અમરેલી લેટરકાંડમાં હવે બરાબરનો રાજકીય રંગ લાગ્યો છે. પાયલ ગોટીના જામીન બાદ તેણે પોલીસ પર માર મારવાના કરેલા આક્ષેપ બાદ જિલ્લા પોલીસ વડાએ તપાસ માટે એક ટીમની પણ રચના કરી છે. જોકે, આ બાદ આજે પરેશ ધાનાણીએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને જાહેરમાં ડિબેટ કરવા ખુલ્લો પડકાર ફેક્યો છે અને જિલ્લા પોલીસ વડાને પણ અલ્ટીમેટમ આપતાં જણાવ્યું છે કે, દીકરીને પટ્ટા મારનારના પટ્ટા 24 કલાકમાં નહીં ઉતરે તો હું આવતીકાલ (ગુરુવાર)થી ઉપવાસ પર ઉતરીશ. 24 કલાકમાં સસ્પેન્ડ કરો નહીં તો 25મી કલાકે તૈયાર રહો: ધાનાણી
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે, પાયલ ગોટી નામની દીકરી એકદમ નિર્દોષ છે. જેનો જાહેરમાં વરઘોડો કાઢનારા લોકોને જો આજે છોડવામાં આવશે તો આવતીકાલે મારી તે તમારી દીકરી સલામત નહીં રહે. પાયલે કૌશિક વેકરિયાને પત્ર લખીને ન્યાયની માગ કરી છે. ભાઇ કૌશિક તમારી ચપટીથી તમારી આગળ નાચેલા પોલીસવાળાઓને 24 કલાકમાં ડિસમીસ કરવામાં નહીં આવે તો 25મી કલાકે આ પરેશ ધાનાણી પરિમાણ સુધી આગળ લઇ જશે. કૌશિકભાઇ બહુ ફાંકો હોય રાજકમલ ચોકમાં આવો: ધાનાણી
પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, પત્ર લખાણો કોણે લખ્યો? ભાજપના આગેવાને લખ્યો. પત્ર કોના વિરૂદ્ધ લખાયો? ભાજપના આગેવાન વિરૂદ્ધ લખાયો. આ મામલે ગુનો કોના સામે નોંધાયો? ભાજપના કાર્યકર્તાઓ સામે નોંધાયો. તો આમાં દીકરીનો શું વાંક? કમલમના કાર્યાલયે કકળાટ હોય તો અમને કોઇ વાંધો નથી. તમે અંદરો અંદર કુસ્તી કરો તો પણ અમને કોઇ વાંધો નથી. પણ તમને સત્તાનો અહંકાર હોય અને એના અહંકારમાં તમે કોઇ નિર્દોષ દીકરીનો વરઘોડો કાઢો, મધરાતે પોલીસ સ્ટેશને લઇ જઇને પટ્ટામારો એ ક્યારેય સહન કરી લેવામાં નહીં આવે. આ સમાજે સફેદ કપડાં પહેરતાં શીખવાડ્યું છે, કૌશિકભાઇ બહુ ફાંકો હોય અને દૂધે ધોયેલાં હોવ તો આવી જાઓ રાજકમલ ચોકમાં તમારે જે લડાઇ લડવી હોય તો એ રીતે લડાઇ લડવા માટે અમે તૈયાર છીએ. …નહીં તો હું આવતીકાલથી ઉપવાસ પર ઉતરીશ: ધાનાણી
અમરેલી જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપતાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં રેતી માફિયાથી માડીને અનેક નાના મોટા ગુનાઓ થઇ રહ્યા છે એ આરોપીઓનો તમે ક્યારે વરઘોડો કાઢ્યો? દીકરીને પટ્ટા મારનાર પોલીસ કર્મચારીઓનાને આગામી 24 કલાકમાં ડીસમીસ કરો નહીં તો હું આવતીકાલ (ગુરુવાર)થી ઉપવાસ પર ઉતરીશ. આ ઉપરાંત પરેશ ધાનાણીએ રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડાઈમાં જોડાવા આહવાન કર્યું છે. તપાસ માટે ટીમની રચના કરાઇ
ઉલ્લેખનીય છે કે, પાયલ ગોટીએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોલીસે માર માર્યાના આક્ષેપ કર્યા હતા. જે બાદ મંગળવારે મોડી સાંજે અમરેલી જિલ્લા પોલીસ વડાએ આ મામલાની તપાસ માટે ટીમની રચના કરી છે. જેમાં ડીવાયએસપી, પીઆઇ અને પીએસઆઇનો સમાવેશ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામે બનાવટી લેટર બનાવી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેમાં કૌશિક વેકરીયાની બદનામ કરવા કેટલાક ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં 4 આરોપીમાં એક પાયલ ગોટીનો પણ સમાવેશ થયો હતો અને જેલવાસ પૂર્ણ કર્યા બાદ 2 દિવસ પહેલા જેલમુક્તિ મળ્યા બાદ 5 જાન્યુઆરીએ પ્રેસ યોજી કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાયલ ગોટીએ કેવા આક્ષેપ કર્યા?
પાયલ ગોટીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, શુક્રવારે હું નોકરીથી છૂટીને આવી સુઈ ગયા પછી આગળનો દરવાજો ખખડાવ્યો. મારા પિતા ઉઠીને બહાર આવ્યા, બે લેડીઝ અને ત્રણ જેન્ટ્સ પોલીસ હતી અને મને ઉઠાડવાનું કહ્યું. સવારે મૂકી જઈશું તેમ કરી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. કોઈને હું ઓળખતી નથી, જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા આવ્યા હતા. મારા પિતાનું શું થાય? હું જેલમાં હતી. મારા મમ્મી પપ્પાને સાચવવા આવ્યા હતા અને મેં ગુન્હો કર્યો જ નથી. જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા અને સાચવવા આવ્યા હતા અને હવે મારા ભવિષ્ય માટે ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી અને ધારાસભ્ય કૌશિક વેકરીયાને વિનંતી ન્યાય અપાવે. મારી જે ઈજ્જત અને મારી આબરૂનો જે વરઘોડો કાઢ્યો છે, મને પોલીસે માર માર્યો છે. મને રાજકારણમાં કોઈ રસ નથી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો… આ પણ વાંચો: ‘કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો’ આ પણ વાંચો: દીકરીને જોયાજાણ્યા વગર ગુનેગાર બનાવી ભાજપના આગેવાને પોતાનો અહમ્ સંતોષ્યો આ પણ વાંચો: વિધાનસભાના નાયબ દંડક વિરુદ્ધના કાવતરાંનું એપિસેન્ટર ટ્રેડસેન્ટર