back to top
Homeગુજરાતગુજરાતમાં પોલીસ ભરતીનો મહાકુંભ:પોલીસ ભરતી માટે 10 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી, અમદાવાદમાં...

ગુજરાતમાં પોલીસ ભરતીનો મહાકુંભ:પોલીસ ભરતી માટે 10 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી, અમદાવાદમાં દોડની પરીક્ષામાં નિષ્ફળ રહેલી મહિલા ઉમેદવારો રડી પડી

રાજ્યના પોલીસ વિભાગમાં ભરતી કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી હતી. ત્યાર બાદ બોર્ડ પોલીસની 12,472 જગ્યાઓની ભરતી માટે 16 લાખ ઉમેદવારોએ અરજી કરી હતી. જોકે, બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરમાં 10,73,786 ઉમેદવાર કન્ફર્મ થયા છે. તેઓ રાજ્યના નિર્ધારિત 15 પરીક્ષા કેન્દ્રો (ગ્રાઉન્ડ) ખાતે શારીરિક ક્ષમતા કસોટી (ફિઝિકલ એફિસિએન્સી ટેસ્ટ-PET)નો આજથી પ્રારંભ થયો છે. રાજ્યના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમની સાથે તેમના પરિવારજનો પહોંચ્યા છે. તમામ ગ્રાઉન્ડના મોનિટરિંગ માટે ગાંધીનગર ખાતે ભરતી બોર્ડનો સેન્ટ્રલ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો ત્યાંથી નજર રાખવામાં આવી રહી છે. દોડની પરીક્ષામાં સફળ ન થતા કેટલાક મહિલા ઉમેદવાર નિરાશ જોવા મળ્યા
અમદાવાદના શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા જે.ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે મહિલા ઉમેદવારોની દોડની પરીક્ષાના પ્રથમ દિવસે જ મોડી પરીક્ષા શરૂ થઈ છે. 6 વાગ્યે જે પરીક્ષા શરૂ થવાની હતી જેની 6.50 બાદ શરૂ કરવામાં આવી હતી. સવારે 6 દોડનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરીને મહિલા ઉમેદવારો બહાર નીકળી હતી. જે મહિલા ઉમેદવારો પોતાની દોડ સમયસર પુરી શક્યા નહોતા અને નાપાસ થયા હતા તેઓ રડતા રડતા બહાર આવ્યા હતા. મહિલા ઉમેદવારો પાસ થઈ ન શકે હોવાના પગલે તેઓ ખૂબ નિરાશ મોઢે બહાર આવ્યા હતા. ઉમેદવારોને કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જ પ્રવેશ
આજથી શરૂ થયેલી શારીરિક પરીક્ષામાં મહિલા ઉમેદવારોને માત્ર કોલ લેટર અને આઈડી પ્રૂફ સાથે જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સ્વેટર-જેકેટ કોઈ પણ વસ્તુ સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ ઘડિયાળ સહિતની ચીજ વસ્તુઓ પણ બહાર મુકાવી દેવામાં આવી છે. મહિલા ઉમેદવારોની સાથે વાલીઓ પણ આવ્યા છે. પરીક્ષા માટેની ખૂબ તૈયારીઓ કરી : ઉમેદવાર ​​​
PSI અને LRD ભરતીમાં શારીરિક પરીક્ષા આપવા અમદાવાદના જે ડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે ઈડરથી આવેલા પ્રિયા પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા હતા. આજે તેઓની દોડની પરીક્ષા છે. સાથે પરીક્ષા માટેની ખૂબ તૈયારીઓ કરી છે. રોજના બે કલાક જેટલું દોડ કરતા હતા. આજે પરીક્ષા આપી રહી છું. સર્વર ડાઉન હોવાથી ઉમેદવારોને હાલાકી
વડોદરા પોલીસ ટ્રેનિંગ સ્કૂલમાં આજે પીએસઆઇની ભરતી માટે સવારે 4 વાગ્યે ઉમેદવારોને એન્ટ્રી આપવામાં આવી હતી. સવારે સર્વર ડાઉન હોવાથી બે કલાક ભરતીની કાર્યવાહી મોડી શરૂ થઈ હતી. વડોદરમાં સાઉથના ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે 700 જેટલા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 1600 મીટરની દોડ માટે ઓનલાઇન કોડ આવ્યા બાદ ઉમેદવારને આપવામાં આવતો હતો. જે ઉમેદવારે 1600 મીટર રનિંગ 9.30 મિનીટમાં પૂરી કરનાર ઉમેદવારને આગળની પરીક્ષા આપી શકશે. પોલીસ વિભાગ દ્વારા પણ રહેવાની સુવિધા કરવામાં આવી
વડોદરામાં પીએસઆઇ અને કોન્સ્ટેબલની એક સાથે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરિવારજનો રાત્રે વડોદરા આવી ગયા હતા. કેટલાક લોકો પરિવારજનોના ઘરે રોકાયા હતા. તો કેટલાક લોકો હોટલમાં રોકાયા હતા. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પણ રહેવાની સુવિધા કરવામાં આવી હતી. ઘણા મહિનાથી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ
વડોદરાથી પરીક્ષા આપવા માટે આવેલા ડિમ્પલ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા મહિનાથી પરીક્ષાની તૈયારી કરી છે. પરીક્ષાની તૈયારી બાદ આજે પરીક્ષા આપવા માટે અમદાવાદ આવ્યા છીએ અને હવે પરીક્ષામાં પાસ થઈ છે એવી આશા છે. અમારો ખુબ સહયોગ રહ્યો છે: પરીક્ષાર્થીની માતા
ધાંગધ્રાના મોટી માલવણ ગામથી મિત્તલ પરમાર નામની યુવતી સાથે આવેલા તેમના માતા ઉષાબેન પરમારએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે દીકરીની દોડની પરીક્ષા છે. તેમની સાથે આવ્યા છીએ છેલ્લા બે વર્ષથી પરીક્ષાની તૈયારી કરે છે. ભૂતકાળમાં પણ પોલીસની ભરતીમાં દોડની પરીક્ષામાં પાસ થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ પેપર ફૂટ્યું હતું જેથી તે પરીક્ષા કેન્સલ થઈ હતી. ત્યારબાદ આજે ફરીથી પરીક્ષા આપી રહ્યા છે. દરરોજ સવારે અને સાંજે એમ બે સમય પરીક્ષા આપવા માટે દોડવા બીજી દીકરીઓ સાથે જતા હતા. પરિવાર તરફથી અમારો ખૂબ જ સહયોગ છે અને રહેશે. જ્યાં પણ પરીક્ષા આપવા માટે જવાની જરૂરિયાત પડે ત્યાં પરીક્ષા માટે સાથે જઈએ છીએ. આ પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે
11 ગ્રાઉન્ડ પર પુરૂષ ઉમેદવારોની PSI અને લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી પુરૂષ લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. તો 4 ગ્રાઉન્ડ પર મહિલા ઉમેદવારની પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની 8 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધી શારીરિક ટેસ્ટ યોજાશે. જ્યારે 1 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી માત્ર મહિલાઓની લોકરક્ષકની ટેસ્ટ લેવાશે. રાજકોટમાં માજી સૈનિકો માટે બે દિવસ 28 અને 29 જાન્યુઆરીએ શારીરિક કસોટી લેવાશે. રાજ્યમાં PSI, લોકરક્ષક, બિનહથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાહી માટેની ભરતી કરાશે. 12,472 જગ્યા ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઓનલાઈન અરજીઓ મગાવી હતી. કઈ કઈ શારીરિક કસોટી લેવાશે?
રાજ્યમાં પુરુષ ઉમેદવારો માટે અમદાવાદ, કામરેજ, ભરૂચ, જામનગર, જૂનાગઢ, ખેડા-નડિયાદ, મહેસાણા, ગોધરા, ગોંડલ અને હિંમતનગર ખાતે શારીરિક કસોટી લેવાશે, જ્યારે મહિલાઓ માટે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગર ખાતે શારીરિક કસોટી લેવાશે. જ્યારે માજી સૈનિકોની મહિનાના અંતમાં 28 અને 29મી જાન્યુઆરીએ રાજકોટ ખાતે કસોટી લેવાશે. અમદાવાદમાં બે જગ્યાએ શારીરિક કસોટી લેવાશે
અમદાવાદ શહેરમાં બે ગ્રાઉન્ડ પર પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા લેવાશે, જેમાં નરોડા ખાતેના રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બેના ગ્રાઉન્ડમાં પુરુષો માટે, જ્યારે પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલા જે. ડી. નગરવાલા ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટે શારીરિક પરીક્ષા લેવાશે. સૈજપુર નરોડા ખાતે યોજાનારી ભરતીપ્રક્રિયા વહેલી સવારે 4:30 વાગ્યાથી શરૂ થશે તથા બપોર પહેલાં આ ભરતી માટેની શારીરિક પરીક્ષા પૂર્ણ થશે. 8 જાન્યુઆરી, 2024ના રોજ, એટલે કે પ્રથમ દિવસે 700 જેટલા પુરુષ ઉમેદવારો આ ગ્રાઉન્ડમાં શારીરિક પરીક્ષા આપશે, જેના માટે આજે જ ગ્રાઉન્ડની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગ્રાઉન્ડમાં દોડના ટ્રેક ઉપર ક્યાંય પણ કોઈ ખાડા કે કાંકરા ન હોય એની પૂરતી કાળજી લેવામાં આવી છે. એના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કર્યા બાદ ટ્રાયલ રન પણ લેવામાં આવ્યો છે. પરીક્ષાના પ્રથમ દિવસે જેટલા ઉમેદવારો ભરતી માટે શારીરિક પરીક્ષા આપવાના છે, ત્યારે તેમની સુવિધા માટે ગ્રાઉન્ડની બહાર જ એમ્બ્યુલન્સ પણ સજ્જ રાખવામાં આવશે, જેથી જો તેની જરૂરિયાત પડે તો તાત્કાલિક ત્યાં હાજર એમ્બ્યુલન્સ દ્વારા ઉમેદવારને સારવાર આપી શકાય, એ હેતુથી એમ્બ્યુલન્સ સહિતની પૂર્તિ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરની તૈયારી પૂર્ણ
પોલીસ વિભાગ માટે બિનહથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષકની પ્રેક્ટિકલ પરીક્ષા યોજાવા જઈ રહી છે, એ પૂર્વે અમદાવાદમાં બે ગ્રાઉન્ડમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ અને પુરુષો માટે એમ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા જે.ડી. નગરવાલા સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દોડ માટેના ટ્રેક પણ સજ્જ કરી દેવામાં આવ્યા છે. વહેલી સવારે 5:30 વાગ્યાથી પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજન થશે. પ્રેક્ટિકલ પરીક્ષા વખતે કોઈ ઉમેદવારને શારીરિક ઈજા થવાની શક્યતા રહેલી છે, તેથી ગ્રાઉન્ડમાં એમ્બ્યુલન્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત મેડિકલ કેમ્પ અને અપીલ બોર્ડ પણ બનાવવામાં આવ્યું છે, જેથી કોઈ ઉમેદવારને ફરિયાદ હોય તો તે ત્યાં જણાવી શકશે. આ ઉપરાંત આજથી જે પરીક્ષા યોજવાની છે, એના પ્રથમ દિવસે 700 ઉમેદવાર પ્રેક્ટિકલ પરીક્ષા આપશે તથા 9 જાન્યુઆરીના રોજ જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડિયમ ખાતે 1400 અને ત્યાર બાદના દિવસોમાં દરરોજ 2200 જેટલા ઉમેદવારો પ્રેક્ટિકલ પરીક્ષા આપશે. રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તૈયારી પૂર્ણ
રાજકોટમાં મવડી પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં શારીરિક પરીક્ષા માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે પ્રથમ દિવસે 700 મહિલા ઉમેદવાર આ પરીક્ષા આપશે અને ત્યાર બાદ દૈનિક સંખ્યા વધીને 2200 જેટલી થઈ જશે. માર્ચ મહિના સુધીમાં સવા લાખ જેટલા ઉમેદવારો કોન્સ્ટેબલ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બનવા માટે દોડની પરીક્ષા આપશે. પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, અહીં સવારે 6:00 વાગ્યાથી 8 વાગ્યા સુધી મહિલા ઉમેદવારોની એન્ટ્રી કરવામાં આવશે, જેમાં આજે પ્રથમ દિવસે 700 જેટલા ઉમેદવારો શારીરિક ટેસ્ટ માટે નોંધાયેલા છે. સવારે એન્ટ્રી બાદ તમામ ઉમેદવારોને ચેસ નંબર આપવામાં આવશે અને ત્યાર બાદ તેના પગમાં ડિજિટલ ચિપ બેસાડવામાં આવશે, જેના આધારે તેની દોડ ચોક્કસ કેટલી મિનિટમાં પૂર્ણ થાય છે એ જોઈ શકાશે. જો મહિલા ઉમેદવારોએ 9.30 મિનિટમાં દોડ પૂર્ણ કરી હશે તો બાદમાં તેનું વેઈટ અને હાઈટ માપવામાં આવશે અને એ બાદ તેની ટેસ્ટ પૂર્ણ થશે. આ પ્રકારે માર્ચ મહિના સુધી એટલે કે લગભગ બે માસ સુધી શારીરિક ક્ષમતા કસોટી લેવામાં આવશે. હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં તૈયારી પૂર્ણ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજથી બિનહથિયારધારી PSI અને લોકરક્ષકની પોલીસ ભરતીનો પ્રારંભ થશે. ત્યારે રોજના અંદાજે 1000 ઉમેદવારની શારીરિક કસોટી લેવાશે, જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 8 જાન્યુઆરી 2025ને બુધવારથી 1 માર્ચ 2025 સુધી બિનહથિયારધારી PSI અને લોકરક્ષક પુરુષની ભરતી યોજાશે. બે મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ રહેશે. ત્યારે અંદાજે રોજના 1000થી વધુ ઉમેદવારો ભરતીમાં આવશે. આ ભરતીપ્રક્રિયાનો બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ થશે. પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજિસ્ટ્રેશન બાદ શારીરિક કસોટીનો લેવાશે. એમાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની શારીરિક કસોટી લેવામાં આવશે. સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થશે. બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ ભરતીમાં અંદાજે 20 જેટલા PSI અને 200થી વધુ પોલીસકર્મીઓ અલગ અલગ પોઇન્ટ પર ફરજ બજાવશે. વડોદરા પોલીસ પરીક્ષા તૈયારી
આજે 8 જાન્યુઆરીથી રાજ્યના વિવિધ જિલ્લામાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ભરતીની શારીરિક પરીક્ષાની શરૂઆત થવા જઈ રહી છે. વડોદરા શહેરના પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓની પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારે 5 વાગ્યાથી આ શારીરિક પરીક્ષા શરૂ થશે, જેમાં રોજના 2000 ઉમેદવાર પરીક્ષા આપશે. એના માટે પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પરેડ ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડને તૈયાર કરી દેવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના થાય એ માટે અહીં સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે, જોકે પરીક્ષાર્થીઓ માટે રહેવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. પરીક્ષાઓને હોટલમાં રહેવું પડશે. શારીરિક પરીક્ષાને પગલે ગ્રાઉન્ડની બહાર એમ્બ્યુલન્સ પણ સજ્જ રાખવામાં આવશે, જેથી તાત્કાલિક ત્યાં એમ્બ્યુલન્સ દ્વારા ઉમેદવારને સમયસર સારવાર આપી શકાય અને હોસ્પિટલમાં પહોંચાડી શકાય. કામરેજના વાવમાં SRP ગ્રુપ-11ના ગ્રાઉન્ડમાં તૈયારી પૂર્ણ
સુરત જિલ્લાના કામરેજના વાવ ગામે વાવ SRP ગ્રુપ-11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આજથી બિનહથિયારધારી PSI અને લોકરક્ષકની પોલીસ ભરતીનો પ્રારંભ થશે. ત્યારે રોજના અંદાજે 1600 ઉમેદવારની શારીરિક કસોટી લેવાશે, જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મળતી માહિતી મુજબ SRP ગ્રુપ વાવ 11ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર 8 જાન્યુઆરી 2025ને બુધવારથી 1 માર્ચ 2025 સુધી બિનહથિયારધારી PSI અને લોકરક્ષક પુરુષની ભરતી યોજાશે. બે મહિના ભરતી દરમિયાન રવિવાર અને જાહેર રજાના દિવસે ભરતી બંધ રહેશે. ત્યારે અંદાજે રોજના 1600થી વધુ ઉમેદવારો ભરતીમાં આવશે. આ ભરતીપ્રક્રિયાનો બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ થશે. પોલીસ ગ્રાઉન્ડ પર ઉમેદવારોને પ્રવેશ આપ્યા બાદ રજિસ્ટ્રેશન બાદ શારીરિક કસોટીનો લેવાશે, જેમાં વજન, ઊંચાઈ અને દોડ સહિતની કસોટી લેવામાં આવશે. સીસીટીવી હેઠળ તમામ પ્રક્રિયા થશે. બુધવારે સવારે 4 કલાકથી પ્રારંભ ભરતીમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભરતીને લઇને 384.1 મીટરની લંબાઈવાળું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રાઉન્ડ પાંચવાર ફરે એટલે પાંચ કિમી પૂર્ણ થાય છે. આ ગ્રાઉન્ડ ઉમેરવારોને 25 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. વાવ SRP 11 ગ્રુપના DySP અનિલ પટેલે જણાવ્યું હતું કે સુરત રેન્જ આઇજીપી પ્રેમવીર સિંહે, DCI ઈન્ટેલિજન્સ હરેશ મેવાડાના માર્ગ દર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 1 માર્ચ સુધીમાં કુલ 69000 ઉમેદવારની અહીં પરીક્ષા લેવામાં આવશે. વહેલી સવારથી જ પરીક્ષા શરૂ થઈ જશે. 1600 ઉમેદવારો એક દિવસમાં પરીક્ષા આપી શકશે. તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને ડોક્ટરો સાથે 108 એમ્બ્યુલન્સ ટીમ ખડેપગે રહેશે. ગોંડલના SRP ગ્રાઉન્ડ ખાતે શારીરિક પરીક્ષા યોજાશે
ગોંડલ કોટડા સાંગાણી રોડ પરના SRP કેમ્પના વિશાળ ગ્રાઉન્ડમાં આજે સવારથી ઉમેદવાર આવી પહોંચશે. ગ્રાઉન્ડ પર રેન્જ આઈ.જી.દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં SRP ના SP, DySP, PI, સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડ નિરીક્ષણ કર્યું હતું. આજથી રોજ આશરે 1600 જેટલા ઉમેદવાર શારીરિક પરીક્ષા આપવા આવી પહોંચશે. જેમાં ગ્રાઉન્ડમાં 12 રાઉન્ડમાં 5000 મીટર દોડવાનું રહેશે. સુરક્ષા વ્યવસ્થામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જેમાં ઇમર્જન્સીમાં મેડિકલ ટીમ, મેડિકલ સ્ટાફ સાથે 2 એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે. SRP કેમ્પમાં ઉમેદવાર માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ગોંડલના લાલ પુલ પાસે દરબાર વાડી ખાતે સર્વે સમાજના ઉમેદવાર માટે રહેવા, જમવાની અને વાહનની વ્યવસ્થા નિઃશુલ્ક ગોંડલ તાલુકા શહેર અને રાજપૂત યુવક મંડળ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. કોળી સમાજના ઉમેદવારો માટે ભગવતપરામાં દોમડિયા સોસાયટીમાં આવેલી કોળી સમાજની વાડી ખાતે રહેવા-જમવાની અને વાહનવ્યવસ્થા કોળી સમાજ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવી છે. શારીરિક કસોટીની સમયમર્યાદા
પુરુષ ઉમેદવારો માટે 5,000 મીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવી અનિવાર્ય છે. મહિલા ઉમેદવારોએ 1,600 મીટરની દોડ 9 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે, જ્યારે ભૂતપૂર્વ સેવાના ઉમેદવારોએ 2,400 મીટરની દોડ 12 મિનિટ 30 સેકન્ડમાં પૂર્ણ કરવી પડશે. કઈ જગ્યા પર શું લાયકાત?
પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIથી લઈને જેલ સિપાહી સુધીના વર્ગ 3ની ભરતી માટે અલગ-અલગ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. PSI માટે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે, જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ, જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ. PSI માટે ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે
PSI કક્ષામાં ફિઝિકલ ટેસ્ટ અને મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે, જ્યારે લોકરક્ષકમાં ફિઝિકલ ટેસ્ટ અને MCQ પરીક્ષા લેવાશે. PSI કક્ષા માટે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાના કૌશલ્યનાં પેપર પુછાશે. કઈ કેટેગરીની કેટલી જગ્યા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments