કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટની ફાઉન્ડેશનની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ડિસેમ્બરની પરીક્ષામાં અમદાવાદમાંથી 409 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 273 વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે 66.75 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વેસ્ટર્ન 61.93% પરિણામ આવ્યું છે. પરિણામની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં 11.6 ટકાથી 17.71 ટકા જેટલું પરિણામ વધુ આવ્યું છે. અમદાવાદમાં પ્રથમ નંબર મેળવનાર પ્રિયાંશુ જૈને 400માંથી 362 માર્ક્સ મેળવ્યા છે એટલે કે 90.5 ટકા પરિણામ મેળવ્યું છે. બીજો નંબર મેળવનાર મયુરી ચાવડાએ 400માંથી 350 માર્ક્સ મેળવ્યા છે એટલે કે 87.5 ટકા પરિણામ મેળવ્યું છે. ત્રીજો નંબર મેળવનાર હેત શાહે 400માંથી 336 માર્ક્સ મેળવ્યા છે એટલે કે 84 ટકા પરિણામ મેળવ્યું છે. કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટનું ડિસેમ્બર 2024માં ફાઉન્ડેશનની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 273 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે જૂન 2024માં 51 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું 66.75 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે જૂનમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 49.94 ટકા છે એટલે કે જૂન કરતા ડિસેમ્બરનું પરિણામ 17.71 ટકા વધુ છે. વેસ્ટર્ન રિજિયનનું ડિસેમ્બરનું પરિણામ 61.93 ટકા હતું. જ્યારે જૂનનું પરિણામ 50.33 ટકા છે એટલે કે જૂન કરતા ડિસેમ્બરનું પરિણામ 11.6 ટકા વધુ છે.