back to top
Homeગુજરાતસુરત પોલીસનું ઓપરેશન ‘બોગસ ડૉક્ટર’:36 કલાકમાં 64 જગ્યાએ દરોડા, કોઈ બીજા ડૉક્ટરની...

સુરત પોલીસનું ઓપરેશન ‘બોગસ ડૉક્ટર’:36 કલાકમાં 64 જગ્યાએ દરોડા, કોઈ બીજા ડૉક્ટરની ડિગ્રી પર તો કોઈ બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા મળ્યા

સુરત શહેરમાં એક પછી એક બોગસ ડૉક્ટરોના કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસે ડિગ્રી વગરના ડૉક્ટરોને ઓળખી તેની ધરપકડ કરવા માટે ત્રણ જુદા-જુદા વિસ્તારોમાં 36 કલાકનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 64 જેટલા સ્થળોએ તપાસ કરતાં 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 જેટલા બોગસ ડોક્ટર મળી આવ્યા, જે કાં તો બીજા ડૉક્ટરની ડિગ્રી પર કાં તો બાયોમેડિકલ વેસ્ટ નિકાલના સર્ટિફિકેટ પર પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો
સુરત શહેર સહિત સમગ્ર જિલ્લામાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. શહેર પોલીસ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ચેકિંગની કામગીરી કરી અત્યાર સુધીમાં અનેક બોગસ ડોક્ટરોને ઉઘાડા પાડવામાં આવ્યા છે. ગરીબ અને શ્રમજીવી પરિવારોના જીવ સાથે ચેડા કરી આ ઝોલાછાપ ડૉક્ટરો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. હજુ માત્ર ત્રણ દિવસ પહેલા જ પોલીસે લિંબાયતમાંથી બોગસ ડોક્ટરને ઝડપ્યો ત્યારે હાલ ગોડાદરા વિસ્તારમાંથી સાત બોગસ ડોક્ટર અને ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે ચાર બોગસ તથા સચિનમાંથી ત્રણ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 14 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી ક્લિનિકમાંથી અલગ-અલગ દવાઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. કેટલાક પાસે ડિગ્રી નથી તો કેટલાક પાસે સરકાર માન્ય ડિગ્રી નથી
ACP નિરવ ગોહિલે જણાવ્યું હતું કે, બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ સર્ટિફિકેટ વગર એલોપેથીની દવાઓ આપી રહ્યા છે, જેની જાણકારીના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરના આઈ ડિવિઝન વિસ્તારમાં ત્રણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોગ્ય વિભાગની ટીમ સાથે ભેસ્તાન વિસ્તારમાં 22 સ્થળે ચેકિંગ હાથ ધર્યું હતું. સચિન વિસ્તારમાં 8 સ્થળે તપાસ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર બોગસ ડોક્ટર અને સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ બોગસ ડોક્ટરો મળી આવ્યા, જેમાંથી કેટલાક પાસે ડિગ્રી નથી અથવા સરકાર માન્ય ડિગ્રી નથી. ડિગ્રી ધરાવતા ડોક્ટર માત્ર પાર્ટ ટાઈમ વિઝિટ કરતા
તેઓએ જણાવ્યું કે, અનેક ડોક્ટરો બીજા ડોક્ટરોની ડિગ્રી પોતાની ક્લિનિક પર લગાવીને પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ ક્લિનિકમાં ડિગ્રી ધરાવતા ડોક્ટર માત્ર પાર્ટ ટાઈમ વિઝિટ કરતા હતા અને તેમને બોલાવવામાં આવતાં જ તેઓ ત્યાં સેવા આપતા હતા. આ બોગસ ડોક્ટરો ડિગ્રી ધરાવતા ડોક્ટરોની ડિગ્રીનો ઉપયોગ કરીને પોતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં બાયોમેડિકલ વેસ્ટ નિકાલ માટેના સર્ટિફિકેટનો ઉપયોગ કરીને મેડિકલ પ્રેક્ટિસ કરવામાં આવી રહી હતી. પાંચ ટીમો બનાવી 64 સ્થળે તપાસ હાથ ધરી હતી
ગોડાદરા વિસ્તારમાં પોલીસે 7 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, અમે પાંચ ટીમો બનાવી ગોડાદરા વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. આ વખતે 64 સ્થળે તપાસ હાથ ધરી હતી, જેમાં 7 ક્લિનિક એવા મળ્યા જ્યાં બીઇએમએસ અને બીયુએમએસ ડિગ્રીના સર્ટિફિકેટ દર્શાવતાં ડોક્ટરો હતા. આમાંથી કેટલાક લોકો ધોરણ 7 પાસથી 12 પાસ સુધી છે. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ ડિગ્રી તેઓએ ક્યાંથી મેળવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments