back to top
Homeગુજરાતપોરબંદરમાં સુદામા મંદિરના પાટોત્સવની ઉજવણી:પૂજા-અર્ચના સાથે નૂતન ધ્વજારોહણ; શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી

પોરબંદરમાં સુદામા મંદિરના પાટોત્સવની ઉજવણી:પૂજા-અર્ચના સાથે નૂતન ધ્વજારોહણ; શ્રદ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી

પોરબંદરમાં કૃષ્ણસખા સુદામાજીનુ પૌરાણિક મંદિર આવેલું છે. આજે પોષ સુદ આઠમના દિવસે પાટોત્સવની ઉજવણી ભકિ્તભાવ સાથે કરવામાં આવી હતી. લાખાણી પરિવાર દ્વારા સુદામાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં સુદામાજીનુ મંદિર આવેલું છે. આ મંદિરના 126મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આજે પોષ સુદ આઠમના દિવસે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. તે મુજબ આજે પાટોત્સવને લઇને વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરના મુકુંદચંદ્ર હરીદાસ લાખાણી પરિવાર દ્વારા સુદામાજી મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તે મુજબ લાખાણી પરિવારના હાર્દીકભાઇ લાખાણી અને તેમના પરિવાર દ્વારા આજે સુદામાજી તેમજ સુદામાજીના પત્ની શુશીલાજી અને રાધાકૃષ્ણની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભુદેવો દ્વારા ગીતાના પાઠનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંદિરને નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમા બહારથી આવેલા શ્રદ્ધાળુઓ પણ જોડયા હતા અને ધન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરના સુદામાજીના મંદિરમાં વર્ષ દરમિયાન બે ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. જેમાં પોષ મહિનામાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે તો અખાત્રીજના દિવસે સુદામાજીના ચરણસ્પર્શ કરવામાં આવે છે. આ દિવસે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચરણ સ્પર્શ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments