back to top
HomeગુજરાતHMPVને લઈ લુણાવાડા જનરલ હોસ્પિટલ સજ્જ:ઓક્સિજન સપ્લાયવાળો 50 બેડનો વોર્ડ તૈયાર કરી...

HMPVને લઈ લુણાવાડા જનરલ હોસ્પિટલ સજ્જ:ઓક્સિજન સપ્લાયવાળો 50 બેડનો વોર્ડ તૈયાર કરી RTPCR લેબ તૈયાર કરવામાં આવી

હાલમાં ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMPV)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. સોમવારે ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યમાં આ વાઇરસના 6 કેસ નોંધાયા હતા. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. હવે નાગપુરમાં પણ આ વાઇરસના બે નવા કેસ નોંધાયા છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મહીસાગરની લુણાવાડા જનરલ હોસ્પિટલમાં 50 બેડનો વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. HMPV વાઈરસનો ગુજરાતમાં પગ પેસારો થયો છે. રાજ્યમાં કેસ નોંધાયા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આગોતરા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. ત્યારે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ખાતે આવેલ જનરલ હોસ્પિલ ખાતે દિવ્ય ભાસ્કર ટીમ દ્વારા આ વાઈરસની સારવાર માટેની તૈયારીઓને લઈ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ દીધી હોવાનું જોવા મળ્યું છે. અહીંયા 50 બેડનો ઓક્સિજન સપ્લાયવાળો વોર્ડ તૈયાર કરી દેવામાં આવે છે તેમજ લેબોરેટરી પણ કાર્યરત છે અને આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબ પણ તૈયાર કરવામાં આવી રહી છે. વધુમાં જો સંક્રમણ વધુ ફેલાય અને વધુ પેશન્ટ આવે તો પણ અહીં પૂરતી સારવાર અને સુવિધા મળી રહેશે તેવું સિવિલ સુપ્રીટેન્ટ દ્વારા જાળવવામાં આવ્યું હતું. સિવિલ સુપ્રીટેન્ટ ડો.ભામીની પંડિતે જણાવ્યું હતું કે, આ વાઈરસ એ જુનો વાઈરસ છે. એનું નામ મેટાન્યુમો વાઈરસ છે. એના માટે આપણે હોસ્પિટલમાં બધી તૈયારીઓ છે. હાલ 50 બેડ જેવી તૈયારીઓ છે અને વધારે જરૂર પડે તો પણ આપણી પાસે તૈયારી છે. નવી હોસ્પિટલનું ઉદઘાટન થયું છે એટલે કોર્ટ છે જ. વધુમાં કીટ લેવા માટેની જે ખરીદી પ્રક્રિયા છે એના માટે અમે મીટીંગ બોલાવી ખરીદીની શરૂઆત કરી દીધી છે. એટલે ટૂંક સમયમાં એ તપાસ માટેની આરટીપીસીઆર કીટો પણ આવી જશે. લેબોરેટરીની પણ સુવિધાઓ છે. તેમજ પર્સનલ પ્રોટેક્ટ ઇક્વમેન્ટ જોઈએ આપણે જે ઇન્ફેક્શનના થાય એના માટે કેપ, માસ્ક અને પ્રોટેકટીવ એ બધું પણ હાલમાં આપણી પાસે છે. પેશન્ટ જો વધારે આવે તો પણ આપણે બહુ સારી રીતે સારવાર કરી શકીશું અને અમારી ટીમ લુણાવાડા હાલ સજ્જ છે. ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે અને 50 બેડ બધા જ ઓક્સિજનવાળા છે એટલે પેશન્ટોના જીવ બચાવી શકાય એવી સ્થિતિમાં જ છીએ. આ વાઈરસથી સેજ પણ ડરવાની જરૂર નથી સાવચેતી એ જ આપણી સાવધાની છે. જરૂર લાગે તો કેપ માસ્ક પહેરવાના અને સ્વચ્છતા રાખવી, હેન્ડ વોશિંગ કરવું હાથ મોઢા અને નાકને અડવુંના જોઈએ જે કોરોનામાં આપણે બધા અનુભવ કરી ચૂક્યા છીએ. હાલ ડરનો માહોલ ફેલાવવાની કોઈ જરૂર નથી બિલકુલ બધાએ રિલેક્સ રહેવાની જરૂર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments