અમદાવાદના એસ.જી. હાઇવે પરના ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેઇનવોશથી દીકરી ભાગી ગઈ હોવાના આક્ષેપો સાથે નિવૃત્ત આર્મીમેન પિતાએ 24 ડિસેમ્બર 2024ના રોજ હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ પિટિશન દાખલ કરી હતી. છેલ્લા 6 માસથી ગુમ થયેલી દીકરીની ભાળ મેળવવા પિતાએ કરેલી અરજીને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે યુવતીને કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો, ત્યારે આજે (7 જાન્યુઆરી 2025) યુવતી કોર્ટમાં હાજર થઈ હતી. યુવતીના સ્ટેટમેન્ટ બાદ કોર્ટે યુવતીને તેના પતિના ઘરે સુરક્ષિત પહોંચાડવાનો હુકમ કરી અરજીનો નિકાલ કર્યો છે. યુવતી હાઈકોર્ટમાં હાજર થઈ
ગુજરાત હાઈકોર્ટમાં નિવૃત્ત આર્મીમેને ઇસ્કોન મંદિર ઉપર યુવતીઓના બ્રેઇનવોશનો આક્ષેપ કર્યો હતો. આર્મીમેનની દીકરીએ ઘરેથી ભાગીને UPમાં ઇસ્કોન મંદિરના અનુયાયી સાથે લગ્ન કરીને રહેતી હતી, જેથી હાઇકોર્ટે યુવતીને કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો હતો, ત્યારે આ મામલે યુવતી આજે હાઈકોર્ટમાં હાજર થઈ હતી. યુવતીએ કોર્ટમાં કહ્યું હતું કે, તે તેની મરજીથી ઘરેથી ભાગી હતી. પોતે પુખ્ત ઉંમરની છે. મરજીથી લગ્ન કર્યા છે. કોઇનું દબાણ નથી. પોતે માતા-પિતા પાસે પરત ફરવા માગતી નથી. આ ઉપરાંત યુવતીએ કોર્ટમાં UP સુધી જવા પોલીસ સુરક્ષાની માગ કરી હતી. જે બાદ કોર્ટે યુવતીને તેના પતિના ઘરે સુરક્ષિત પહોંચાડવાનો હુકમ કરી અરજીનો નિકાલ કર્યો છે. આ પણ વાંચો….. પિતાએ કહ્યું- દીકરી ઇસ્કોન મંદિરના પૂજારીઓના બ્રેઇનવોશથી ભાગી, પુત્રી બોલી- પેરેન્ટ્સ કહેતા જીવતી સળગાવીશું, સેક્સ્યુઅલ હેરસમેન્ટ કર્યું શું છે સમગ્ર મામલો?
નિવૃત્ત આર્મીમેન પિતાએ 6 માસથી ગુમ દીકરીની ભાળ મેળવવા હાઇકોર્ટમાં કરેલી હેબિયસ કોર્પસમાં રજૂઆત કરી હતી કે એસ. જી. હાઇવે પરના ઇસ્કોન મંદિરમાં તેમની દીકરી પૂજા-ભક્તિ-દર્શન કરવા નિયમિત જતી હતી, એ દરમિયાન તે પૂજારીઓના સંપર્કમાં આવતાં તેનું બ્રેઇનવોશ કરી દેતાં દીકરી તેમના પ્રભાવમાં આવી ગઇ હતી, જેથી તેમની દીકરી જૂન 2024ના રોજ ઘરેથી 23 તોલા સોનું અને રૂ.3.62 લાખ લઇ મંદિરના અનુયાયી સાથે ભાગી ગઇ હતી. હેબિયસમાં પિતાએ આક્ષેપ કર્યો હતો કે દીકરીને ગેરકાયદે ગોંધી રાખી છે અને મારી દીકરીને જીવનું જોખમ છે. હાઇકોર્ટે પોલીસ કમિશનર સહિત 11 સામે કારણદર્શક નોટિસ કાઢી
હાઇકોર્ટે સરકાર, પોલીસ કમિશનર, મેઘાણીનગર પીઆઇ, ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ નરસૈંયાદ દેશવાની, સુંગર મામા પ્રભુ, મુરલી મનોહર પ્રભુ, નારદમુનિ ઉર્ફે નિર્મોઇ મુરલી મનોહર પ્રભુ, અંકિતા સિંધી, હરિશંકર મહારાજ, અક્ષયતિથિ કુમારી અને મોહિત પ્રભુજી મહારાજ સામે નોટિસ કાઢી હતી.