ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ દ્વારા એવોર્ડ ફંકશન 2023-2024નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યંમત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આજે સાંજે 7 વાગ્યે 100થી વધુ વખત બ્લડ ડોનેશન કરનારા અને સ્ટોર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યુશનનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં IRCS ગુજરાતના ચેરમેન અજય પટેલ અને IRCS અમદાવાદના પ્રેસિડેન્ટ IAS પ્રવિણા ડી.કે. ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ શહેરના આઇઆઇએમ રોડ સ્થિત AMAના જે.બી. ઓડિટોરિયમ ખાતે યોજાશે.