દિલ્હી અને ગુજરાત વચ્ચે આમ તો 1100 કિલોમીટરનું અંતર છે. પણ 27 વર્ષથી ભાજપ આ અંતર પાર કરી શક્યું નથી. દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં 27 વર્ષ પહેલાં ગુમાવેલી સત્તા ભાજપ પરત મેળવી શક્યો નથી. 2015ની પ્રચંડ મોદી લહેરમાં પણ દિલ્હીએ ભાજપનો સ્વીકાર કર્યો નહોતો. એ જ રીતે ગુજરાત અને દિલ્હી વચ્ચે અનોખો સંયોગ છે. ગુજરાતમાં ભાજપ શંકરસિંહ વાઘેલાના બળવા સામે ઝઝૂમી રહ્યો હતો તો દિલ્હીમાં મદનલાલ ખુરાના મોંઘવારી અને પાર્ટીના જ નેતાઓના બળવાનો સામનો કરી રહ્યા હતા. ગુજરાતમાં તો ભાજપ આ સંકટમાંથી બહાર આવી ગયો. પહેલા કેશુભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર બની અને એ પછી નરેન્દ્ર મોદી ચહેરો બન્યા. ત્યારથી આજ સુધી ગુજરાત ભાજપનો અભેદ્ય ગઢ બન્યો છે. બીજી તરફ દિલ્હી. દિલ્હીમાં ભાજપે 1993માં પહેલી અને છેલ્લીવાર જીત મેળવી હતી. પણ 1998 આવતા સુધીમાં ભાજપ અનેક સંકટોથી ઘેરાયો હતો. મોંઘવારી અને આંતરિક જૂથવાદના કારણે પહેલા મદનલાલ ખુરાનાને ખસેડવામાં આવ્યા. તેમના સ્થાને સાહિબસિંહ વર્મા મુખ્યમંત્રી બન્યા. પણ 1998ની ચૂંટણીના માત્ર 2 મહિના પહેલા તેમને હટાવી દેવાયા અને મહિલા કાર્ડ આગળ કરીને સુષમા સ્વરાજને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પણ આ કાર્ડ પણ અસરકારક રહ્યું નહીં. અંતે ભાજપે સત્તા ગુમાવી અને કોંગ્રેસના શિલા દિક્ષિત મુખ્યમંત્રી બન્યા હતાં. યુપીમાં 15 વર્ષ સત્તાથી દૂર હતો ભાજપ… 1997થી 2002 સુધી ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર રહી. પછી 15 વર્ષ સુધી સત્તામાં ના આવ્યો. 2017માં યોગી આદિત્યનાથ સીએમ બન્યા. સરેરાશ 18% સ્વિંગ વોટર્સ જ નક્કી કરે છે કે દિલ્હી પર કોણ રાજ કરશે આવી રીતે સમજો… સરકાર રચવામાં સ્વિંગ વોટની ભૂમિકા
ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપ એકતરફી જીતી રહ્યો છે. આપ વિધાનસભા ચૂંટણીમાં લગભગ એટલા જ વોટ મેળવીને એકતરફી જીતી રહી છે, જેટલા ભાજપને લોકસભામાં મળે છે. કોંગ્રેસ 2013 બાદ વિધાનસભામાં 10% વોટ મેળવી નથી શકી. 2013: ભ્રષ્ટાચાર ખતમ કરવો અને લોકપાલની રચના.
2020: પાણીનાં બિલ ઝીરો, 200 યુનિટ વીજળી માફ, મહિલાઓને બસનો પ્રવાસ ફ્રી. અને આ વખતે આ મુદ્દાઓ
ભાજપ: કેજરીવાલ પર લીકર કૌભાંડ આરોપ. મહિલા સન્માન છેતરપિંડી.
આપ: મહિલાને રૂ. 2100, ભાજપ પર ફ્રીબીઝ સમાપ્ત કરવાનો આરોપ. હવે દિલ્હીનો વારો: 5 ફેબ્રુઆરીએ વિધાનસભા ચૂંટણી, આ વખતે 1.55 કરોડ મતદારો સરકાર ચૂંટશે, પરિણામ 8 તારીખે નવી દિલ્હી | મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. કુલ 70 સીટો પર 5 ફેબ્રુઆરીએ મતદાન અને 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારના જણાવ્યા મુજબ 2 લાખ મતદારો નવા છે. 12 સીટ અનામત છે. ઈવીએમ હેકના આરોપો પર સીઈઓએ કહ્યું- કોર્ટ 42 વખત કહી ચૂકી છે કે ઈવીએમ હેક થઈ શકતા નથી. અમે દરેક વિધાનસભા ક્ષેત્રના 5 વીવીપેટની ગણતરી કરીએ છીએ, અત્યાર સુધી 67,000 વીવીપેટ તપાસી ચૂક્યા છીએ. પરિણામ મામલે કોઈ વિસંગતતા મળી નથી.
{ 5 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશની મિલ્કીપુર અને તમિલનાડુની ઈરોડ વિધાનસભા બેઠક માટે પણ સાથે જ મતદાન થશે. 70 વિધાનસભા સીટો, બહુમત 36 પર… નોમિનેશન
10-17 જાન્યુઆરી
ફોર્મ પરતની તારીખ
20 જાન્યુઆરી મતદાન
5 ફેબ્રુઆરી
પરિણામ
8 ફેબ્રુઆરી કુલ મતદાર: 1.55 કરોડ
મહિલા મતદાર: 71 લાખ
પુરુષ મતદાર: 83.89 લાખ ગત ચૂંટણીમાં 1.43 કરોડ મતદાર હતા ત્યારે 64.5% વોટિંગ થયું હતું.