જૂનાગઢના ભૂતનાથ મંદિરના ગાદિપતિના વિવાદ મામલે નવો વળાંક આવ્યો છે. દેવલોક પામેલા વસંતગીરી બાપુ હયાત હતા ત્યારે નોટરીની હાજરીમાં તૈયાર કરેલા વસિયતનામામાં મંદિરના ગાદિપતિ અને બાપુની તમામ મિલકતના વારસદાર તરીકે પોતાનું નામ જાહેર કર્યાનો શિવગીરીએ દાવો કર્યો હતો. રાજકોટમાં મીડિયા સમક્ષ શિવગીરી દ્વારા વસિયતનામાની કોપી પણ રજૂ કરવામાં આવી હતી. શિવગીરીએ કહ્યું હતું કે, વસંતગીરી બાપુ દેવલોક થયા બાદ મહેશગીરી અને તેના માણસોએ મંદિરમાં આવી ગેરકાયદે કબજો લઈ લીધો હતો અને માને કાશી મૂક્યો હતો. મહેશગીરીથી મારા જીવને જોખમ છે. વસંતગીરી બાપુએ વારસદાર તરીકે મને જાહેર કર્યો હતો-શિવગીરી
જૂનાગઢના ભૂતનાથ મંદિરના દેવલોક પામેલા ગાદીપતિ વસંતગીરી બાપુનું કથિત વસિયતનામું મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં વસંતગીરીએ પોતાના વસિયતનામામાં પોતાના ઉતરાધિકારી તરીકે મંદિરમાં સેવા આપતા શિવગીરી બાપુનું નામ લખ્યું છે. વસંતગીરી બાપુ દેવલોક પામ્યા તે પહેલા નોટરીની હાજરીમાં વસિયતનામૂં તૈયાર કર્યું હતું અને મંદિરના ગાદીપતિ અને વસંતગીરી બાપુની તમામ મિલકતના વારસદાર તરીકે શિવગીરી બાપુનું નામ જાહેર કર્યું હતું. મહેશગીરીએ મંદિર પર ગેરકાયદે કબજો કર્યાનો આક્ષેપ
વસંતગીરી બાપુના અવસાન બાદ મહેશગીરી પોતાને તેમનો ચેલો હોવાનું કહેતા હોવાનું તેમજ ભૂતનાથ મંદિર અને અંબાજી મંદિરના ગાદીપતિ હોવાનું કહેતા વિવાદ શરૂ થયો હતો.મંદિરની ગાદી વિવાદમાં આજ રોજ રાજકોટ ખાતે શિવગીરી બાપુએ દાવો કર્યો હતો કે વસંતગીરી બાપુના દેવલોક બાદ મહેશગિરી અને તેના માણસો મંદિરમાં આવીને ધાક ધમકી આપવા લાગ્યા હતા અને મંદિરનો ગેરકાયદેસર રીતે કબ્જો લઇ લીધો હતો. મહેશગિરીએ મને ધમકાવીને બહાર કાઢી મુકીને મને ભગવા પણ ઉતારી દેવા અને જગ્યા છોડી દેવા ધમકી આપી હતી. હાલમાં હું ભાગતો ફરી રહ્યો છું અને મારા જીવને મહેશગીરીથી જોખમ છે. હાલમાં હું ખાનગી કંપનીમાં ડ્રાઇવીંગ કરીને જીવન ગુજરાન ચલાવી રહ્યો છું. આ મામલે ચેરિટી કમિશનરમાં રિવિઝન કેસ કરવાની તૈયારી
જયારે ભૂતનાથ મંદિરના વિવાદ મુદ્દે કાયદાકીય લડત લડતા હેમા શુક્લએ દાવો કર્યો હતો કે ભુતનાથ મંદિર અને અંબાજી મંદિરમાં મહેશગિરીએ ખોટી રીતે કબ્જો લીધો છે. પહેલા ભુતનાથ મંદિરના મહંત વસંતગિરીના ખોટી રીતે સહિ સિક્કા કર્યા છે અને હવે અંબાજી મંદિરના મહંત તનસુખગિરી બાપુના રાજકોટની હોસ્પિટલમાં ખોટા સહિ સિક્કા કરીને ખોટી રીતે કબ્જો કર્યો છે. અમે આ મુદ્દે લડત ચલાવી રહ્યા છીએ ભુતનાથ મંદિર અને અંબાજી મંદિરમાં જે કાયદાકીય ફેરફારો થયાં છે તેમાં અમે ચેરિટી કમિશનરમાં રિવીઝન કેસ કરશે.ભુતનાથ મંદિર અને અંબાજી મંદિરમાં અમે કાયદેસરની કાર્યવાહી કરીને ગેરકાયદેસર કબ્જા સામે કાર્યવાહી કરીશું.મહેશગિરી માત્ર ધાર્મિક જગ્યા નહિ પરંતુ કરોડો અને અબજો રૂપિયાની મિલકત પચાવી પાડવાનો હેતુ છે. આગામી સમયમાં સંત સંમેલન બોલાવી મહેશગીરી જેવાને ખુલ્લા પાડીશું- ગિરીશ કોટેચા
જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ મહેશગિરી સામે આક્ષેપ કર્યો હતો કે બહારથી આવેલા સાધુઓ દ્રારા ગિરનાર મંડળને હડપ કરવા માંગે છે. એક પછી એક મંદિર પર કબ્જો કરીને ગિરનારની અનેક જગ્યાઓ કબ્જે કરવાનો હેતુ છે. જેના કારણે આવા ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં અમે સોરઠના સંત સંમેલન બોલાવીશું અને મહેશગિરી અને તેના જેવા બહારના રાજ્યોમાંથી જગ્યા હડપ કરવા આવેલા સંતોને ખુલ્લા પાડીશું.