back to top
Homeભારતવી નારાયણન ISROના નવા ચેરમેન:તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ એપરેશનના એક્સપર્ટ છે; 14...

વી નારાયણન ISROના નવા ચેરમેન:તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ એપરેશનના એક્સપર્ટ છે; 14 જાન્યુઆરીથી એસ સોમનાથની જગ્યાએ સંભાળશે કમાન

કેન્દ્ર સરકારે મંગળવારે ઈન્ડિયન સ્પેસ રિસરિચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના નવા અધ્યક્ષ તરીકે સ્પેસ વૈજ્ઞાનિક વી. નારાયણનની નિમણૂક કરી છે. તેમને અંતરિક્ષ વિભાગના સચિવ પણ બનાવવામાં આવ્યા છે. 14 જાન્યુઆરીએ તેઓ ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે. નારાયણનનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. હાલમાં તેઓ વલીયામાલા ખાતે લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર (LPSC)ના ડિરેક્ટર છે. નારાયણન પાસે 40 વર્ષનો અનુભવ છે. તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ ઓપરેશનમાં એક્સપર્ટ છે. વી નારાયણનની સિદ્ધિઓ વી નારાયણને 1980માં ISROમાં જોડાયા હતા. શરુઆતમાં સાડા ચાર વર્ષ સુધી તેમણે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC)માં કામ કર્યું. અહીં તેમણે સાઉંડિંગ રોકેટ, ઓગમેન્ટેડ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (ASLV), પોલર સેટેલાઈટ લેન્ચ વ્હીકલ (PSLV) પર કામ કર્યું. 1989માં IIT ખડકપુરથી ક્રાયોજેનિક એન્જીનિયરિંગમાં એમ.ટેક કર્યુ. બાદમાં LPSCમાં કામ શરુ કર્યું. તેમના નેતૃત્વમાં LPSCએ ISROના અલગ-અલગ મિશન માટે 183 LPS અને કન્ટ્રોલ પાવર પ્લાંટ ડિલીવર કર્યા. તેઓ જીએસએલવી એમકે IIIના C25 ક્રાયોજેનિક પ્રોજેક્ટના ડિરેક્ટર હતા. નારાયણનની દેખરેખમાં જ PSLVના બીજા અને ચોથા તબક્કાનું નિર્માણ થયું અને PSLV C57 માટે કન્ટ્રોલ પાવર પ્લાંટ પણ તૈયાર કરાયા. તેમનું આદિત્ય સ્પેસક્રાફ્ટ, ચન્દ્રયાન-2, ચન્દ્રયાન-3 માટે પ્રોપલ્શન સિસ્ટમમાં પણ યોગદાન હતું. એવોર્ડ અને સન્માન IIT ખડગપુરથી સિલ્વર મેડલ, એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા (ASI) દ્વારા ગોલ્ડ મેડલ અને NDRFથી નેશનલ ડિઝાઈન એવોર્ડ. 14 જાન્યુઆરીએ એસ. સોમનાથ નિવૃત્ત થશે
ISROના હાલના ચેરમેન એસ. સોમનાથે 14 જાન્યુઆરી 2022ના રોજ ઈસરોના અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ 3 વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થઈ રહ્યા છે. ISROએ તેમના કાર્યકાળ દરમિયાન ઈતિહાસ રચ્યો હતો. ISROએ માત્ર ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર ઉતાર્યું જ નહીં, , પણ પૃથ્વીથી 15 લાખ કિમી ઉપરના લેગ્રેન્જ પોઈન્ટ પર સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય-L1 પણ મોકલ્યું. એસ. સોમનાથને કેન્સર છે એસ સોમનાથે (60) 4 માર્ચ, 2024ના રોજ એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ કેન્સરથી પીડિત છે. ચંદ્રયાન-3 (23 ઓગસ્ટ 2023)ના લોન્ચિંગના સમયથી મારી તબિયત સારી નહોતી. જો કે ત્યારે કશું સ્પષ્ટ નહોતું થયું. મારી પાસે પણ તેના (કેન્સર) વિશે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments