બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા નગર પાલિકા હોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષ પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, કોલેજ, એમ .બી.બી.એસ ,એમ.ડી જેવા દરેક એક થી ઉચ્ચતર અભ્યાસ કરી રહેલા 1 થી 3 નંબરના વિદ્યાર્થીઓને બાળકો સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સામાજિક રમત ગમતનું કાર્યક્રમ પણ યોજાયો હતો. પાલનપુરમાં યોજાયેલ સન્માન સમારોહ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનમાં મેઘનાબેન શાહ તેમને સાથે સાથે ગુજરાત મંડળ ના પ્રમુખ સુરેન્દ્ર ગુપ્તા, ગુજરાત મંડળ ના મંત્રી નયન શાહ, ગુજરાત મંડળ ના મહિલા પ્રમુખ સુધાબેન શાહ તેમજ ડો.ભરત ગુપ્તા પ્રમુખ, ડો.કુલદીપ ગુપ્તા મંત્રી, શૈલેષ ગુપ્તા, શેખર ગુપ્તા કન્વીનર, આરતીબેન ગુપ્તા સહીત પાલનપુર ના ડોક્ટર સાહેબ સુરેન્દ્ર ગુપ્તા સમાજના આગેવાનો કાર્યક્રમમાં હાજર જોવા મળ્યા હતા