back to top
Homeદુનિયાટ્રમ્પ હોટલ વિસ્ફોટનો કેસ:ટેસ્લાના ડેટા શેરિંગને પ્રાઇવસી માટે જોખમી ગણાવતા નિષ્ણાંત, સ્માર્ટ...

ટ્રમ્પ હોટલ વિસ્ફોટનો કેસ:ટેસ્લાના ડેટા શેરિંગને પ્રાઇવસી માટે જોખમી ગણાવતા નિષ્ણાંત, સ્માર્ટ કાર પાસે છે તમારી કોલ ડિટેઈલ

નવા વર્ષે અમેરિકાના લાસ વેગાસમાં ટ્રમ્પ ઈન્ટરનેશનલ હોટલ સામે એક ટેસ્લા સાઈબર ટ્રકમાં વિસ્ફોટ થયો, જેમાં ચાલકનું મોત થયું અને સાત લોકો ઘાયલ થયા. આ ઘટના બાદ ટેસ્લાએ કાર્યવાહી કરતા ચાલકનો ડેનવરથી લાસ વેગાસ સુધીની વિસ્તૃત ડેટા પોલીસને આપ્યો. ટેસ્લાએ ચાર્જિંગ સ્ટેશનો અને ઓનબોર્ડ સોફ્ટવેર થકી ડેટા મેળવ્યો હતો, જેથી પોલીસને ઘટનાની તપાસમાં મદદ મળે. જોકે, ટેસ્લાના ડેટા શેર કરવા પર જાણકારો તેને પ્રાઇવસી પરનું જોખમ માને છે. પ્રશ્નો ઊભા થાય છે કે શું તમારી કાર તમારી જાસૂસી કરે છે? આ વિશે વિસ્તારથી જાણો એક્સપ્લેનરમાં… • ટેસ્લા જેવી વાહન કંપનીઓ કેટલો ડેટા એકત્ર કરે છે?
આધુનિક કારો માત્ર તમારું લોકેશન જ નહીં, પણ તમારા કોલ લોગ, ટેક્સ્ટ મેસેજ, કોન્ટેક્ટ્સ અને અન્ય અંગત જાણકારી પણ સ્ટોર કરી શકે છે. આ ડેટા સામાન્ય રીતે સેલફોન સિન્કિંગ અને સ્માર્ટ સિસ્ટમ મારફતે એકત્ર થાય છે. ટેસ્લાની ગાડીઓમાં લાગેલા કેમેરા અને સોફ્ટવેર પણ ડ્રાઈવરની સંપૂર્ણ જાણકારી રેકોર્ડ કરી શકે છે. ટેસ્લા ચાર્જિંગ સ્ટેશનો, ઓનબોર્ડ સોફ્ટવેરનો ડેટા પણ એકત્ર કરે છે.
• શું આ ડેટા શેરિંગ પ્રાઇવસી માટે જોખમી છે?
હા, ઓટો વિશ્લેષક સૈમ અબુએલસામિદ જેવા નિષ્ણાત તેને પ્રાઇવસી માટે જોખમી માને છે. હાલમાં જ ટેસ્લા પર આરોપ લાગ્યો કે તેના કર્મચારી સંવેદનશીલ વીડિયો શેર કરતા હતા. અન્ય કંપનીઓ પર પણ ડેટા વેચવાનો આરોપ લાગ્યો છે, જેમ કે જનરલ મોટર્સે મંજૂરી વિના ડ્રાઈવરનો ડેટા વેચવા માટે મુકદ્દમાનો સામનો કર્યો. આ ઘટનાઓ જણાવે છે કે ડેટાનો દુરુપયોગ થઈ શકે છે.
• શું વાહન ડેટા પર કોઈ કાયદાકીય નિયંત્રણ છે?
અમેરિકામાં વાહન ડેટાને નિયંત્રિત કરવા માટે કોઈ રાષ્ટ્રીય કાયદો નથી. અમેરિકાનાં ઘણાં રાજ્યોમાં તેને લઈને કાયદો છે પણ તે એક સમાન નથી. ગોપનીયતા સલાહકાર જોડી ડેનિયલ્સનું માનવું છે કે રાષ્ટ્રીય સ્તરે સખત કાયદો બનાવવાની જરૂરિયાત છે જેથી ડેટાનો દુરુપયોગ અટકાવી શકાય. આ સાથે જ દુનિયાભરમાં પણ આ સંબંધે કાયદો બનવો જોઈએ જેથી ડેટાનો દુરુપયોગ અટકાવી શકાય.
• આ બાબતે શું કરવું જોઈએ?
ડેટા પ્રાઇવસી નિષ્ણાત અને ઉપભોક્તા અધિકાર સંગઠન માને છે કે કારમાલિકોનું તેના ડેટા પર નિયંત્રણ હોવું જોઈએ કેમ કે આધુનિક કારો તેની જાસૂસી કરી શકે છે. સાથે જ, કાયદાનું અમલીકરણ એજન્સીઓને માત્ર કાયદેસર અને જરૂરી કેસમાં જ ડેટા મળવો જોઈએ. નવી તકનીકો સાથે નિયમોને પણ અપડેટ કરવા જરૂરી છે જેથી વ્યક્તિગત જાણકારી સુરક્ષિત રહે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments