back to top
Homeસ્પોર્ટ્સગાવસ્કરે કહ્યું- બુમરાહ આગામી ભારતીય કેપ્ટન બની શકે છે:તે ટીમને લીડ કરે...

ગાવસ્કરે કહ્યું- બુમરાહ આગામી ભારતીય કેપ્ટન બની શકે છે:તે ટીમને લીડ કરે છે; BGTમાં જસપ્રીતની આગેવાનીમાં ભારતે એકમાત્ર મેચ જીતી હતી

અનુભવી ઓપનર સુનીલ ગાવસ્કરે ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન બનાવ્યો છે. 75 વર્ષીય ગાવસ્કરે ચેનલ 7ને કહ્યું- ‘મને લાગે છે કે તે આગામી વ્યક્તિ (કેપ્ટન) બની શકે છે. કારણ કે તે લીડ કરે છે. તેની અંદર સારી છબિ છે, જે લીડરમાં હોય છે.’ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ અને છેલ્લી મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં બુમરાહે ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળ્યું હતું. પર્થમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતીય ટીમે 295 રનથી જીત મેળવી હતી. જ્યારે સિડની ટેસ્ટમાં તેને 6 વિકેટ ગુમાવવી પડી હતી. ઓસ્ટ્રેલિયાએ આ સિરીઝ 3-1થી જીતી હતી. બુમરાહ કેપ્ટનશિપનો દાવેદાર
જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 32 વિકેટ ઝડપી હતી. આ માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ પસંદ કર્યો હતો. BGTમાં બુમરાહના મજબૂત પ્રદર્શને તેને કેપ્ટનશિપના દાવેદારોમાં સામેલ કર્યો છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં જોખમમાં છે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ગુમાવ્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશિપ જોખમમાં છે, કારણ કે તે છેલ્લા કેટલાક સમયથી રન બનાવી શક્યો નથી. રોહિતે BGTમાં માત્ર 31 રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં તેને સુકાનીપદેથી હટાવવાની માગ ઉઠી રહી છે. આ માગ વચ્ચે ગાવસ્કરે નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસ્કરની સંપૂર્ણ વાત… તે (બુમરાહ) આગામી વ્યક્તિ (કેપ્ટન) બની શકે છે. મને લાગે છે કે તે આગામી વ્યક્તિ (કેપ્ટન) હશે. કારણ કે, તે લીડ કરે છે. તેની અંદર એક લીડરની છબી છે. તે (બુમરાહ) એવી વ્યક્તિ નથી જે તમારા પર દબાણ લાવી શકે. કેટલીકવાર તમારી પાસે એવા કેપ્ટન હોય છે જે તમારા પર ઘણું દબાણ લાવે છે. તે અપેક્ષા રાખે છે કે ખેલાડીઓ પોતાનું કામ કરે. તેમના પર વધારાનું દબાણ ન કરે. બુમરાહ ફાસ્ટ બોલિંગના મામલે શાનદાર રહ્યો છે. તે મિડ-ઓફ અને લોન્ગ-ઓફમાં ઊભો રહ્યો છે અને અન્ય બોલર્સને માર્ગદર્શન આપતો. મને લાગે છે કે તે શાનદાર હતો, જો તે જલ્દી કેપ્ટનશિપ સંભાળે તો મને આશ્ચર્ય થશે નહીં. ઇંગ્લેન્ડ સામેની T20, ODI સિરીઝમાં આરામ આપી શકે છે
બુમરાહને ઇંગ્લેન્ડ સામેની વન-ડે અને T20 સિરીઝમાં આરામ આપવામાં આવી શકે છે. વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે તેમને છૂટછાટ આપવામાં આવી રહી છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચાર મેચમાં 141.2 ઓવર ફેંકી છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઇંગ્લિશ ટીમ ભારતની મુલાકાતે આવી રહી છે. ટીમને અહીં 5 T-20 અને 3 ODI શ્રેણી રમવાની છે. આ સિરીઝ 22મી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. બુમરાહ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… જસપ્રીત ICC ટેસ્ટ રેન્કિંગ નંબર-1 પર યથાવત​​​​​​​ ભારતીય ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોચના સ્થાને યથાવત છે. બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે. તેણે BGTની 5 મેચમાં 32 વિકેટ લીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments