પ્રેમને કોઈ સીમા કે બંધનો નડતા નથી. પ્રેમી પંખીડા સાત સમુંદર પાર પોતાના પ્રેમને મળવા માટે પહોંચી જાય છે. ત્યારે ક્યારેક પકડાઇ જતાં તેમને મળવાની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. આવી ઘટના થરાદ થી સામે આવી છે. પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને તાલિબાની સજા આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કેટલાંક શખ્શો પ્રેમીના વાળ કાપીને અભદ્ર ભાષામાં સેખીઓ મારે છે. આ વીડિયો થરાદ પંથકનો હોવાનું ચર્ચાતા દિવ્ય ભાસ્કર ડિજિટલે ફેક્ટ ચેક માટે થરાદ પોલીસ મથકે વાત કરતાં પી.આઈ. એ જણાવ્યું હતું કે અમારા ધ્યાને વીડિયો આવ્યો છે. હાલ અમે તપાસ કરી રહ્યાં છે, તપાસ બાદ સાચી હકીકત સામે આવશે. યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક યુવકને કેટલાંક યુવકો દોરડાથી બાંધીને તાલીબાની સજા આપી રહ્યાં છે. જેમાં તેઓ લાફા વાળી સાથે વાળ કાપતા જોવા મળી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે, ‘એટલે અમે લવર નથી રાખતા.’ આ વાયરલ વીડિયો બનાસકાંઠા જિલ્લાનો હોવાનું કહેવાઇ રહ્યું છે. યુવકને પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું
સરહદી વિસ્તારમાં ફરી તાલિબાની સજા આપતાનો વીડિયો વાયરલ થયો છે. જેમા એક યુવકને કેટલાક લોકો ભેગા મળીને બ્લેડથી વાળ કાપતાં અને માર મારતાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. યુવક મિત્રો સાથે પ્રેમિકાને મળવા ગયો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. જેમાં પ્રેમિકાને મળવા જવું યુવકને ભારે પડ્યું હતું. બે અલગ અલગ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. યુવકોને દોરડા વડે બાંધીને તાલિબાની સજા આપી
જેમાં એક વીડિયોમાં ત્રણ યુવકોને દોરડા વડે બાંધીને તાલિબાની સજા આપી રહ્યા છે. ત્યારે બીજા વીડિયોમાં કેટલાક શખ્સોએ યુવકને માર મારી ટકલું કરી તાલીબાની સજા આપી રહ્યા છે. વીડિયોમાં અપ શબ્દો સાથે વાતચીત પણ કરી રહ્યા છે. જેમાં કોઈ ના બાપની ઈજ્જત ન જવી જોઈએ વીડિયોમાં યુવક સાહેબ સાહેબ કરી રહો છે. અન્ય લોકો વીડિયોમાં લવર અમે નથી રાખતાં એવી ઉલ્લેખ કરી રહ્યા છે. વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી
જોકે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અવરનવર આવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે અને તેમાં તાલિબાની સજા આપતાં હોય છે. થરાદના પીઆઇ જોડે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આ વિડિયો બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ.