ગિરનાર પર્વતના 5000 પગથિયે બિરાજમાન માતા અંબાજીના મંદિરે તારીખ 13 જાન્યુઆરી સોમવારે પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે. 52 શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ, હોમ હવન, અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ ગરવાગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ પોષી પૂનમ એટલે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટ્ય તરીકે ઉજવવામાં આવે છે. આગામી તારીખ 16 જાન્યુઆરી સોમવારના રોજ ગિરનારમાં બિરાજમાન અંબાજીના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવે મંદિર ટ્રસ્ટ દ્વારા હજારો માહી ભક્તોની હાજરીમાં માતાજી ને વિશેષ શૃંગાર સાથે શ્રીસૂક્તના પાઠ, હોમ હવન ગંગાજળ દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામા આવશે. બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસવામાં આવશે. સવારના 07:00 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ મહોત્સવ અંગે વાત કરીએ તો માતાજીની કુલ 52 શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉદયનપીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીના ઉદર પેટનો ભાગ પડેલો છે જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ દક્ષ પ્રજાપતિ રાજાએ બ્રહસ્પતિ નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલું છે. જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રિત કરેલા એકમાત્ર પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપતા સતિ પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હતો.જેમાં મારા પતિ શિવ શંકરને આમંત્રણ નથી તેમ છતાં માતા યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પતિની નિંદાસહન ન થતાં અત્યંત દુઃખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞ કુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યાગી દીધો હતો. જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ માતા પાર્વતીના નીસચેતન દેહને ખંભે ઊંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ કોઈ દેવતાઓ ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જ કંઈક કરો નહીં તો સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જશે ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શનચક્ર દ્વારા દેવીના શરીરના 52 ટુકડા કરી અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે તે સ્થળે માતાજીની શક્તિપીઠ નિર્માણ પામી હતી. જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. આ વખતનો મહોત્સવ મંદિરના બંને મહંત બ્રહ્મલીન થતા તેમની ગેરહાજરીમાં મંદિરના પૂજારી અને સ્ટાફ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર કલેક્ટર, જુનાગઢ પ્રાંત અધિકારી અને મામલતદારની નીગરાનીમાં મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે.અને મંદિરના પૂજારીઓ આ અંગેની પૂર્વે તૈયારીઓમાં લાગી ગયા છે.