જામનગર શહેરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા એક પરિવારનું પાલતુ શ્વાન શેરીમાં ચક્કર લગાવતું હતું, તે દરમિયાન સામે રહેતા એક મહિલાની ગાડીના સીટ કવર ઉપર થોડું નુકસાન પહોંચાડ્યું હતું. જેનો દાઝ રાખી આ મહિલાએ શ્વાનને એક્ટિવા પાછળ પટ્ટા વડે બાંધી ઢસડ્યું હતું. જે ઘટના જીવ દયા પ્રેમીના ધ્યાને આવતા તાત્કાલિક આ શ્વાનને તે મહિલા પાસેથી છોડાવ્યો હતો. આ શ્વાનને પગમાં ઈજા થતાં સારવાર કરવામાં આવી હતી. શ્વાન સાથે આચરવામાં આવેલી આ ક્રુરતાનો વીડિયો પણ વાયરલ થયો છે. જામનગરમાં એક મહિલાએ શ્વાનને એક્ટિવા પાછળ બાંધીને ઢસડ્યું હતું. જાહેર રોડ પર ઢસડતાં શ્વાનના પગમાં ઈજા પહોંચી હતી. જેથી જીવદયા પ્રેમીએ આ ગલુડિયાની સારવાર કરાવી હતી. શ્વાનનું પાલનહાર કરનાર સુરેશભાઈએ જણાવ્યું કે, અમારા પરિવારનું પાલતું શ્વાન ગુમ થતાં તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન જીવ દયા પ્રેમીએ આ શ્વાનને અમારા પરિવારને સોંપ્યું હતું.