back to top
Homeગુજરાતસુરત APMCમાંથી 2150 કિલો ચાઇનીઝ લસણ ઝડપાયું:પ્રતિબંધિત લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક, ભારતીય...

સુરત APMCમાંથી 2150 કિલો ચાઇનીઝ લસણ ઝડપાયું:પ્રતિબંધિત લસણ સ્વાસ્થ્ય માટે હાનિકારક, ભારતીય લસણ છે કે ચાઇનીઝ એની ઓળખ કઈ રીતે કરશો?

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઈનીઝ લસણ પહોંચી ચૂક્યું છે. સુરત એપીએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયુ હતું. હાલ લસણના ભાવ આસમાને હોવાથી અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોવાથી કેટલાક વેપારીઓ એ લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે. 10 લાખની કિંમતનું પ્રતિબંધિત લસણ જપ્ત કરી નાશ કરાયું
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે. સુરત એપીએમસીમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર સ્ટાફની નજર પડી હતી. એપીએમસીના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરતાં ચાઈનીઝ લસણ હોવાનું માલૂમ પડતાં તમામે તમામ 43 ગૂણી 2150 કિલો જપ્ત કરી લીધી હતી, જેની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા થાય છે. ચાઇનીઝ લસણ ઝડપાતાં APMC સતર્ક
શાકભાજી માર્કેટમાં લસણના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. લસણનો ભાવ આ વર્ષે 400થી 500 રૂપિયાની આસપાસ રહેતાં ગુજરાતના માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણની એન્ટ્રી થઈ છે. હવે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે. આ લસણ જપ્ત કરી એપીએમસીના સત્તાધીશોએ જવાબદાર અધિકારીને જાણ કરી દીધી હતી. ચીનથી ઈમ્પોર્ટ કરવામાં આવતું લસણ સ્થાનિક લસણ કરતાં સસ્તું મળી રહ્યું છે, તેથી નફો કમાવાની લાલચે કેટલાક લોકો ચાઈનીઝ લસણ ભારત લાવી રહ્યા છે તેમજ રાજ્યના અલગ અલગ એપીએમસીમાં એનું વેચાણ કરી રહ્યા છે. આ રીતે ઓળખો ચાઇનીઝ લસણને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ચાઇનીઝ લસણ
APMCના ડિરેક્ટર બાબુ શેખે જણાવ્યું હતું કે 2017થી ચીનનું લસણ આપણા દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ચાઇનીઝ લસણ આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું જણાય આવ્યું હોવાથી સરકારે એને પ્રતિબંધિત કર્યું છે. પોર્ટ પરથી ચાઈનીઝ લસણ ગેરકાયદે રીતે પણ માર્કેટમાં વેચાણ કરવા માટે કેટલાક લોકો લઈ આવતા હોય છે. આપણા ધ્યાન પર આવતાંની સાથે જ 2150 કિલો ચાઈનીઝ લસણ, જેની અંદાજિત કિંમત 10 લાખ રૂપિયા થવા જાય છે. એપીએમસી રજિસ્ટારને લસણ બાબતની ફરિયાદ આપી દીધી છે અને જે લસણ પકડાયું હતું એને પણ તાત્કાલિક નષ્ટ કરી દેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments