અમરેલીના બનાવટી લેટરકાંડમા પાટીદાર સમાજની દીકરીનુ જાહેરમા સરઘસ કાઢવાના મુદાની લડત હવે ચરમસીમા પર પહોંચી છે. અને વિપક્ષના પુર્વ નેતા પરેશ ધાનાણીએ જો જવાબદાર પોલીસ અધિકારીઓના પટ્ટા નહી ઉતારવામા આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. બીજી તરફ પોલીસે એકની એક ભુલ ફરીવાર કરી યુવતીને રાત્રે મેડિકલ ચેકઅપ માટે લઇ જતા પરેશ ધાનાણીએ રસ્તામા પોલીસની ગાડી અટકાવી હતી. પરેશ ધાનાણીએ આજે આ મુદે પત્રકારો સમક્ષ બોલતા જણાવ્યું હતુ કે દીકરીની ચપટી વગાડતા ધરપકડ કરાઇ, ચપટી વગાડતા કેસ નોંધાયો હતો, ચપટી વગાડતા સરઘસ કઢાયુ હતુ, ચપટી વગાડતા પટ્ટા મારવામા આવ્યા હતા તો ચપટી વગાડતા જ જવાબદાર પોલીસકર્મીઓના પટ્ટા ઉતરી જવા જોઇએ. તંત્રએ પાપનુ પશ્ચાતાપ કરી ગુનેગારોને સજા આપવી જોઇએ. પરેશ ધાનાણીએ તંત્રને 24 કલાકનુ અલ્ટીમેટમ આપતા જણાવ્યું હતુ કે આવતીકાલ સવાર સુધીમા જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા નહી લેવામા આવે તો પરમદિવસે સવારે 10 વાગ્યે તેઓ અમરેલી શહેરના રાજકમલ ચોકમા ચોવીસ કલાક માટે ઉપવાસ પર બેસી જશે. અને તેમા સમાજના દરેક જ્ઞાતિ જાતિ અને સંગઠનના લોકો જોડાશે. પરેશ ધાનાણીએ આ મુદે કૌશિકભાઇ વેકરીયાને પણ ચેલેન્જ ફેંકી હતી અને આવતીકાલે સાંજે 6 વાગ્યે રાજકમલ ચોકમા જાહેરમા ચર્ચા માટે પડકાર ફેંકયો છે. તેમણે જણાવ્યું હતુ કે 6 વાગ્યે હું ચોકમા હાજર હોઇશ. અમે દરેક મુદા પર લોકોની વચ્ચે ચર્ચા કરીશુ. અને મારી કોઇ વાત ખોટી સાબિત થશે તો હું વેકરીયાની માફી માંગી લઇશ. અને જો વેકરીયા ચર્ચા માટે નહી આવે તો આ તમામ કાર્યવાહી ખોટી રીતે થયાનુ માની લઇશુ. મુખ્યમંત્રી દાદાના રાજમા કુંવારી દીકરીની આબરૂ લીલામ થાય ત્યારે જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ જ. બીજી તરફ સીટની ટીમ તપાસ માટે આજે યુવતીના ઘરે પહોંચી હતી અને હદ તો એ વાતની છે કે આ ટીમે યુવતીને મેડિકલ ચેકઅપ માટે રાત્રે તેના ઘરેથી ઉપાડી હતી. ઘટનાની જાણ થતા પરેશ ધાનાણીએ પોલીસની ગાડીઓને રસ્તામા આંતરી હતી અને રાતના બદલે સવારે યુવતીને લઇ જવાનુ કહેતા પોલીસ યુવતીને પરત મુકવા ગઇ હતી. લેટરકાંડ મુદે પુર્વ સાંસદ નારણભાઇ કાછડીયા પણ મેદાનમા આવ્યા હતા અને તંત્રને ઘાણીનો બળદ ગણાવી તેને જેવા ચશ્મા પહેરાવ્યા તેવુ જ દેખાતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. બાપના પાણીઢોળમાં સરપંચને ન જવા દેવાયા, શું પાણીઢોળ માટે કમલમમાં અરજી કરવાની: ધાનાણી પરેશ ધાનાણીએ આક્રોશભેર એમપણ જણાવ્યું હતુ કે અશોકભાઇ માંગરોળીયાના પિતા ગુજરી ગયા હોય બેસણામાથી પોલીસ ઉપાડી ગઇ હતી. વિનંતી કરવા છતા બાપના પાણીઢોળમા તેમને જવા દેવાયા ન હતા. શું લોકોએ બાપના પાણીઢોળમા જવા માટે કમલમમા અરજી કરવી પડશે ?. અદાલતે પુછ્યંુ ત્યારે પોલીસ સામે ફરિયાદ કરી ન હતી લેટરકાંડના ચારેય આરોપીને સાયબર ક્રાઇમ પીઆઇ એ.એમ.પરમાર દ્વારા 29મી તારીખે ચીફ કોર્ટમા રજુ કરવામા આવ્યા હતા ત્યારે ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે ચારેયને પોલીસ વિરૂધ્ધ કોઇ મારકુટ અંગેની ફરિયાદ છે કે કેમ તેમ પુછતા ચારેય જણાએ કોઇ ફરિયાદ ન હોવાનુ જણાવ્યું હતુ. જેથી અદાલતે તેમને જયુડીશ્યલ કસ્ટડીમા લેવા હુકમ કર્યો હતો. વિઠ્ઠલપુરથી સીટી પોલીસ સુધીના સીસીટીવી ચકાસો પરેશ ધાનાણીએ એવી પણ માંગ ઉઠાવી હતી કે વિઠ્ઠલપુરથી વાયા ફતેપુર થઇ સીટી પોલીસ અને એલસીબી સુધીના રસ્તાના તમામ સીસીટીવી ફુટેજ ચકાસવા જોઇએ. પાર્ટીના નેતાઓનું માથુ શરમથી ઝુકે છે: કાછડીયા પુર્વ સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવ્યું હતુ કે આ બનાવથી પાર્ટીને નુકશાન તો થયુ છે, પણ પાર્ટીમા બેઠેલા નેતાનુ માથુ શરમથી ઝુકી જાય તેવુ આ કૃત્ય છે. હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને વિનંતી કરૂ છું કે આ બનાવમા દુધનુ દુધ અને પાણીનુ પાણી થવુ જોઇએ. પોલીસની ટુકડીને રાતે રસ્તામા આંતરી યુવતીને ઘરે પરત મોકલવા મુદે ચર્ચા કરતી વખતે પરેશ ધાનાણીએ મહિલા પોલીસ અધિકારીની બિનજરૂરી દલીલો સાંભળી એમ કહ્યું હતુ કે આ ખાખી વર્દીઓ લાજી રહી છે. ધાનાણી પોલીસ અધિકારી પર તાડુક્યા..ખાખી લાજે છે