સાઉથ એક્ટર અજીત કુમાર દુબઈમાં અકસ્માતનો ભોગ બન્યા છે. જોકે, એક્ટરને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેમના અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે પોર્શ કાર ચલાવતા જોવા મળી રહ્યા છે. અજીત કુમાર આગામી કાર રેસિંગમાં ભાગ લેવા માટે દુબઈમાં છે. એક્ટર 24H દુબઈ 2025 કાર રેસિંગ સ્પર્ધામાં ભાગ લેશે. જેના માટે એક્ટર છ કલાક લાંબી પ્રેક્ટિસ સેશન કરી રહ્યા હતા. પ્રેક્ટિસ સેશન સમાપ્ત થવાની થોડી મિનિટો પહેલાં, અજીતની પોર્શ કાર બેરિયર સાથે ખરાબ રીતે અથડાઈ હતી અને કાર ચકરડીની જેમ ગોળ-ગોળ ફરવા લાગી. ટીમે રેસિંગ પ્રેક્ટિસ સેશન વિશે માહિતી આપી હતી
રેસિંગ સ્પર્ધા પહેલા એક્ટર રેસ ટ્રેક પર પ્રેક્ટિસ કરી હતી. પ્રેક્ટિસ સેશનના એક દિવસ પહેલા, એક્ટરની ટીમે શેર કર્યું હતું કે તે આજથી દુબઈમાં તેનું પ્રેક્ટિસ સત્ર શરૂ થશે. અકસ્માતનો વીડિયો વાઈરલ થયો હતો
અજીત કુમારના પ્રેક્ટિસ સેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે એક્ટરની કાર અચાનક કાબૂ ગુમાવી દે છે. આગળ જતાં કાર બેરિયર સાથે ખરાબ રીતે અથડાય છે. અજીતને તરત જ કારમાંથી બહાર કાઢવામાં આવે છે. જો કે, એક્ટર અથવા તેની ટીમ દ્વારા હજી સુધી કોઈ સ્વાસ્થ્ય અપડેટ શેર કરવામાં આવ્યું નથી. અજીત દુબઈમાં કાર રેસિંગની પ્રેક્ટિસ કરી રહ્યો હતો
અજીત દુબઈમાં યોજાનારી 24H દુબઈ 2025 રેસમાં ભાગ લેવાનો હતો. એક્ટરે તેની ટીમ સાથે રેસ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. અજીત રેસિંગ ટીમના માલિક પણ છે. તે પોર્શ 992 ક્લાસમાં ટીમના સાથી મેથ્યુ ડેટ્રી, ફેબિયન ડફીક્સ અને કેમેરોન મેકલિયોડ સાથે પણ સ્પર્ધા કરશે.