back to top
Homeસ્પોર્ટ્સપંત ICC ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ-10 બેટર્સમાં પરત ફર્યો:સિડનીમાં 40 અને 61 રનની...

પંત ICC ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ-10 બેટર્સમાં પરત ફર્યો:સિડનીમાં 40 અને 61 રનની ઇનિંગ્સ રમી હતી, બુમરાહ બોલરોમાં ટોચ પર

ભારતીય ટીમનો વિકેટકીપર રિષભ પંત ફરી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ-10 બેટર્સમાં પરત ફર્યો છે. તે 12મા સ્થાનેથી નવમા સ્થાને પહોંચી ગયો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની સિડની ટેસ્ટમાં પંતે 40 અને 61 રનની ઇનિંગ્સ રમી હતી. આ કારણે તેની રેન્કિંગમાં સુધારો થયો છે. આ યાદીમાં ભારતીય ટીમનો બીજો ઓપનર યશસ્વી જયસ્વાલ છે, જે ચોથા નંબર પર યથાવત છે. યશસ્વીએ BGTમાં એક સદી અને 2 અડધી સદી ફટકારી છે. બોલરોની ટોપ-10 રેન્કિંગમાં બુમરાહ પ્રથમ સ્થાને છે. સ્પિનર ​​રવીન્દ્ર જાડેજા 10મા સ્થાનેથી નવમા સ્થાને પહોંચી ગયો છે. 10માં નંબર પર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્કોટ બોલેન્ડ છે, જે અગાઉ 39માં નંબર પર હતો. પંતને 3 સ્થાનનો ફાયદો થયો ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી સિડની ટેસ્ટમાં રિષભે બીજી ઇનિંગમાં બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 29 બોલમાં અડધી સદી ફટકારી હતી. પંતે 61 રનની ઇનિંગ રમી હતી. જેના કારણે તેને તેની રેન્કમાં 3 સ્થાનનો ફાયદો થયો છે. હવે તેના 739 રેટિંગ પોઈન્ટ છે. સાઉથ આફ્રિકાના ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા ઓલ-ટાઇમ હાઈ રેટિંગ પર પહોંચી ગયા છે. તેને રેન્કિંગમાં 3 સ્થાનનો ઉછાળો મળ્યો છે. તે હવે 769 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-6 પર પહોંચવામાં સફળ રહ્યો છે. બાવુમાની આગેવાની હેઠળ જ સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને સતત બે ટેસ્ટ મેચમાં હરાવ્યું અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. ટૉપ-5માં કોઈ ફેરફાર નહીં
બેટર્સની રેન્કિંગમાં ટૉપ-5માં કોઈ ફેરફાર થયો નથી. ઇંગ્લેન્ડનો જો રૂટ હજુ પણ નંબર-1 પર છે. તેનું રેટિંગ 895 છે. ઇંગ્લેન્ડનો હેરી બ્રુક બીજા સ્થાને છે. તેનું રેટિંગ 876 છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 867 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર છે. ભારતનો યશસ્વી જયસ્વાલ 847 પોઈન્ટ સાથે નંબર-4 પર યથાવત છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ નંબર-5 પર છે. તેનું રેટિંગ 772 છે. શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસને એક સ્થાનનો ઉછાળો મળ્યો છે. તે હવે 759 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-7 પર પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે એક સ્થાન ગુમાવ્યું છે. તે આઠમા નંબરે આવ્યો હતો. ન્યૂઝીલેન્ડની ડેરીલ મિચેલ 725 રેટિંગ સાથે 10માં નંબર પર યથાવત છે. બુમરાહ ટોપ બોલર, જાડેજાને એક સ્થાનનો ફાયદો ઓસ્ટ્રેલિયા સામે 32 વિકેટ લઈને પ્લેયર ઓફ ધ સિરીઝ બનેલા જસપ્રીત બુમરાહ પ્રથમ સ્થાન પર છે. તે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 908 રેટિંગ પર છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ 841 રેટિંગ સાથે બીજા સ્થાને છે. સિડની ટેસ્ટમાં 9 વિકેટ સાથે પ્લેયર ઓફ ધ મેચ રહેલા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર સ્કોટ બોલેન્ડે રેકોર્ડ 29 સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે દસમા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય લેફ્ટ આર્મ સ્પિનર ​​રવીન્દ્ર જાડેજાને એક સ્થાનનો ફાયદો થયો છે. તે 745 રેટિંગ સાથે નવમા સ્થાને છે. જાડેજા પ્રથમ સ્થાને યથાવત, ઈંગ્લેન્ડના કુલ 4 ઓલરાઉન્ડર્સ
રવીન્દ્ર જાડેજા ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને છે. તેનું રેન્કિંગ 400 છે. સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેનને 2 સ્થાનનો ફાયદો થયો છે. હવે તે 294 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગયો છે. છેલ્લા 4 સ્થાનો પર ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડરોનો દબદબો છે. ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ સાતમા, ગસ એટિન્સન આઠમા, બેન સ્ટોક્સ નવમા અને ક્રિસ વોક્સ દસમા સ્થાને છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments