back to top
Homeસ્પોર્ટ્સવિમેન્સ પ્રીમિયર લીગ લખનઉ અને બરોડામાં યોજાશે:BCCIએ વેન્યૂ ફાઈનલ કર્યો, 2 ફેઝમાં...

વિમેન્સ પ્રીમિયર લીગ લખનઉ અને બરોડામાં યોજાશે:BCCIએ વેન્યૂ ફાઈનલ કર્યો, 2 ફેઝમાં ટુર્નામેન્ટ; 6 કે 7 ફેબ્રુઆરીએ પ્રથમ મેચ

BCCIએ વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સિઝન માટે 2 સ્થળોને અંતિમ સ્વરૂપ આપ્યું છે. તમામ મેચ બરોડા અને લખનઉમાં 5 ટીમો વચ્ચે રમાશે. ટૂર્નામેન્ટ 6 અથવા 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે. બીજા તબક્કાની મેચો બરોડામાં યોજાશે, જેમાં ક્વોલિફાયર અને ફાઈનલનો પણ સમાવેશ થાય છે. ટુર્નામેન્ટનું સત્તાવાર શિડ્યુલ હજુ જાહેર થયું નથી. જોકે, બોર્ડે ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) અને બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ને તેમના મેદાન પર મેચ યોજવા માટે જાણ કરી છે. કાર્યક્રમની સત્તાવાર જાહેરાત થોડા દિવસોમાં કરવામાં આવશે. બરોડામાં મહિલા ઈન્ટરનેશનલ મેચ યોજાઈ હતી
બરોડામાં કોટંબી સ્ટેડિયમ છે, જેનું ઉદ્ઘાટન ગયા મહિને જ થયું હતું. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ હતી. અહીં 3 વનડે રમાઈ હતી. આ સ્ટેડિયમમાં વરિષ્ઠ મહિલા T-20 ટૂર્નામેન્ટ અને રણજી ટ્રોફીની મેચો પણ યોજાઈ ચૂકી છે. સ્ટેડિયમમાં ફ્લડ લાઇટ લગાવવામાં આવી છે. 9 જાન્યુઆરીથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીની નોકઆઉટ મેચો અહીં યોજાશે, તેમાં આ લાઇટ્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવશે. WPLમાં 23 મેચ રમાશે
WPLની પ્રથમ બે સિઝનમાં 5 ટીમો વચ્ચે 23-23 મેચો રમાઈ હતી. આ વખતે પણ માત્ર 23 મેચ હશે, જેના માટે લખનઉનું એકાના સ્ટેડિયમ પહેલો વિકલ્પ છે. જ્યાં પ્રથમ તબક્કાની 10 કે 11 મેચો રમાશે. બીજા તબક્કાની મેચો બરોડામાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઈનલ 8 અથવા 9 માર્ચે યોજાઈ શકે છે. જે બાદ IPL પણ 14 માર્ચથી શરૂ થશે. WPLની પ્રથમ સિઝન મુંબઈમાં જ યોજાઈ હતી. જ્યારે બીજી સિઝનમાં બેંગલુરુ અને દિલ્હીને સ્થળ બનાવવામાં આવ્યું હતું. બેંગલુરુ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે મુંબઈએ પ્રથમ સિઝનમાં ટાઇટલ જીત્યું હતું. બંને ફાઇનલમાં માત્ર દિલ્હીનો જ પરાજય થયો હતો. ગાવસ્કરે કહ્યું- રોહિત-કોહલીનું ટેસ્ટ ભવિષ્ય સિલેક્ટર્સના હાથમાં:છેલ્લા 6 મહિનાથી ભારતીય બેટિંગ ફ્લોપ; હવે 2027 WTC માટે ટીમ નક્કી કરો ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ક્રિકેટ ભવિષ્ય હવે પસંદગીકારોના હાથમાં છે. છેલ્લા છ મહિનાથી બંને બેટ્સમેન આઉટ ઓફ ફોર્મ હોવાના કારણે ટીમનું પ્રદર્શન ઘટી ગયું છે. સંપૂર્ણ સમાચાર વાંચો… શાસ્ત્રી-પોન્ટિંગે શમીના ઈન્જરી મેનેજમેન્ટ પર સવાલો ઉઠાવ્યા:કહ્યું- જો તે BGT રમ્યો હોત, તો ભારતનું પલડું ભારે હોત; ભારત 1-3થી હારી ગયું ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી અને ઑસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ઈન્જરી મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યા છે. ભારત અને ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓએ ICC સમીક્ષામાં કહ્યું- ‘જો મોહમ્મદ શમીને 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના છેલ્લા રાઉન્ડમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હોત તો ભારતનો હાથ ઉપર રહી શક્યો હોત. સંપૂર્ણ સમાચાર વાંચો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments