back to top
HomeગુજરાતSRPની ટુકડી સહિતનો કાફલો તૈનાત:વીંછિયામાં પોલીસ-SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કર્ફ્યૂ જેવો માહોલ

SRPની ટુકડી સહિતનો કાફલો તૈનાત:વીંછિયામાં પોલીસ-SRPના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કર્ફ્યૂ જેવો માહોલ

વીંછિયા તાલુકાના થોરીયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની 8 આરોપીએ નિર્મમ હત્યા કરી હતી અને સોમવારે કોળી સમાજના લોકોએ પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢવાની માગણી કરી હતી જે પોલીસે ન સ્વીકારતાં પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.ત્યાર બાદથી ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહ્યા બાદ આજે અેસઆરપીની એક ટુકડી, 3 ડીવાયઅેસપી,પાંચ પીઆઇ, 10 પીએસઆઇનો કાફલો ગામમાં તૈનાત કરી દેવાયો છે અને ગામમાં સ્વૈચ્છિક કર્ફ્યુ જેવો માહોલ છવાયો છે અને ગામ બંધ રહ્યું હતું. આ ઘટનામાં પોલીસે પથ્થરમારો કરનાર 84 શખ્સ સામે નામજોગ રાયોટિંગ, ગુનાહિત કાવતરું રચવું, મારામારી તેમજ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી 60ની ધરપકડ કરી હતી અને 58 લોકોને જસદણ કોર્ટમાં રજૂ કરી ગોંડલ જેલ હવાલે કરવામાં આવ્યા હતા.તેમજ લોકોને ઉશ્કેરનારા બે શખ્સને રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવશે. ઉપરાંત સી.સી.ટી.વી.માં દેખાતા શખ્સો સામે પણ હજુ તપાસ બાદ ગુનો દાખલ કરવામાં આવશે. રાજપરાને અગાઉથી જાણ હતી કે વરઘોડો નીકળશે
મુકેશ રાજપરાને જાણે અગાઉથી જ જાણ હોય તેમ તેણે એક પોસ્ટ મુકી હતી. અને તેમાં બપોરે 3:00 કલાકે સરઘસ નીકળશે તેવું જણાવી શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેવું જણાવ્યું હતું. બીજી બાજુ રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહે પણ કહ્યું હતું કે મુકેશ રાજપરાની હિલચાલ પહેલેથી જ શંકાસ્પદ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments