back to top
Homeદુનિયાઅમેરિકાના લોસ એન્જલસના 3 જંગલોમાં વિકરાળ આગ:3000 એકરમાં ફેલાઈ, 30 હજારથી વધુ...

અમેરિકાના લોસ એન્જલસના 3 જંગલોમાં વિકરાળ આગ:3000 એકરમાં ફેલાઈ, 30 હજારથી વધુ લોકો ઘર છોડીને ભાગ્યા; જુઓ 10 ભયાનક તસવીરો

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકના ત્રણ વિસ્તારોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN અનુસાર, આ આગ પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટમાં લાગી હતી. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે ઇટોનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. પેસિફિક પેલિસેડ્સને સૌથી વધુ નુકસાન થયું છે. દોઢ દિવસમાં 3,000 એકરમાં આગ ફેલાઈ ગઈ છે. આગના કારણે 30 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. રિપોર્ટ અનુસાર, પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આ આગ એક મિનિટમાં પાંચ ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારને બાળીને રાખ કરી રહી છે. લોસ એન્જલસે સમગ્ર શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તે અમેરિકામાં સૌથી વધુ વસતી ધરાવતો ભૌગોલિક પ્રદેશ છે. અહીં 1 કરોડ લોકો રહે છે. જંગલમાં ફેલાયેલી આગને કારણે અહીંના લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. કેલિફોર્નિયા પ્રશાસને સામાન્ય લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને આર્થિક મદદની જાહેરાત કરી છે. જુઓ 10 તસવીરોમાં આગની ઘટના… શા માટે ભભૂકી રહી છે આગ?
હેલિકોપ્ટર અને પ્લેન વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તોફાની પવનોને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે અલગ-અલગ જગ્યાએ આગ સતત ફેલાઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત બચાવ દળ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. સ્થાનિક શાળાઓ, સામુદાયિક કેન્દ્રો અને અન્ય સુરક્ષિત સ્થાનો કટોકટીના આશ્રયસ્થાનો તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. આગના કારણે માત્ર જાનમાલને જ નુકસાન થયું નથી, પરંતુ પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આગમાં સેંકડો વૃક્ષો અને પ્રાણીઓ બળીને રાખ થઈ ગયા છે. રસ્તાઓ પર જામના કારણે લોકો પોતાની કાર છોડીને સલામત સ્થળે પગપાળા જઈ રહ્યા છે. આગ ભડકાવવાનું સૌથી મોટું કારણ સાંતાના પવન છે. આ પવનો અત્યંત ગરમ છે. આ પવનો સામાન્ય રીતે પાનખરની ઋતુમાં ફૂંકાય છે. દક્ષિણ કેલિફોર્નિયાને સૌથી વધુ અસર કરે છે. અહેવાલો અનુસાર, હાલમાં 130થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે નુકસાન વધી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments