સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે આજે (મંગળવાર, 7 જાન્યુઆરી) સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી રહી છે. તે 78,300ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ 150 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે, તે 23,750ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં તેજી છે અને માત્ર 3માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 46માં તેજી છે અને 4માં ઘટાડો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 1.05% અને ઓઈલ એન્ડ ગેસ 1.38%ની તેજી છે. નિફ્ટી ઓટો અને મીડિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એશિયન બજારો માટે મિશ્ર કારોબાર ગઈકાલે બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે 6 જાન્યુઆરીએ સેન્સેક્સ 1258 પોઈન્ટના ઘટાડા સાથે 77,964ની સપાટીએ બંધ થયો હતો. નિફ્ટી પણ 388 પોઈન્ટ ઘટીને 23,616ની સપાટીએ બંધ થયો હતો. તેમજ, BSE સ્મોલકેપ 1778 પોઈન્ટ ઘટીને 54,337ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 27માં ઘટાડો અને 3માં વધારો રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 43 ઘટ્યા અને 7માં વધારો રહ્યો હતો. જ્યારે એક શેર કોઈપણ ફેરફાર વગર બંધ થયો હતો. NSE સેક્ટરલ ઈન્ડેક્સમાં તમામ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. PSU બેન્ક સૌથી વધુ 4.00% ના ઘટાડા સાથે બંધ થયો. આ સાથે રિયલ્ટીમાં 3.16%, મેટલમાં 3.14%, મીડિયામાં 2.71% અને ઓટો સેક્ટરમાં 2.18%નો ઘટાડો નોંધાયો હતો.