દેશનો આર્થિક વૃદ્ધિદર (જીડીપ) 2024-25માં ચાર વર્ષમાં સૌથી નીચલા સ્તરે 6.4% રહી શકે છે. જે 6.6%ના RBIના અનુમાનથી પણ ઓછો છે. 2023-24માં ભારતે 8.2%નો અભૂતપૂર્વ વૃદ્ધિદર નોંધાવ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકસ ઑફિસે મંગળવારે જીડીપીનું પ્રથમ પૂર્વાનુમાન રજૂ કર્યું હતું. NSOએ દેશના ગ્રોસ આઉટપુટ અને આવકને દર્શાવતા ગ્રૉસ વેલ્યૂ એડેડ પણ 6.4%માં સીમિત રહેવાનું જણાવ્યું હતું. જે 2023-24માં 7.2% હતું. પ્રચલિત મૂલ્યોના આધાર પર નૉમિનલ જીડીપી 9.3% રહેશે, જે ગત વર્ષના 8.5%થી વધુ છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય બજેટમાં જીડીપી પહેલા પૂર્વાનુમાનનું વિશેષ મહત્ત્વ છે. સંકેત સ્પષ્ટ છે કે આર્થિક ગતિવિધિઓની ઝડપ ઘટી છે. અગાઉ જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિદર ઘટીને 5.4% રહ્યો હતો. જેને કારણે વિશ્લેષકો અને નીતિ નિર્માતાઓ પણ દ્વિધામાં મુકાયા હતા. આગળ શું: સ્થિતિ એટલી ખરાબ નથી, દરોમાં કાપ નિશ્ચિત ઘટાડાનું કારણ…મોંઘવારી, ઉચ્ચ વ્યાજદર અને ટ્રેડવૉરનું દબાણ