અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસનાં જંગલોમાં લાગેલી વિકરાળ આગ હોલીવૂડ સુધી પહોંચી ગઈ છે. મંગળવારે લાગેલી આગથી 3 દિવસમાં અત્યારસુધીમાં 4,856 હેક્ટર વિસ્તારને અસર થઈ છે. આગમાં લગભગ 1100 ઈમારત સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને 28 હજાર ઘરને નુકસાન થયું છે. આગથી LA શહેરના પોશ વિસ્તાર પેલિસેડેસમાં ઘણા હોલીવૂડ સ્ટાર્સના બંગલાઓ પણ બળીને ખાક થઈ ગયા છે. પેરિસ હિલ્ટન, સ્ટીવન સ્પિલબર્ગ, મેન્ડી મૂર, એશ્ટન કુચર સહિત ઘણા હોલીવૂડ સ્ટાર્સનાં ઘર બળીને રાખ થઈ ગયાં છે. ઘણી સેલિબ્રિટીઓએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. કેલિફોર્નિયામાં જે રીતે આગ ફેલાઈ રહી છે એમાં હોલીવૂડની હિલ્સ પર અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઓળખ ‘હોલીવૂડ બોર્ડ’ સળગી ગયું છે. ખરેખર, LAમાં હોલીવૂડ નામની એક જગ્યા છે, અમેરિકન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું નામ એના નામ પરથી રાખવામાં આવ્યું છે. જંગલમાં ફેલાયેલી આગને કારણે 5 લોકોનાં મોત થયાં છે. લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે તેમજ લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્રએ શહેરમાં ઈમર્જન્સી જાહેર કરી છે. વિકરાળ આગમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી પણ માંડ માંડ બચી છે. નોરાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને લખ્યું, મેં આવું પહેલા ક્યારેય જોયું નથી. નોરાએ ઈન્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં કહ્યું કે કે, હું લોસ એન્જલસમાં છું અને જંગલમાં લાગેલી આગ ખૂબ જ ભયાનક છે. મેં આવું પહેલા ક્યારેય જોયું નથી. અમને પાંચ મિનિટ પહેલા જ ત્યાંથી જતા રહેવાનો આદેશ મળ્યો છે, તેથી હું ફટાફટ સામાન પેક કરીને અહીંથી નીકળી રહી છું. હું એરપોર્ટ પાસે જઈશ અને ત્યાં જ રહીશ. આજે મારી એક ફ્લાઈ છે અને મને આશા છે કે, તે કેન્સલ નહીં થાય. આખ ખૂબ જ ભયાનક છે. મેં પહેલા ક્યારેય આવો અનુભવ કર્યો નથી. હું તમામ લોકોને અપડેટ આપતી રહીશ. મને આશા છે કે, હું સમયસર બહાર નીકળી શકીશ અને મને વિશ્વાસ છે કે, લોસ એન્જલસના લોકો સુરક્ષિત રહે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું ઘર ખાલી કરાવાયું હતું આગને કારણે લોસ એન્જલસ (LA)ના બ્રેટનવૂડ વિસ્તારમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘરને ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. LAએ અમેરિકામાં સૌથી વધુ વસતિ ધરાવતો વિસ્તાર છે. અહીં 1 કરોડથી વધુ લોકો રહે છે. કેલિફોર્નિયામાં લાગેલી આગ પર હેલિકોપ્ટર અને પ્લેનથી કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે પવન અને એની બદલાતી દિશાને કારણે આગ અલગ-અલગ જગ્યાએ ફેલાઈ રહી છે. આગ બુઝાવવા માટે લગભગ 400 ફાયર ફાઈટર તહેનાત કરવામાં આવ્યાં છે. રેસ્ક્યૂ ટીમ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. સ્કૂલો, કમ્યુનિટી સેન્ટર અને અન્ય સુરક્ષિત સ્થળોને ઈમર્જન્સી શેલ્ટર બનાવી દેવામાં આવ્યાં છે. હોલીવૂડ હિલ્સ પર આગ લાગી… હોલીવૂડ હિલ્સનું આઇકોનિક બોર્ડ કેલિફોર્નિયાની આગ મામલે પર બાઈડન vs ટ્રમ્પ રાષ્ટ્રપતિ જો બાઈડને આગને કારણે ઇટાલીનો તેમનો પ્રવાસ રદ કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે અમે કેલિફોર્નિયામાં લાગેલી આગને રોકવા અને પુનઃનિર્માણ કરવામાં મદદ કરવા માટે જે પણ કરી શકીએ એ કરવા તૈયાર છીએ. ભલે ગમે એટલો સમય લાગે. અમે જાણીએ છીએ કે આ માટે આપણે બહુ લાંબો રસ્તો કાઢવો પડશે. જ્યાં સુધી તમને અમારી જરૂર છે ત્યાં સુધી ફેડરલ સરકાર અહીં જ રહેશે. ટ્રમ્પે બાઈડનને જવાબદાર ગણાવ્યા ડોનાલ્ડ ટ્રમ્પે કેલિફોર્નિયામાં લાગેલી આગ માટે રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું- ફાયર હાઇડ્રેન્ટ્સમાં પાણી નથી, ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી (FEMA) પાસે પૈસા નથી. આ બધું જો બાઈડન મારા માટે છોડીને જઈ રહ્યા છે. આભાર જો ટ્રમ્પે બીજી પોસ્ટમાં કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝકોમ પર કટાક્ષ કર્યો. ટ્રમ્પે કહ્યું હતું કે આ સમયે ગેવિન ન્યૂઝકોમ અને તેમની લોસ એન્જલસની ટીમે આગને શૂન્ય ટકા સુધી કાબૂમાં લીધી છે. આ આગ ગઈ રાત્રિ કરતાં પણ મોટા વિસ્તારમાં ફેલાઈ છે. સરકાર આવી હોતી નથી . હું 20 જાન્યુઆરી (શપથગ્રહણ દિવસ) સુધી રાહ જોઈ શકતો નથી. આગ અને એમાં સળગી રહેલા લોસ એન્જલસ શહેરના ફોટા-વીડિયો… આગ બુઝાવવાની કામગીરીની તસવીરો ફસાયેલા લોકોને બચાવવાની 3 તસવીર આગ પછી વિનાશની તસવીરો લોકો પાળતું પશુઓ માટે સલામત સ્થળ શોધી રહ્યા છે… અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકનાં ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટનાં જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાક વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી. કેટલાક હોલીવૂડ સ્ટાર્સના બંગલા પણ બળીને રાખ થયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પેસિફિક પેલિસેડ્સને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગ દોઢ દિવસમાં 3,000 એકર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આગના કારણે 30 હજારથી વધુ લોકોને તેમનાં ઘર છોડવા પડ્યાં હતાં. રિપોર્ટ મુજબ, પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આ આગ એક મિનિટમાં પાંચ ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારને બાળીને રાખ કરી રહી છે. લોસ એન્જલસ પ્રશાસને સમગ્ર શહેરમાં ઈમર્જન્સી જાહેર કરી છે. તે અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં 1 કરોડ લોકો રહે છે. જંગલમાં ફેલાયેલી આગને કારણે અહીંના લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક તેમનાં ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. કેલિફોર્નિયા પ્રશાસને સામાન્ય લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને આર્થિક મદદની જાહેરાત કરી છે. લોસ એન્જલસની ભીષણ આગે હોલીવૂડને ઝપટે લીધું
લોસ એન્જલસ શહેરના પોશ પેલિસેડ્સ વિસ્તારમાં આગને કારણે ઘણા હોલિવૂડ સ્ટાર્સના બંગલાઓ બળી ખાક થઈ ગયા હતા. માર્ક હેમિલ, પેરિસ હિલ્ટન, જેમી લી કર્ટિસ, મેન્ડી મૂર, મારિયા શ્રીવર, એશ્ટન કુચર, જેમ્સ વુડ્સ અને લેઇટન મિસ્ટર સહિત ઘણાં હોલીવૂડ સ્ટાર્સનાં ઘરોમાં આગ લાગી છે. ઘણા સેલિબ્રિટીઓને પોતાનાં ઘર છોડવા પડ્યાં છે. ઓસ્કર નોમિનેશન્સ આગળ વધારવાનો નિર્ણય
એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસે ઓસ્કાર નોમિનેશન વોટિંગ વિન્ડો લંબાવી છે. આશરે 10000 એકેડેમી સભ્યો માટે મતદાન 8 જાન્યુઆરીથી શરૂ થયું હતું અને 12 જાન્યુઆરીના રોજ પૂર્ણ થવાનું છે. જોકે હવે આ સમયમર્યાદા બે દિવસ લંબાવવામાં આવી છે અને 14 જાન્યુઆરીએ સમાપ્ત થશે. લોસ એન્જલસમાં ફેલાયેલી ભીષણ આગને ધ્યાનમાં રાખીને એકેડેમીએ આ નિર્ણય લીધો છે. એટલું જ નહીં, જે નામાંકનોની જાહેરાત પહેલાં 17 જાન્યુઆરીએ થવાની હતી, એ હવે 19 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે. પ્રિયંકા ચોપરાએ વ્યક્ત કરી ચિંતા
પ્રિયંકાએ પણ ઇન્સ્ટાગ્રામ પર આ અંગે પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું, આ આગથી પ્રભાવિત થયેલા તમામ લોકો સાથે મારી સંવેદના છે. મને આશા છે કે તમે પણ સુરક્ષિત હશો. ઝડપથી વધી રહેલી આગને કારણે હજારો એકર જમીન અને સેંકડો ઘરોનો નાશ થયો છે. હું તે બધા સૈનિકોને સલામ કરું છું જેઓ રાતભર આગળ આવીને લોકોને મદદ કરી રહ્યા છે. થાક્યા વિના સતત કામ કરવાની તમારી ભાવનાને હું સલામ કરું છું. વિમાનમાંથી આગનો વીડિયો લોસ એન્જલસ સુધી વિસ્તરેલા વિસ્તારમાં ઘણાં ઘરો સળગી ગયાં હતાં અને ઘણા લોકોએ ઘર છોડી દીધા હતા. X પર આ ભયાનક ઘટનાના ઘણા વીડિયો વાઇરલ થયા છે. ફ્લાઈટમાંથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં આગ ફેલાતી પણ જોઈ શકાય છે. 10 તસવીરમાં આગની ઘટના… શા માટે આગ ભભૂકી રહી છે?
હેલિકોપ્ટર અને પ્લેન વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે પવનોને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે અલગ-અલગ જગ્યાએ આગ સતત ફેલાઈ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં તહેનાત રેસ્ક્યૂ ટીમ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. સ્થાનિક શાળાઓ, સામુદાયિક કેન્દ્રો અને અન્ય સુરક્ષિત સ્થળોને ઈમર્જન્સી શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યાં છે. આગના કારણે માત્ર જાનમાલને નુકસાન જ નથી થયું, પરંતુ પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આગમાં સેંકડો વૃક્ષો અને પ્રાણીઓ સળગી ગયાં છે. રસ્તાઓ પર જામને કારણે લોકો પોતાની કાર છોડીને સલામત સ્થળે પગપાળા જઈ રહ્યા છે. આગ ફાટી નીકળવાનું સૌથી મોટું કારણ ‘સાંતા સના’ પવનો છે. આ પવનો અત્યંત ગરમ હોય છે. આ સામાન્ય રીતે પાનખર ઋતુમાં ફુંકાય છે. આ પવનો દક્ષિણ કેલિફોર્નિયાને સૌથી વધુ અસર કરે છે. અહેવાલો અનુસાર, હાલમાં 130થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે નુકસાન વધી રહ્યું છે.