back to top
HomeબિઝનેસGDP 4 વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી શકે:નાણાકીય વર્ષ 2024-25માં તે 6.4%...

GDP 4 વર્ષમાં સૌથી નીચા સ્તરે આવી શકે:નાણાકીય વર્ષ 2024-25માં તે 6.4% રહેવાનો અંદાજ, એક વર્ષ પહેલા 8.2% રહ્યો હતો

સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે GDPનો અંદાજ 6.4% પર જાળવી રાખ્યો છે. એક વર્ષ પહેલા એટલે કે, 2023-24માં આ આંકડો 8.2% હતો. આંકડા મંત્રાલયે આ આંકડા આજે એટલે કે મંગળવારે 7 જાન્યુઆરીએ જાહેર કર્યા હતા. નાણાકીય વર્ષ 2022થી વાર્ષિક વૃદ્ધિ 7% અથવા તેનાથી વધુ પર રહે છે. આનો અર્થ એ છે કે છેલ્લા 4 વર્ષમાં પ્રથમ વખત GDP વૃદ્ધિ 7%થી નીચે આવી શકે છે. નાણાકીય વર્ષ 2022માં 9.7%, નાણાકીય વર્ષ 23માં 7%, નાણાકીય વર્ષ 24માં 8.2% વૃદ્ધિ નોંધાઈ હતી. FY2025ના પ્રથમ અર્ધવાર્ષિક (H1) સુસ્ત હોવા છતાં મંત્રાલયને કૃષિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિ તેમજ ગ્રામીણ માંગમાં વધારાને કારણે બીજા અર્ધવાર્ષિક ગાળામાં વૃદ્ધિ ટકાવી રાખવાની અપેક્ષા છે. જ્યારે રિઝર્વ બેંકે 6.6% વૃદ્ધિનો અંદાજ મૂક્યો હતો. મોટા દેશોમાં ભારત હજુ પણ સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
ધીમી GDP વૃદ્ધિ છતાં ભારત હજુ પણ મુખ્ય અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો GDP ગ્રોથ 4.6% હતો. જ્યારે જાપાનનો GDP 0.9%ના દરે વધ્યો છે. GDP શું છે?
GDP એ અર્થતંત્રના સ્વાસ્થ્યને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવાતા સૌથી સામાન્ય સૂચકાંકોમાંનું એક છે. GDP ચોક્કસ સમયગાળામાં દેશની અંદર ઉત્પાદિત તમામ માલસામાન અને સેવાઓનું મૂલ્ય દર્શાવે છે. જેમાં દેશની સીમામાં ઉત્પાદન કરતી વિદેશી કંપનીઓ પણ સામેલ છે. GDP બે પ્રકારના હોય
GDP બે પ્રકારના હોય છે. વાસ્તવિક GDP અને નોમિનલ GDP. વાસ્તવિક GDPમાં માલ અને સેવાઓના મૂલ્યની ગણતરી પાયાના વર્ષના મૂલ્ય અથવા સ્થિર કિંમત પર કરવામાં આવે છે. હાલમાં GDPની ગણતરી માટે આધાર વર્ષ 2011-12 છે. જ્યારે નજીવી GDP વર્તમાન કિંમત પર ગણવામાં આવે છે. GDPની ગણતરી કેવી રીતે થાય છે?
GDPની ગણતરી કરવા માટે સૂત્રનો ઉપયોગ થાય છે. GDP=C+G+I+NX, અહીં C એટલે ખાનગી વપરાશ, G એટલે સરકારી ખર્ચ, I એટલે રોકાણ અને NX એટલે ચોખ્ખી નિકાસ. GDPમાં વધઘટ માટે કોણ જવાબદાર?
GDP વધારવા અથવા ઘટાડવા માટે ચાર મહત્વપૂર્ણ એન્જિન છે. પ્રથમ તમે અને હું છીએ. તમે જે પણ ખર્ચ કરો છો તે આપણા અર્થતંત્રમાં ફાળો આપે છે. બીજું ખાનગી ક્ષેત્રનો બિઝનેસ ગ્રોથ છે. તે GDPમાં 32% ફાળો આપે છે. ત્રીજું સરકારી ખર્ચ છે. આનો અર્થ એ છે કે સરકાર માલ અને સેવાઓના ઉત્પાદન માટે કેટલો ખર્ચ કરી રહી છે. તે GDPમાં 11% ફાળો આપે છે, અને ચોથું છે ચોખ્ખી માગ. આ માટે ભારતની કુલ નિકાસને કુલ આયાતમાંથી બાદ કરવામાં આવે છે, કારણ કે ભારતમાં નિકાસ કરતાં વધુ આયાત છે, તેથી તેની અસર GPD પર નકારાત્મક છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments