back to top
Homeગુજરાતડબલ મર્ડરના રિકન્સ્ટ્રકશન સમયે સ્મિતે મગરના આંસુ સાર્યા:ઘટનાનું શબ્દશઃ વર્ણન કર્યું, સુરતમાં...

ડબલ મર્ડરના રિકન્સ્ટ્રકશન સમયે સ્મિતે મગરના આંસુ સાર્યા:ઘટનાનું શબ્દશઃ વર્ણન કર્યું, સુરતમાં 11 દિવસ પહેલા ખૂની ખેલ ખેલી પત્ની અને પુત્રની હત્યા કરી હતી

સુરતના સરથાણા જકાતનાકા રાજહંસ સ્વપ્ન સૂર્યા બિલ્ડિંગમાં 11 દિવસ અગાઉ ખૂની ખેલ ખેલી પરિવાર પર હુમલો કરી પત્ની, પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આપઘાતનો પ્રયાસ કરનાર સ્મિતને ગતરોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા અપાતા પોલીસે અટકાયત કરી હતી.ત્યારબાદ પોલીસ આજે તેને લઈ તેના ઘર પર રિકન્સ્ટ્રકશન માટે પહોંચી હતી જ્યાં સ્મિત મગરના આંસુ સારતો જોવા મળ્યો હતો. 11 દિવસ પહેલા બનેલા હચમચાવતા બનાવનું શબ્દશઃ વર્ણન કર્યું
મંગળવારે સ્મિતને હોસ્પિટલમાં ડીસ્ચાર્જ આપતા જ પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે (બુધવારે) સવારે સુરત પોલીસની ટીમ સ્મિતને લઈને સરથાણા જકાતનાકા પાસે આવેલા રાજહંસ સ્વપન સૂર્યા બિલ્ડિંગમાં પહોંચી હતી. જ્યાં 11 દિવસ પહેલા કઈ રીતે બનાબ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. સ્મિતે કઈ રીતે પોતાની પત્ની અને પુત્રને મોતને ઘાટ ઉતાર્યો અને ત્યારબાદ માતા અને પિતા પર કી રીતે હુમલો ક્રયો હતો તેનું શબ્દશઃ વર્ણન કર્યું હતું. સ્મિતને જોવા લોકોના ટોળા ઉમટ્યા
સુરત પોલીસની ટીમ આજે જ્યારે સ્મિતને લઈ રિકન્સ્ટ્રકશન માટે પહોંચી ત્યારે આસપાસથી મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટનાસ્થળ આસપાસ એકત્રિત થયા હતા. આ સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરાતા પોલીસે અટકાયત કરી હતી
ગત શુક્રવારે ભાનમાં આવેલા સ્મિતે પરિવારમાં જુદાજુદા કારણોથી રોજબરોજ થતા ઝઘડાથી કંટાળીને પરિવારને ખતમ કરી આપઘાત કરવાનું નક્કી કરી હુમલો કર્યાની કબૂલાત કરી હતી. પોલીસ તેને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ધરપકડ માટે રાહ જોતી હતી. ગત રોજ તેને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. આથી સરથાણા પોલીસ અટકાયત કરી સ્મિતને લઈને ગઈ હતી. ચક્કર આવવાની ફરિયાદ કરતા સ્મીમેરમાં સારવાર કરવામાં આવી
સ્મિતની ધરપકડ થાય તે પહેલાં ચક્કર આવવાની અને અશક્તિ લાગે છે તેવી ફરિયાદ કરતા પોલીસ તેને સ્મીમેર હોસ્પિટલ લઈ ગઈ હતી. સ્મીમેરના તબીબોએ તપાસ કર્યા બાદ નોર્મલ હોવાનું કહેતા ફરી તેને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી કરીને સ્મિતની ધરપકડ કરવામાં આવી હતી. સ્મિતે પરિવારની હત્યા કર્યા બાદ પહેલી રાત લોકઅપમાં ગુજારી હતી. ​​​​​​હોસ્પિટલમાં બાથરૂમનો કાચ તોડી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તેના પરિવારમાં કોઈને એકબીજા સાથે બનતું નહોતું અને હંમેશા ઝઘડા થતા હતા. સ્મિત માતાપિતા સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. પોલીસે આ અંગે તેની પુછપરછ માટે પ્રયાસ કર્યા હતા. પણ શરૂઆતમાં ગળું દુઃખે છે કહી જવાબ આપવાનું ટાળતા સ્મિતે હોસ્પિટલમાં દાખલ હતો ત્યાં બાથરૂમનો કાચ તોડી ફરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments