back to top
HomeગુજરાતHMPVને લઈને અમદાવાદમાં સ્કૂલો એલર્ટ:શરદી-ખાંસી હોય તેવા બાળકો માટે માસ્ક ફરજિયાત કરાયું,...

HMPVને લઈને અમદાવાદમાં સ્કૂલો એલર્ટ:શરદી-ખાંસી હોય તેવા બાળકો માટે માસ્ક ફરજિયાત કરાયું, લક્ષણ જણાય તો બાળકને ઘરે જ રહેવા સૂચના અપાઈ

HMPV વાયરસને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કોઈ ગાઇડલાઈન બનાવવામાં આવી નથી. પરંતુ, અમદાવાદ અને રાજકોટની કેટલીક સ્કૂલોએ જાતે જ અગમચેતીના ભાગરૂપે સ્કૂલ માટે ગાઈડલાઈન બનાવી છે.જેમાં શરદી,ખાંસી કે તાવ જેવા લક્ષણ હોય તે વિદ્યાર્થીઓને સ્કૂલે ના આવવા જણાવવામાં આવ્યું છે.આ ઉપરાંત સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીઓમાં લક્ષણ જણાય તો તે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવે છે. સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. શાળાઓએ જાતે તકેદારી લેવાનું શરૂ કર્યું
HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ છે જેમાં બેંગલોર અને ગુજરાતના અમદાવાદમાં કેસ નોંધાયા હતા.બાળકોને વધુ અસર થઈ રહી છે.સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને પણ આ ચેપ લાગી શકે છે.જોકે શિક્ષણ વિભાગ કે આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટે કોઈ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી નથી.પરંતુ કેટલીક સ્કૂલોએ તકેદારીના ભાગરૂપે પોતાની સ્કૂલ માટે જાતે જ ગાઈડલાઇન બનાવી છે.જેનું સ્કૂલ દ્વારા પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે. શરદી-ખાંસીના લક્ષણ હોય તો બાળકને ઘરે જ રાખવા સૂચના અપાઈ​​​​​​​
પશ્ચિમ વિસ્તારની કેટલીક સ્કૂલોમાં સ્કૂલ દ્વારા શરદી ખાંસી કે તાવના કારણે બાળક ગેરહાજર હોય તો વાલીઓને બાળક જ્યાં સુધી સાજાના થાય ત્યાં સુધી ઘરે રાખવા જ સૂચના આપવામાં આવી છે.સ્કૂલમાં અભ્યાસ કરતા કોઈ બાળકને સ્કૂલમાં શરદી,ખાંસી જેવા લક્ષણ દેખાય તો તે બાળકને અલગ કરીને ઘરે મોકલી દેવામાં આવે છે અને જ્યાં સુધી તબિયતમાં સુધારો ના થાય ત્યાં સુધી સ્કૂલે ના આવવા જણાવવામાં આવે છે.આ ઉપરાંત સ્કૂલમાં કોઈ બાળકના લક્ષણ જણાય તો તેને ફરજિયાત માસ્ક પહેરવા પણ સૂચના આપવામાં આવી છે. શું કહી રહ્યા છે શાળા સંચાલકો?
મેમનગરમાં આવેલી એચબી કાપડિયા સ્કૂલના પ્રિન્સિપલ રૂપલ દલાલે જણાવ્યું હતું કે આ વાયરસથી લોકોમાં ભય ફેલાય નહીં તે જરૂરી છે અને આ વાયરસ બાળકોમાં ના પ્રસરે તે માટે અમે અમારી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ધ્યાનમાં રાખીને શરદી,ખાંસી જેવા લક્ષણ હોય તેવા બાળકોને ઘરે રહેવા જ સૂચના આપી છે.તથા કોઈ બાળકને સ્કૂલમાં લક્ષણ જણાય તો તેને ફરજિયાત માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી છે.વિદ્યાર્થીનો અભ્યાસ પર અસર ના પડે તે માટે પણ અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને અત્યારે અભ્યાસમાં જે નુકસાન થશે તે રિવિઝન લેક્ચર સ્વરૂપે ફરીથી ભણવામાં આવશે. ઉદગમ સ્કૂલના ડાયરેક્ટર મનન ચોકસીએ જણાવ્યું હતું કે અમારી સ્કૂલમાં ત્રણથી ચાર બાળકોને શરદી,ખાંસી જેવા સામાન્ય લક્ષણ હતા જે અન્ય બાળકોને ના લાગે તે માટે તે બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા.આ ઉપરાંત કોઈપણ બાળકને આ પ્રકારના લક્ષણ જણાય તો સ્કૂલે ન આવવા માટે સૂચના આપવામાં આવી છે.સ્કૂલમાં આવ્યા બાદ કોઈ બાળકમાં લક્ષણ જણાય તો તેમને અલગ બેસાડીને ઘરે મોકલી દેવામાં આવે છે. રાજકોટની મોદી, ધોળકિયા સહિતની શાળાઓમાં HMPVને લઈને એલર્ટ
ગુજરાતમાં અમદાવાદમાં હ્યુમન મેટાન્યુમોવાયરસ નો એક કેસ સામે આવ્યા બાદ શાળા સંચાલકોમાં અને વાલીઓમાં ચિંતા વ્યાપી છે. કારણ કે આ વાયરસ બાળકોને સૌથી વધુ અસર કરે છે. તેવામાં રાજકોટ શહેરની શાળાઓ પણ એલર્ટ મોડમાં છે. રાજકોટના સૌથી વધુ વિદ્યાર્થીઓ જે શાળામાં ભણે છે તે ધોળકિયા સ્કૂલના જણાવ્યા પ્રમાણે અમારી શાળાના કોઈપણ વિદ્યાર્થીને શરદી કે ઉધરસ હોય તો તેઓને બે થી ત્રણ દિવસ ઘરે રહેવા માટે સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે તે વિદ્યાર્થીઓ અને વાલીઓને મોબાઈલ ઉપર મોકલી આપવામાં આવી છે અને તેની અમલવારી થાય તે માટેના પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓને આ રીતે ભણતર બગડ્યું હોય તો તેઓને શિક્ષકો દ્વારા વધુ સમય આપી અભ્યાસક્રમ પૂર્ણ કરાવવામાં આવે છે. આ સાથે જ મોદી સ્કૂલના સંચાલક રશ્મિકાંત મોદીએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે શાળા દ્વારા કોઈ સર્કયુલર જાહેર કર્યો નથી પરંતુ કોઈ પણ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને શરદી કે ઉધરસ હોય તો તેઓને થોડા દિવસ ઘરે રાખવા માટે વાલીઓને સૂચન કરવામાં આવે છે પરંતુ તે સૂચન મૌખિક હોય છે કારણ કે અમે વિદ્યાર્થીઓમાં ડર ઉભો થાય તેવું ઇચ્છતા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments