શિક્ષકને શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષાના જ્ઞાનના પાઠ શીખવવાના હોય છે. પણ ઘણી વખત કોઈ બાબતને લઈ શિક્ષક વિદ્યાર્થી પર એટલો બધો હાવી થતો હોય છે કે વિદ્યાર્થી કંટાળીને જીવન ટૂંકાવી દેવા મજબુર બનતો હોય છે આવી જ એક ઘટના ભિલોડામાં બનવા પામી છે. ભિલોડા નગરનીપ્રેરણા સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા દિપક ગુણાવત ( વણઝારા ) નો મૃતદેહ તારીખ 28 સપ્ટે 2024 ના રોજ ઇદ્રશી નદીના ડેમમાંથી મળી આવ્યો હતો. આ મૃતક દિપક ગુણાવત શાળા માંથી જ સીધો ઇન્દ્રાશી નદીના કિનારે એક્ટિવા ચંપલ અને સ્કૂલ બેગ મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આ વિદ્યાર્થીના મોત બાદ તેના વર્ગખંડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો એવો આક્ષેપ હતો કે શાળાના શિક્ષક કે ડી ભુધરા દિપકને કલાસ રૂમમાં બહુ જ ટોર્ચર કરતા હતા. ધમકીઓ આપતા હતા જેથી વિદ્યાર્થીઓ એ જે તે સમયે ભિલોડા ચક્કાજામ કરીને બંધનું એલાન પણ આપ્યું હતું જેથી પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના નિવેદન લઈને તપાસ હાથ ધરાઈ હતી. શાળા સંચાલકોએ પણ તારીખ 30 સપ્ટે 2024 ના રોજ તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફરજ મુક્ત કર્યા હતા. ત્યારબાદ આ કેસમાં પોલીસ તપાસ બાદ શિક્ષક કે ડી ભુધરા સામે દિપક ગુણાવતને મરવા દુષપ્રેરણની આજે ફરિયાદ નોંધાઇ હતી.