતે ચિફ ઓફિસરનું ધ્યાન દોરી વોટર વર્કસ શાખા દ્વારા ભૂતિયા કનેક્શન મામલે તટસ્થ તપાસ કરી કસુરવાર સામે દંડાત્મક કાયૅવાહી કરવા જણાવ્યું હતું.