મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ પ્રેમજીનગર વિસ્તારમાં રોડની સાઈડમાંથી તાજુ જન્મેલ નવજાત બાળક મળી આવ્યું હતું. જેની જાણ થતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેને 108 વડે સારવારમાં લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલા સામે ગુનો નોંધાયો છે અને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે. મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં રોડની સાઈડમાંથી સોમવારની રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તાજુ જન્મેલ બાળક મળી આવ્યું હતું અને આ નવજાત બાળકને ૧૦૮ વડે મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં બાળકને ત્યજી દેનાર અજાણી મહિલાની સામે મકનસર પ્રેમજીનગર ખાતે રહેતા જયેશભાઇ વેલજીભાઇ શેખવા (ઉ.૩૫)એ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને મહિલાની શોધખોળ શરૂ કરી છે અને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવ સોનગ્રા ચલવી રહ્યા છે.