ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ હાલમાં જ તેની પુત્રી ટીના આહુજાના ફિલ્મી કરિયર વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે કેટલાક લોકો માને છે કે ટીનાએ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે, પરંતુ એવું નથી. હાલમાં કોઈ સારી તકો નથી આવતી તો તે કેવી રીતે કામ કરે? આ સિવાય તેણે એ પણ જણાવ્યું કે કેટલાક લોકોને લાગ્યું કે જો ટીના કામ કરશે તો ગોવિંદા સેટ પર આવશે અને બધાને ઠપકો આપશે. હિન્દી રશ સાથે વાત કરતાં ગોવિંદાની પત્ની સુનીતા આહુજાએ કહ્યું, તાજેતરમાં એવી અફવાઓ હતી કે ટીનાએ બોલિવૂડ છોડી દીધું છે. મને ખબર નથી કે લોકો આવું કેમ વિચારે છે. ઇન્ડસ્ટ્રીનું બાળક કેમ ઇન્ડસ્ટ્રી છોડે? તે માત્ર સારા કામની રાહ જોઈ રહી છે. જો તેને સારું કામ મળશે, તો તે કેમ નહીં કરે? તમે લોકો તેને કામ માટેની તક તો આપો. સુનીતાએ બોલિવૂડમાં નેપોટિઝમની ટીકા કરતા કહ્યું કે માત્ર એક ચોક્કસ ગ્રુપના સ્ટાર બાળકોને જ કામ મળે છે. તેણે કહ્યું, નેપોટિઝમ બંધ કરો, બીજાને પણ કામ કરવાનો મોકો આપો. દરેકને એક જ ગ્રુપમાં કામ મળી રહ્યું છે, જ્યારે બહારના લોકો પણ છે. ટીના હજુ પણ કામ કરવા તૈયાર છે. તેને કામ કરવાનો ઘણો શોખ છે. શા માટે એક જ અભિનેતાને વારંવાર બતાવો? સુનીતાના કહેવા પ્રમાણે, લોકોને એવું પણ લાગે છે કે જો ટીના ફિલ્મોમાં કામ કરશે તો તેના પિતા ગોવિંદા સેટ પર આવશે અને તેની સાથે દુર્વ્યવહાર કરશે, કારણ કે તે સ્ટ્રીક પિતા છે. ટીના આહુજાએ 2015માં ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ગોવિંદાનો પુત્ર યશ ટૂંક સમયમાં ડેબ્યૂ કરશે
ગોવિંદાનો પુત્ર યશ આ વર્ષે એક લવ સ્ટોરીથી એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. સુનીતાને પૂછવામાં આવ્યું કે શું લોકો તેના બાળકોની સરખામણી ગોવિંદા સાથે કરે છે. આના પર સુનીતાએ કહ્યું, ‘ના, ના. મેં મારા પુત્રને તેના પિતાનું અનુકરણ ન કરવાનું શીખવ્યું છે. તમારી પોતાની શૈલી બનાવો, તમારી પોતાની એક્ટિંગ અને ડાન્સ કરો. હું નથી ઈચ્છતી કે લોકો તમારી સરખામણી ગોવિંદા સાથે કરે. હું જાણું છું કે લોકો સરખામણી કરશે, પરંતુ ગોવિંદા પાસે 90ના દાયકાની સ્ટાઈલ હતી અને યશની 2025ની સ્ટાઈલ હશે.