back to top
Homeગુજરાતકુંભમેળાના ઇતિહાસમાં પ્રથમવખત રામનામનો રેકોર્ડ:55 કરોડ રામનામ લેખનની 48,000 પુસ્તિકા પ્રયાગરાજ લઈ...

કુંભમેળાના ઇતિહાસમાં પ્રથમવખત રામનામનો રેકોર્ડ:55 કરોડ રામનામ લેખનની 48,000 પુસ્તિકા પ્રયાગરાજ લઈ જવાશે; વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં રેકોર્ડ નોંધવામાં આવશે

પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશધામ મોટા મંદિર તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે. પતીત પાવનદાસબાપુના સંકલ્પથી 55 કરોડ રામનામ લખેલી 48,000 હજાર પુસ્તિકા ભક્તોના દર્શન માટે મૂકવામાં આવશે. મોટામંદિર દ્વારા 3 વીઘા વિશાળ જગ્યામાં ટેન્ટ અને ડોમ ઉભો કરી ચા-પાણી-નાસ્તો અને ભોજન રાત્રે 1 વાગ્યા સુધી એક મહિના સુધી આપવામાં આવશે. આવનાર પ્રયાગરાજ મહાકુંભ મેળામાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ધામ તરફથી સેવા કેન્દ્ર ખાલસા ખોલવામાં આવશે. આગામી પ્રયાગરાજ મહાકુંભ 2025માં શ્રી મોટા રામજી મંદિર નાગનેશ ધામ તરફથી પતીત પાવનદાસજી મહારાજના સાનિધ્યમાં પ્રયાગરાજ મહાકુંભ મેળામાં સતત એક માસ સુધી અન્નક્ષેત્ર અને સેવા કેન્દ્ર ખોલવામાં આવનાર છે. અખિલ ભારતીય અખાડા પરિષદ તરફથી બાપુને કુંભમેળામાં અન્નપૂર્ણા રોડ અને નાગ વાસુકી રોડના ચાર રસ્તા ઉપર ત્રણ વીઘા જેટલી વિશાળ જગ્યા ફાળવવામાં આવેલી છે. આ જગ્યામાં વિશાલ ટેન્ટ અને ડોમ ઉભો કરી કોઈપણ જાતના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર ભક્તજનોને ચા-પાણી-નાસ્તો અને ભોજન રાત્રિના એક વાગ્યા સુધી એક માસ સુધી આપવામાં આવનાર છે. આ અખિલ ભારતીય ચિત્રકૂટ ધામ ઝાલાવાડ ખાલસા નાગનેશ ધામના નેજા હેઠળ આ સેવા કેન્દ્ર ચાલશે. આ સેવા કેન્દ્રના મુખ્ય દાતા સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ ગામ ખસ્તા છે યખાસ કરી અને એક નવા ઇતિહાસનું સર્જન થવા જઈ રહ્યું છે. બાપુના સંકલ્પ થકી આ ક્ષેત્રમાંથી 55 કરોડ રામનામ લેખન કરી અને તેની 48,000 જેટલી પુસ્તિકાઓ કુંભમેળામાં લઈ જવામાં આવી છે. જે ત્યાં આવતા તમામ ભાવિક ભક્તજનોના દર્શન માટે મુકવામાં આવશે. તેની શોભાયાત્રાને કાઢી અને કુંભ મેળાના ઇતિહાસમાં પ્રથમ વખત આ બનાવ બનતો હોવાથી પ્રવિણસિંહ ગોહિલના સંકલન અને હાલોભા રણજીતસિંહ ચુડાસમાના મનોરથ થકી વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયામાં વર્લ્ડ રેકોર્ડ નોંધવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments