back to top
Homeબિઝનેસરણનીતિ:AI કમ્પ્યુટિંગ સિસ્ટમ તૈયાર કરવા માઇક્રોસૉફ્ટ ભારતમાં રૂ.26 હજાર કરોડનું રોકાણ કરશે

રણનીતિ:AI કમ્પ્યુટિંગ સિસ્ટમ તૈયાર કરવા માઇક્રોસૉફ્ટ ભારતમાં રૂ.26 હજાર કરોડનું રોકાણ કરશે

અમેરિકાની ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટ ભારતમાં અંદાજે રૂ.25,700 કરોડનું રોકાણ કરવા જઇ રહી છે. કંપનીના CEO સત્ય નડેલાએ મંગળવારે તેની જાહેરાત કરી હતી. માઇક્રોસૉફ્ટ ભારતમાં પોતાની ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓના વિસ્તરણ માટે આ રોકાણ કરશે. નડેલાએ ભારતમાં AIના ઝડી વિસ્તરણને મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. તેમણે કહ્યું કે રૂ.25,700 કરોડનું રોકાણ એ માઇક્રોસોફ્ટનું ભારતમાં સૌથી મોટું વિસ્તરણ હશે. આ રોકાણનું લક્ષ્ય ભારતમાં તેજીથી વધતા એઆઇ સ્ટાર્ટઅપ્સ અને રિસર્ચ કમ્યુનિટીની વધતી માંગને પૂરી કરવા માટે એઆઇ કમ્પ્યુટિંગ સિસ્ટમ તૈયાર કરવાનો છે, જેમનું જરૂરિયાત મુજબ વિસ્તરણ થઇ શકે. તે પહેલા નડેલાએ સોમવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન તેમણે ભારતમાં એઆઇના વિસ્તરણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભારતને એઆઇ-ફર્સ્ટ નેશન બનાવવાનું લક્ષ્ય, ટિયર-2 શહેરો પર ફોકસ: માઇક્રોસૉફ્ટે એઆઇ-ફર્સ્ટ નેશન બનાવવાની સફરમાં ભારતના સહભાગી બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. માઇક્રૉસોફ્ટ રિસર્ચ લેબે એક એઆઇ ઇનોવેશન નેટવર્ક લૉન્ચ કર્યું છે. આ રિસર્ચ બાદ વાસ્તવિક અને ઉપયોગમાં લઇ શકાય તેવું બિઝનેસ સોલ્યૂશન તૈયાર કરવામાં મદદરૂપ થશે. તે ઉપરાંત, માઇક્રોસૉફ્ટ અને સાસબૂમીએ ભારતની એઆઇ અને સાસ ઇકોસિસ્ટમને 85.7 લાખ કરોડની ઇકોનોમી બનાવવા માટે હાથ મિલાવ્યા છે. કંપની 2 કરોડ લોકોએ એઆઇ સ્કિલની તાલીમ આપશે
માઇક્રોસૉફ્ટે 2030 સુધી 2 કરોડ લોકોને તાલીમ તેમજ કૌશલ્ય વિકાસની સાથે ભારતની ક્ષમતા વધારવા માટે વ્યાપક યોજના તૈયાર કરી છે. આ તાલીમ તેના એડવાંટેજ ઇન્ડિયા પ્રોગ્રામના બીજા સંસ્કરણ હેઠળ અપાશે. તેમાં સરકાર, એનજીઓ, કોર્પોરેટ તેમજ સમુદાયની મદદ લેવાશે. ભારતમાં માઇક્રોસૉફ્ટનું ઝડપી વિસ્તરણ AI ઇનોવેશનમાં ટોચે
ઇનોવેશનમાં અગ્રણી બની રહ્યું છે. નવા અવસરોનું સર્જન થઇ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૌશલ્ય વિકાસમાં રોકાણ માટેની જાહેરાત એઆઇ ફર્સ્ટ નેશન બનાવવાની પ્રતિબદ્ધતાને મજબૂતી આપે છે. તેનાથી દેશભરના લોકો અને કંપનીઓએ ફાયદો થશે. > સત્ય નડેલા, ચેરમેન-CEO, માઇક્રોસૉફ્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments