back to top
Homeદુનિયાકેનેડાનું ભવિષ્ય ભારતીય મૂળની વ્યક્તિના હાથમાં:કોણ છે સચિન મહેરા? જેમના ખભે વડાપ્રધાનની...

કેનેડાનું ભવિષ્ય ભારતીય મૂળની વ્યક્તિના હાથમાં:કોણ છે સચિન મહેરા? જેમના ખભે વડાપ્રધાનની પસંદગીની જવાહદારી, પાર્ટીમાં નંબર-2 કેવી રીતે બન્યા?

ઉત્તર અમેરિકન દેશ કેનેડામાં હાલમાં રાજકીય અસ્થિરતા છે. જસ્ટિન ટ્રુડોએ આખરે તેમની લિબરલ પાર્ટીના સાંસદોના દબાણને પગલે સોમવારે સાંજે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે લિબરલ પાર્ટીના નેતાનું પદ પણ છોડી દીધું છે. જો કે, પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી ટ્રુડો કાર્યકારી વડાપ્રધાન રહેશે. લિબરલ પાર્ટીના નેતાની પસંદગીની જવાબદારી ભારતીય મૂળના સચિત મહેરાને આપવામાં આવી છે. ટ્રુડો સરકારનો કાર્યકાળ આ વર્ષે ઓક્ટોબર સુધીનો છે. પરંતુ, તેમના રાજીનામા પછી, એવું માનવામાં આવે છે કે કેનેડામાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચાલો જાણીએ કોણ છે સચિત મેહરા? લિબરલ પાર્ટીના નવા નેતાને પસંદ કરવાની જવાબદારી શા માટે આપવામાં આવી? કેનેડાની ચૂંટણીમાં તેમની ભૂમિકા શું હશે? ટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં આગળ શું થશે? કોણ છે સચિત મેહરા?
સચિત મહેરા ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. તેઓ હાલમાં લિબરલ પાર્ટીના પ્રેસિડેન્ટ છે. તેમના પિતા દિલ્હીના રહેવાસી હતા. તેઓ 1960ના દાયકામાં કેનેડા શિફ્ટ થયા હતા. તેમણે કેનેડાના વિનીપેગ અને ઓટાવા શહેરોમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની રેસ્ટોરન્ટ્સ નામની રેસ્ટોરન્ટ ચેઈન શરૂ કરી. સચિત મેહરા હાલમાં આ ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યા છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની રેસ્ટોરન્ટના માલિક હોવા ઉપરાંત તે અન્ય વ્યવસાયોમાં પણ સક્રિય છે. તે કોમ્યુનિટી ડેવલપમેન્ટમાં પણ ખૂબ રસ લે છે. સચિત મહેરાની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે કેનેડાના મેનિટોબામાં રહે છે. તેઓ કોમ્યુનિટી રિલેશનના વાઇસ ચેરમેન પણ છે. તેઓ 1994થી તેમનો ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યા છે. આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે કામ કર્યું
સચિત મહેરા 2013થી 2016 સુધી વિનીપેગ ડાઉનટાઉન બિઝના પ્રમુખ હતા. આ સમયગાળા દરમિયાન, તેમણે આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા કાર્યો કર્યા. ચેરિટી માટે ભંડોળ એકત્ર કર્યા
સચિત મહેરા ચેરિટી માટે ફંડ એકત્ર કરવાનું પણ કામ કરે છે. તેમણે ચેરિટી ફંડરેઝર મસાલા મિક્સર ઇવેન્ટની પણ અધ્યક્ષતા કરી હતી. આ ઈવેન્ટે વિક્ટોરિયા જનરલ હોસ્પિટલ અને અલ્ઝાઈમર એસોસિએશન ઓફ મેનિટોબા માટે US $75,000થી વધુનું ભંડોળ એકત્ર કર્યું હતું. મહેરા 2021માં કોવિડ રોગચાળા દરમિયાન ભંડોળ એકત્ર કરવાના અભિયાનમાં પણ સામેલ થયા છે. મહેરા હિન્દી અને પંજાબી ભાષા જાણે છે. લિબરલ પાર્ટીમાં ક્યારે જોડાયા?
સચિત મહેરા રાજનીતિની સાથે બિઝનેસમાં પણ રસ ધરાવે છે. તેઓ 2019માં લિબરલ પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2023માં તેઓ આ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. હવે ટ્રુડોના રાજીનામા બાદ તેઓ ટૂંક સમયમાં લિબરલ પાર્ટીમાં નવા નેતાની પસંદગી કરવા માટે બેઠક બોલાવશે. લિબરલ પાર્ટીમાં કેટલું મોટું પદ?
લિબરલ પાર્ટીમાં જસ્ટિન ટ્રુડો પછી સચિત મહેરા નંબર 2 હતા. તેઓ લિબરલ પાર્ટીના નેશનલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે. પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે તેમની પાસે પાર્ટીની સદસ્યતા વધારવાની, ફંડિંગ વધારવાની, પાર્ટી માટે પ્રચાર નક્કી કરવાની અને પાર્ટીના કાર્યકરોને ચૂંટણી માટે તૈયાર કરવાની જવાબદારી છે. નવા નેતાને કેવી રીતે પસંદ થશે?
જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ દેખીતી રીતે જ પાર્ટીના નવા નેતાની પસંદગીની જવાબદારી સચિત મહેરા પર આવી ગઈ છે. દરેકને સ્વીકાર્ય હોય તેવો ચહેરો પસંદ કરવાની જવાબદારી તેમના પર છે. એક નેતા જે દરેકને સાથે લઈ જશે અને લિબરલ પાર્ટીના સિદ્ધાંતોને આગળ ધપાવશે. નામો શોર્ટલિસ્ટ થયા બાદ વોટિંગ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારની જાહેરાત કરવામાં આવશે. કેનેડામાં આગળ શું થશે?
કેનેડાની સંસદનું સત્ર 27 જાન્યુઆરીથી શરૂ થવાનું હતું. પરંતુ તેમના રાજીનામા સાથે, ટ્રુડોએ હાલ પૂરતું આના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ટ્રુડોએ કહ્યું કે હવે કેનેડાની સંસદનું સત્ર માર્ચમાં યોજાશે. લિબરલ પાર્ટી પહેલેથી જ લઘુમતીમાં છે. આવી સ્થિતિમાં સંસદ સત્ર શરૂ થતાં જ લિબરલ પાર્ટીને વિશ્વાસ મતનો સામનો કરવો પડી શકે છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા એ બહુ સ્પષ્ટ છે કે લિબરલ પાર્ટીને અન્ય પક્ષોનું સમર્થન નહીં મળે. આવી સ્થિતિમાં તે વિશ્વાસ મત ગુમાવશે. આવી સ્થિતિમાં કેનેડામાં નવી પાર્ટીની સરકાર બનશે તે નિશ્ચિત છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments