પોરબંદરથી પાંચ કિ.મી દૂર જુરીના જંગલમાં આગની ઘટના બની છે. આગ એટલી ભીષણ છે કે, પોરબંદર-સોમનાથ કોસ્ટલ હાઇવે હાલ પુરતો બંધ કરી દેવામાં આવ્યો છે. ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહી છે. આ બનાવને પગલે વનવિભાગ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. બે દિવસ પૂર્વે પણ જુરીના જંગલમાં આગ લાગી હતી. ત્યારે આજે ફરી આગની ઘટના બની છે. જેને પગલે ભારે ભાગદોડ મચી ગઇ હતી છે. પોરબંદરથી સોમનાથ જતાં રસ્તા પર પોરબંદરથી પાંચ કિ.મી દૂર રતનપર ગામ નજીક આવેલા જુરીના જંગલમા આગ લાગી છે. તેને કાબૂમાં કરવા માટે પોરબંદર ફાયરબ્રિગેડની ટીમી કામ લાગી છે.