back to top
Homeગુજરાતચાઇનીઝ દોરી-તુક્કલ સામેની કામગીરીના સરકાર HCમાં આંકડા રજૂ કરશે:અરજદારે કહ્યું- તંત્ર ઉત્પાદકો...

ચાઇનીઝ દોરી-તુક્કલ સામેની કામગીરીના સરકાર HCમાં આંકડા રજૂ કરશે:અરજદારે કહ્યું- તંત્ર ઉત્પાદકો સામે પગલાં ન ભરે તો પ્રતિબંધ શું કામનો? જો ઉત્પાદન જ નહી થાય તો લોકો વાપરશે નહી

ગુજરાતમાં ઉતરાયણના તહેવારમાં અને તે પહેલા જ પતંગ ઉડાડવાનું શરૂ થઈ જાય છે. ત્યારે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ માંજાથી અનેક લોકો ઘાયલ થતા હોય છે તેમજ મૃત્યુ પામતા હોય છે. માણસો જ નહિ પરંતુ, પ્રાણીઓ અને પક્ષીઓ પણ ઈજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે વર્ષ 2016માં ગુજરાત હાઇકોર્ટમાં ચાઇનીઝ નાયલોન ગ્લાસ કોટેડ દોરી, ગ્લાસ કોટેડ કોટન દોરી અને આગ માટે જવાબદાર ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધની માંગ સાથે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. ગયા વર્ષે ઉતરાયણમાં 13 હજાર પક્ષીઓ ઘાયલ
આ મુદ્દે આજે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અરજદારના વકીલ ભુનેશ રૂપેરાએ જણાવ્યું હતું કે, ઉતરાયણના ઘાતક માંજાથી માણસો તો ઘવાય જ છે, પક્ષીઓ પણ ઘવાય છે. ગયા વર્ષે ઉતરાયણ દરમિયાન રાજ્યમાં 13 હજાર જેટલા પક્ષી ઘાયલ થયા હતા અને 01 હજાર કરતાં વધુ પક્ષીઓના મોત થયા હતા. હાઈકોર્ટને જણાવાયુ હતુ કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ સામે રાજ્ય સરકાર દ્વારા સર્ક્યુલર અને નોટીફિકેશન જાહેર થયા છે. NGT અને હાઈકોર્ટના નિર્દેશો પણ આવી દોરીના ઉત્પાદક, વેચાણકર્તા, વાપરનારા ઉપર પગલાં લેવા માટે અપાયેલા છે. રાજ્ય સરકાર કામગીરીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરશે
સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ ઉતરાયણ માટે પણ રાજ્ય સરકારે આ બાબતે પગલાં લીધા છે. ચાઇનીઝ નાયલોન દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકાયેલો છે. આ કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે. 24 ડિસેમ્બર, 2024ના રોજ ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ વિરુદ્ધ ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્યના દરેક શહેરના પોલીસ કમિશનર, કોર્પોરેશન અને જિલ્લા મેજિસ્ટ્રેટને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના ઉત્પાદક, વેચાણકર્તા, ખરીદનાર અને વાપરનારા સામે પગલાં લેવા જણાવાયું છે. જેની ડ્રાઇવ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આવા લોકોને અરેસ્ટ કરીને આ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવે છે. આ મુદ્દે જાગરૂકતા અભિયાન પણ યોજવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા કરેલી કામગીરીના આંકડા કોર્ટ સમક્ષ રજૂ કરાશે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ, ખેડાનો સમાવેશ થાય છે. ઉત્પાદક સામે પગલા ન લેવાય તો પ્રતિબંધ શું કામનો?
જોકે, અરજદારના વકીલે જણાવ્યું હતું કે પોલીસ ઉત્પાદક સામે કોઈ પગલાં લેતી નથી, જ્યારે કોઈની પાસેથી ચાઇનીઝ દોરીની એક ફિરકી પકડાય અને FIR થાય છે. ચાઇનીઝ માંજામાં મેટાલિક નાયલોન અને ઉપર ગ્લાસ કોટિંગ થાય છે. કોર્ટે કહ્યું હતું કે, જો ચાઇનીઝ માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ છે પરંતુ, ઉત્પાદક સામે પગલા ના લેવાય તો શું કામનું? જો ઉત્પાદક જ ઉત્પાદન નહિ કરે તો લોકો ચાઇનીઝ માંજો વાપરશે નહિ. સરકારી વકીલે જણાવ્યું હતું કે, સુરત માંજા ઉત્પાદનનું હબ છે અને ત્યાં પગલાં ભરવામાં આવ્યા છે. અરજદારે જણાવ્યુ હતું કે, ફક્ત ચાઇનીઝ માંજો નહિ પણ ગ્લાસ કોટેડ માંજા ઉપર પણ પ્રતિબંધ છે. આ મુદ્દે થયેલી કામગીરીની વિગતો સાથે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરાશે. આ માંજાથી પક્ષીઓ, પ્રાણીઓ, પર્યાવરણ અને માણસોને નુકસાન થાય છે
ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આ જાહેર હીતની અરજી વર્ષ 2016માં સિધ્ધરાજસિંહ ચુડાસમા અને બોમ્બે હ્યુમેનીટેરિયન લીગ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેમાં પાછળથી પક્ષકાર તરીકે PETA પણ જોડાયુ હતું. આ અરજીમાં અરજદારે પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધની માંગ કરી દીધી હતી. વળી ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને કાચ કલોટિંગ દોરીઓ ઉપર પ્રતિબંધની માંગ કરી હતી. આ માંજાથી પક્ષીઓ, પ્રાણીઓ, પર્યાવરણ અને માણસોને નુકસાન થાય છે. જોકે, ગુજરાતમાં મકરસંક્રાંતિએ પતંગ ઉડાડવો કોઈ નવી વાત નથી. ચાઇનીઝ માંજો અને ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ યોગ્ય છે
આ અરજીના જવાબમાં અગાઉ રાજ્ય સરકાર દ્વારા મકરસંક્રાંતિનું મહત્વ કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યું હતું. આ સાથે જ વર્ષ 2016માં નાયલોન માંજા અને ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ અરજીમાં માંજો વેચતા લોકોને પણ જોડવામાં આવ્યા હજારો લોકોની આજીવિકા માંજા અને પતંગની બનાવટ સાથે સંકળાયેલ છે. સામાન્ય તમામ લોકો ઉતરાયણ ઉજવે છે. નીચી આવક ધરાવતા વર્ગના લોકો પતંગ અને દોરીના કામ સાથે સંકળાયેલ છે. કોટન માંજો તૂટી જાય છે અને પર્યાવરણને નુકશાનકર્તા નથી. ચાઇનીઝ માંજો અને ચાઇનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ યોગ્ય છે. માત્ર સર્ક્યુલર જાહેર કરવાની કોઈ હેતુ સરે નહિ- હાઈકોર્ટ
હાઇકોર્ટ 13 જાન્યુઆરી, 2017ના રોજ ચાઈનીઝ માંજો અને તુક્કલાના ઉત્પાદન, ખરીદ, વેચાણ અને ઉપયોગ અટકાવવા નિર્દેશ આપ્યા હતા. આવા લોકો સામે પગલાં લેવા અને લોકોને આ વિશે મીડિયા દ્વારા જાગરૂક કરવા જણાવ્યું હતું. 6 જાન્યુઆરી, 2023ના રોજ સરકારે હાઇકોર્ટમાં 13 જાન્યુઆરી, 2017ના હાઈકોર્ટના હુકમ ઉપર કામ થતું હોવાનું જણાવ્યું હતું. જોકે, હાઈકોર્ટ તે સમયે સરકારના અસ્પષ્ટ સોગંદનામાંથી નારાજ થઈ હતી કારણ કે, તેમાં ઓથોરિટીએ ભરેલ પગલાનું વિવરણ જ નહોતું. હાઇકોર્ટે કહ્યું હતું કે, માત્ર સર્ક્યુલર જાહેર કરવાની કોઈ હેતુ સરે નહિ. રાજ્ય કોર્ટના વિશ્વાસનું સંપાદન કરી શકેલ નથી. રાજ્ય સરકારે મીડિયામાં જાગરૂકતા વિશે પણ કંઈ જણાવ્યું નહોતું. આ સાથે જ હાઇકોર્ટે ગૃહ વિભાગના સેક્રેટરીની એફિડેવિટ માંગી હતી. સાયબર ક્રાઇમ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણકર્તાઓ સામે વોચ રખાય છે
7 જાન્યુઆરી, 2023એ હાઇકોર્ટમાં રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરી અને અમદાવાદ JCPની એફિડેવિટ રજૂ કરાઈ હતી. જેમાં ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગરુક કરાઈ રહ્યા છે, લાઉડસ્પીકરનો પણ તેના માટે ઉપયોગ કરાય છે, શાળા-કોલેજોમાં જાહેરાત કરાય છે, LED બોર્ડ ઉપર જાહેરાત કરાય છે, પોલીસ હેલ્પલાઇન ઉપર માહિતી આપવા લોકોને પ્રેરવામાં આવે છે, સાયબર ક્રાઇમ દ્વારા પણ ઓનલાઈન આવા ચાઇનીઝ દોરીના વેચાણકર્તા સામે વોચ રાખવામાં આવે છે. બે વર્ષ પછી ગુજરાત હાઇકોર્ટમાં આ મુદ્દે સુનાવણી યોજાઈ
13 જાન્યુઆરી, 2023માં રાજ્ય સરકારે હાઇકોર્ટને ખાતરી આપી હતી કે, કોઈને નુકસાન ન થાય તે મુજબ વર્ષ 2023ની ઉત્તરાયણ ઉજવવામાં આવશે. ચાઈનીઝ માંજાનાં ઓનલાઈન વેચાણ અંગે પણ અમદાવાદ શહેર પોલીસ કમિશનરને પગલા ભરવા સૂચના આપવામાં આવી છે. આ અરજીમાં પક્ષકાર તરીકે PETA પણ જોડાયું હતું. તેને કહ્યું હતું કે, તે ઘાયલ પક્ષીઓ માટે NGO સપોર્ટ આપવા તૈયાર છે પરંતુ, પોલીસ શા માટે મદદ લેવાની ના પાડી રહી છે તે સમજાતું નથી. તેઓ પોલીસને પણ ફૂડ પેકેટ અને પાણીની સુવિધા પણ આપે છે. છેલ્લે 13 જાન્યુઆરી, 2023 બાદ બે વર્ષ પછી ગુજરાત હાઇકોર્ટમાં આજે આ મુદ્દે સુનાવણી યોજાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments