back to top
Homeદુનિયાભારતીય મુળના અનિતા આનંદ કેનેડાના આગામી PM બની શકે છે:કેનેડાના PMની રેસમાં...

ભારતીય મુળના અનિતા આનંદ કેનેડાના આગામી PM બની શકે છે:કેનેડાના PMની રેસમાં અનિતા આનંદ આગળ, ભારત સાથે ખાસ સંબંધ; શું હવે ભારત-કેનેડા સંબંધો સુધરશે?

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ લગભગ એક દાયકાના શાસન બાદ સોમવારે (6 જાન્યુઆરી) રાજીનામું આપ્યું હતું. જેના કારણે રાજકીય હલચલ વધુ તેજ બની છે. તેમના ઉત્તરાધિકારી વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કેનેડાના આગામી વડાપ્રધાનની રેસમાં અનિતા આનંદ, પિયર પૌલિવરે, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ અને માર્ક કાર્ને જેવા અગ્રણી નામો સામે આવી રહ્યા છે. તેમાં ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તેમના અસરકારક શાસન અને જાહેર સેવાના સારા રેકોર્ડને કારણે સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જો અનિતા આનંદ કેનેડાના પીએમ બને છે, તો એવી આશા રાખી શકાય છે કે ભારત સાથે કેનેડાના સંબંધો ફરી સારા બની શકે છે, જે ટ્રુડોના સમયમાં સૌથી ખરાબ થઈ ગયા હતા. કેનેડામાં ભારતીય મૂળના લોકોની નોંધપાત્ર સંખ્યા છે. આ કારણથી ભારતીય મૂળની મહિલાનું પીએમ બનવું ભારત માટે સારા સંકેત આપી શકે છે. આ પહેલા ટ્રુડોના શાસનકાળ દરમિયાન ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ બંને દેશોના સંબંધો બગડ્યા હતા. કેનેડાની સરકારે આ અંગે કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા ન હતા. પરિણામ એ આવ્યું કે પાર્ટીના અન્ય નેતાઓ સાથે ટ્રુડોના સંબંધો બગડ્યા. ઘણા લોકોએ તેમના રાજીનામાની માંગ કરી હતી. હું કોઈપણ લડાઈમાંથી પીછેહઠ કરતો નથી – ટ્રુડો
લગભગ એક દાયકા સુધી કેનેડાના વડાપ્રધાન રહ્યા પછી, જસ્ટિન ટ્રુડોએ સોમવારે (6 જાન્યુઆરી)ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી. તેમણે તેમના રાજીનામા પાછળના મુખ્ય કારણો તરીકે મતદારોનબં સમર્થન ગુમાવવું અને લિબરલ પાર્ટીમાં આંતરિક ટકરાવનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રુડોએ સ્પષ્ટ કર્યું કે પાર્ટીના નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન રહેશે. તેમણે કહ્યું, “હું લડાઈથી ડરતો નથી, ખાસ કરીને જ્યારે તે આપણા દેશ અને પક્ષ માટે મહત્વપૂર્ણ હોય. પરંતુ કેનેડિયનોના હિત અને લોકશાહીની સુખાકારી મારા માટે સર્વોપરી છે.” વડાપ્રધાન પદ માટે દાવેદારીની રેસ તેજ બની
લિબરલ પાર્ટીમાં આગામી વડાપ્રધાનની રેસ તેજ થઈ ગઈ છે. આને ધ્યાનમાં રાખીને, સંસદનું સત્ર 27 જાન્યુઆરીથી 24 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે, જેથી લિબરલ પાર્ટીને તેના નવા નેતાની પસંદગી માટે સમય મળી શકે. આ સમય દરમિયાન વિપક્ષની પાર્ટીઓએ પણ લિબરલ પાર્ટીને પડકારવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેના કારણે નવા નેતાની પસંદગી થયા બાદ ચૂંટણીની સંભાવના છે. આ બધાની વચ્ચે બીબીસીએ ભારતીય મૂળના નેતા અનિતા આનંદને તે 5 ઉમેદવારોમાં ગણ્યા છે જેઓ જસ્ટિન ટ્રુડોનું સ્થાન લઈ શકે છે. અનિતા આનંદ પરિવહન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે જસ્ટિન ટ્રુડોનું સ્થાન લઈ શકે તેવા ટોપ પાંચ ઉમેદવારોમાં બીબીસી દ્વારા ભારતીય મૂળની અનિતા આનંદને પણ સામેલ કરવામાં આવ્યા છે. 57 વર્ષીય અનિતા આનંદ હાલમાં દેશના પરિવહન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શૈક્ષણિક અને રાજકીય પૃષ્ઠભૂમિને કારણે એક મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે. અનિતા આનંદે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સ્ટડીઝમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાંથી કાયદાનો સ્નાતક કર્યો છે.વધુમાં, તેમણે યેલ, ક્વીન્સ યુનિવર્સિટી અને વેસ્ટર્ન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભણાવ્યું છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તેઓ ટોરોન્ટો યુનિવર્સિટીમાં લોના પ્રોફેસર હતા. અનિતા આનંદનો ફેમિલિ બેકગ્રાઉન્ડ અનિતા આનંદનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. તેમના માતા-પિતા, સરોજ ડી. રામ અને એસ.વી. (એન્ડી) આનંદ, બંને ભારતીય ડોક્ટર હતા. તેમની બે બહેનો ગીતા અને સોનિયા આનંદ પણ પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે. અનિતા આનંદ 2019માં રાજકારણમાં જોડાયા અને ત્યારથી તે લિબરલ પાર્ટીના સૌથી દિગ્ગજ સભ્યોમાંના એક બની ગયા. તેમણે COVID-19 મહામારી દરમિયાન જાહેર સેવાઓ અને મંત્રી તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, જ્યાં વેક્સિન મેળવવાના તેમના પ્રયત્નો માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. 2021માં, તેમને કેનેડાની રક્ષામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનને મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments