back to top
Homeસ્પોર્ટ્સગાવસ્કરે કહ્યું- રોહિત-કોહલીનું ટેસ્ટ ભવિષ્ય સિલેક્ટર્સના હાથમાં:છેલ્લા 6 મહિનાથી ભારતીય બેટિંગ ફ્લોપ;...

ગાવસ્કરે કહ્યું- રોહિત-કોહલીનું ટેસ્ટ ભવિષ્ય સિલેક્ટર્સના હાથમાં:છેલ્લા 6 મહિનાથી ભારતીય બેટિંગ ફ્લોપ; હવે 2027 WTC માટે ટીમ નક્કી કરો

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ક્રિકેટ ભવિષ્ય હવે પસંદગીકારોના હાથમાં છે. બંને બેટર્સ છેલ્લા છ મહિનાથી આઉટ ઓફ ફોર્મ હોવાને કારણે ટીમનું પ્રદર્શન ઘટી ગયું છે. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ક્લીન સ્વીપ થયા બાદ અને 10 વર્ષ બાદ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ વિરાટ અને રોહિતના ટેસ્ટ ભવિષ્ય પર સવાલો ઉઠી રહ્યા છે. 6 મહિનાથી બેટિંગ ફ્લોપ
ગાવસ્કરે કહ્યું કે, ભારત WTC (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી. ટીમે એ કારણો પર વિચાર કરવો પડશે કે આવું શા માટે થયું, જેના કારણે આપણી બેટિંગ નબળી રહી. ન તો અમે જાતે બનાવેલા સ્પિનિંગ ટ્રેક પર રમી શક્યા અને ન તો બાઉન્સી ટ્રેક પર સારું પ્રદર્શન કરી શક્યા. બેટિંગ યુનિટના બે મુખ્ય બેટર રોહિત અને કોહલી ટીમની સૌથી મોટી નબળાઈ સાબિત થયા. BGTમાં કોહલીએ 9 ઇનિંગ્સમાં અણનમ સદી સહિત 190 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત 5 ઇનિંગ્સમાં માત્ર 31 રન જ બનાવી શક્યો હતો. ભારતીય ટીમ સિરીઝની 9 ઇનિંગ્સમાં 6 વખત 200નો આંકડો પાર કરી શકી નથી. 2027 WTC માટે હવે તૈયારીઓ કરવી પડશે
ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘છેલ્લા છ મહિનામાં બેટિંગ નબળી રહી છે અને તે જ મુખ્ય કારણ હતું કે આપણે મેચ ગુમાવી જે અમારે જીતવી જોઈતી હતી. તેથી, જો આપણે 2027 WTCની ફાઈનલમાં પહોંચવું છે, તો પસંદગીકારોએ નક્કી કરવું પડશે કે જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થનારી ટેસ્ટ શ્રેણીમાં ટીમ કેવી રીતે બનાવવી.’ 75 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે તે ખેલાડીને તક આપવામાં આવે જેણે ડોમેસ્ટિક સર્કિટમાં સારું પ્રદર્શન કર્યું છે. નીતિશની પસંદગીના વખાણ
ગાવસ્કરે નીતિશ કુમાર રેડ્ડી જેવા પ્રતિભાશાળી ખેલાડીને પસંદ કરવા બદલ પસંદગીકારોની પ્રશંસા કરી હતી. આ વખતે ભારતે BGTમાં ત્રણ સદી ફટકારી હતી. નીતિશ ઉપરાંત યશસ્વી જયસ્વાલ અને વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. બોલરો અંગે ગાવસ્કરે કહ્યું કે, ભારત પાસે બોલિંગ આક્રમણમાં ઘણી પ્રતિભા છે. પરંતુ એ નક્કી કરવું જોઈએ કે જસપ્રીત બુમરાહ જેવા બોલર પર વધારે કામનો બોજ ન હોવો જોઈએ. સુપરસ્ટાર કલ્ચર ન અપનાવો
ગાવસ્કરે કહ્યું, ભારતીય ક્રિકેટમાં સ્ટાર ક્રિકેટરોને ઉચ્ચ હોદ્દા પર રાખવાની પ્રથા એક સમસ્યા રહી છે. આ છેલ્લા કેટલાક વર્ષોમાં આવી છે. દરેક વ્યક્તિએ તેમની ભૂમિકા જાણવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments