વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 25 કરોડ રૂપિયાના ખર્ચે અધ્યતન રિસર્ચ સેન્ટર બનાવવામાં આવશે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સાત જિલ્લાઓના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને પ્રેક્ટીકલ રિસર્ચ થઈ શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ રહેશે. જેમાં સુરત શહેરના ટેક્સટાઇલ ડાયમંડ સહિત બ્લુ ઇકોનોમીને આવરી લેવામાં આવ્યા છે. સાત જિલ્લાઓમાં જે ઉદ્યોગ હાલ છે તેના લેટેસ્ટ સાધનો આ રિસર્ચ સેન્ટરમાં જોવા મળશે. વિદ્યાર્થીઓ આ સાધનો ઉપર વાસ્તવિક પ્રેક્ટીકલ રિસર્ચ કરી શકશે. સંશોધન ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જાશે
સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હવે સંશોધન ક્ષેત્રે નવો ઇતિહાસ સર્જવા જઈ રહી છે. યુનિવર્સિટી દ્વારા કેન્દ્રીય સંશોધન અને નવીનતા ભવનની સ્થાપનાનું મહત્ત્વાકાંક્ષી આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે પીએમ-ઉષા યોજના અંતર્ગત 25 કરોડની ગ્રાન્ટ મળી છે, જે નવા સમયમાં સંશોધનક્ષમતા વધારશે અને યુનિવર્સિટીની વૈજ્ઞાનિક ક્ષમતાને વિશાળ સ્તરે વધારશે. પીએમ ઉષા યોજના હેઠળ 100 કરોડની ફાળવણીઃ કિશોરસિંહ ચાવડા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, પીએમ ઉષા યોજના હેઠળ કુલ 100 કરોડ ફાળવ્યા છે. તેમાંથી 25 કરોડ રૂપિયાની રકમ આ વિસ્તારના ડાયમંડ, ટેક્સટાઇલ, લોજિસ્ટિક, ફાર્માસ્યુટિકલ, કેમિકલ, બ્લુ ઇકોનોમી સાથે ટ્રાયબલ બેલ્ટ જેવા સેક્ટરની અલગ-અલગ સ્કીમ રાખીને સાત જિલ્લાઓની અંદર જે પણ ઉદ્યોગો છે, તેને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ એટલે વાસ્તવિક રિસર્ચ મળી રહે તે માટે ગ્રાન્ડમાંથી 25 કરોડ રૂપિયાથી રિસર્ચ સેન્ટરની શરૂઆત કરાશે. અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવા જઈ રહ્યા છે. બીજા તબક્કામાં હજુ વધારે વિકસિત કરવામાં આવશે. સંશોધન ભવનમાં આ સાધનો સામેલ કરાશે ભવનમાં સુસજ્જ લેબોરેટરીઝ પણ ઊભી કરાશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને પીએમ-ઉષા યોજના અંતર્ગત 100 કરોડની ગ્રાન્ટની ફાળવણી થઈ છે. જેમાંથી અલગ અલગ પ્રોજેક્ટ માટે રકમની ફાળવણી થઈ છે. આધુનિક સાધનો સાથે સુસજ્જ આ નવનિર્મિત સંશોધન ભવનમાં વૈજ્ઞાનિક સાધનોની વ્યાપક શ્રેણી ઉપલબ્ધ થશે. આ ભવનમાં સુસજ્જ લેબોરેટરીઝ પણ ઊભી કરવામાં આવશે, જે રાસાયણિક સંશ્લેષણ, જૈવિક પરીક્ષણો, મટિરિયલ કેરેક્ટરાઈઝેશન અને નેનોફેબ્રિકેશન જેવી ક્રિયાઓ માટે જરૂરી સાધનો પ્રદાન કરશે. તેને કારણે સંશોધન ક્ષમતામાં વધારો થશે. પ્રતિભાશાળી સંશોધકોને આકર્ષણ, વિવિધ વિષયોના સહકારથી નવું જ્ઞાન, આર્થિક વિકાસમાં યોગદાન અને સ્થાનિક સમુદાય પર સકારાત્મક અસર થશે.