back to top
Homeમનોરંજનએક્ટ્રેસ પૂનમ ધિલ્લોનના ઘરમાં ચોરનો હાથફેરો!:ખુલ્લો કબાટ જોઈ તકનો લાભ ઉઠાવ્યો, પેઈન્ટિંગ...

એક્ટ્રેસ પૂનમ ધિલ્લોનના ઘરમાં ચોરનો હાથફેરો!:ખુલ્લો કબાટ જોઈ તકનો લાભ ઉઠાવ્યો, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ જ નીકળ્યો ચોર

બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ પૂનમ ધિલ્લોનના ઘરે ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. લગભગ ₹1 લાખની કિંમતનો હીરાનો હાર, ₹35,000 રોકડ અને કેટલાક યુએસ ડોલરની ચોરી કરવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ 6 જાન્યુઆરીએ થઈ હતી અને આરોપીની ઓળખ 37 વર્ષીય સમીર અંસારી તરીકે થઈ છે. ચોરીના પૈસા સાથે પાર્ટી કરી હતી
એક્ટ્રેસ મુખ્યત્વે જુહુમાં રહે છે, જ્યારે તેનો પુત્ર અનમોલ ખારના ઘરે રહે છે અને ધિલ્લોન ક્યારેક ખારના ઘરે પણ રહેવા માટે આવે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અંસારી 28 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી વચ્ચે ફ્લેટને કલરકામ કરવા માટે એક્ટ્રેસના ઘરે કામ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે ખુલ્લો કબાટ જોઈ તકનો લાભ ઉઠાવ્યો અને હાથ ફેરો કર્યો હતો.આરોપીઓએ ચોરી કરીને કેટલાક પૈસા તો પાર્ટીમાં ઉડાવી દીધા. 80થી વધુ ફિલ્મોમાં એક્ટ્રેસે કર્યું છે કામ
પૂનમ ધિલ્લોને બોલિવૂડમાં પોતાની એક્ટિંગથી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેણે હિન્દી જગતની ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે 80થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પૂનમ ધિલ્લોને તેની કારકિર્દી 1977માં શરૂ કરી હતી અને તે 1980ના દાયકામાં લોકપ્રિય એક્ટ્રેસમાંની એક બની હતી. પૂનમ ધિલ્લોને તેના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ત્રિશુલ’ (1978)થી કરી હતી. આ સિવાય પૂનમ ધિલ્લોને ‘દર્દ’ (1981), ‘યે વાદા રહા’ (1982), ‘સોની મહિવાલ’ (1984), ‘તેરી મહેરબાનિયાં’ (1985), ‘નામ’ (1986), ‘સોને પે સુહાગા’ (1986), ‘હિમ્મત ઔર હર્દશ’ (1987), ‘પથ્થર કે ઇન્સાન’ (1990), ‘હિસાબ ખૂન કા’ (1989), ‘શિવ કા ઇન્સાફ’ (1985), ‘રામૈયા વસ્તાવૈયા’ (2013) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટ્રેસ રાજકારણમાં પણ એક્ટિવ
આ પછી, તે સમાજ સેવા અને રાજકારણમાં પણ ખૂબ સક્રિય રહી. લાંબા સમય સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યા બાદ એક સમય એવો આવ્યો જ્યારે તેણે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું. પૂનમ ધિલ્લોને ફિલ્મો ઉપરાંત ટીવી શો અને સ્ટેજમાં પણ કામ કર્યું છે. તેણે બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો અને અન્ય ઘણા કાર્યક્રમોમાં ગેસ્ટ તરીકે પણ જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments