ફિલ્મમેકર, લેખક પ્રીતિશ નંદીના મૃત્યુના સમાચાર પર નીના ગુપ્તાની પ્રતિક્રિયા વાઈરલ થઈ રહી છે. અનુપમ ખેરે પોતાનું દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ પોસ્ટ શેર કરી હતી. તેના કોમેન્ટ સેકશનમાં નીનાએ કેટલીક કોમોન્ટો કરી જે ખૂબ જ ચોંકાવનારી હતી. તેણે લખ્યું કે કોઈ રેસ્ટ ઈન પીસ નહીં. નીનાએ એમ પણ લખ્યું કે તે ખુલ્લેઆમ તેને બાસ્ટર્ડ કહે છે. નીનાની કોમેન્ટ હાલ ડિલીટ થઈ ગઈ છે. જોકે, નીનાએ જેના કારણે આ બધું લખ્યું તે સ્ટોરી વાઈરલ થઈ રહી છે. પ્રીતિશ નંદીના નિધન નીનાની વિવાદિત પોસ્ટ
અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેઓ તેમના પ્રિય મિત્ર પ્રીતિશ નંદીના નિધનથી ખૂબ જ દુઃખી છે. અનુપમે તેમની પ્રશંસા કરતી વખતે ઉલ્લેખ કર્યો હતો કે પ્રીતિશ નંદીએ મુંબઈમાં તેમના શરૂઆતના દિવસોમાં તેમને ઘણી મદદ કરી હતી. અનુપમ ખેરે તે સમયને યાદ કર્યો જ્યારે બંને હંમેશા સાથે હતા. જ્યારે મેં આ અંગે નીના ગુપ્તાએ તેના પર કોમેન્ટ કરી, તેમના માટે નો RIP.તમે જાણો છો કે તેમણે શું કર્યું છે અને હું ખુલ્લેઆમ તેને બાસ્ટર્ડ કહું છું. તેમણે મારા પુત્રીનું બર્થ સર્ટિફિકેટ ચોરી લીધું હતું અને પ્રકાશિત કરી દીધું હતું. પ્રીતિશ-નીના વચ્ચે શું વિવાદ હતો?
પ્રીતિશ અને નીના વચ્ચેના કડવા સંબંધો કોઈથી છુપાયેલા નથી. નીના હંમેશા પ્રીતિશ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતી. પણ શું તમે જાણો છો કે બંને વચ્ચે શું વિવાદ છે? નીના હંમેશા પ્રીતિશને કેમ કોલઆઉટ કરતી હતી? આ પાછળનું કારણ એક્ટ્રેસની ગર્ભાવસ્થા અને તેનો પુત્રી મસાબા ગુપ્તા છે. નીનાનો આરોપ છે કે પ્રીતિશે જ તેની પુત્રી મસાબાનું જન્મ પ્રમાણપત્ર ચોરી લીધું હતું અને તેની ઓળખ જાહેર કરી હતી. એ વાત જાણીતી છે કે નીનાએ લગ્ન કર્યા વિના જ દીકરી મસાબાને જન્મ આપ્યો હતો. ત્યારે આ એક્ટ્રેસ વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિવ રિચાર્ડ્સ સાથે રિલેશનશિપમાં હતી. આ સમય દરમિયાન, નીના પ્રેગન્ટ થઈ ગઈ. જોકે બંનેએ લગ્ન ન કર્યા, પરંતુ એક્ટ્રેસે બાળકને જન્મ આપવાનું નક્કી કર્યું. તે સમયમાં, નીના માટે લગ્ન કર્યા વિના બાળકને જન્મ આપવો એ મોટી વાત હતી. જે બર્થ સર્ટિફિકેટને પ્રીતિશ નંદીએ ચોરયુ હતુ. 1989માં મસાબાના જન્મ પછી તે એક મેગેઝિનમાં પ્રકાશિત થયું હતું. આ પછી ઘણો વિવાદ થયો. આ દસ્તાવેજમાંથી દુનિયાને મસાબાના પિતા વિશે માહિતી મળી. જેને નીના ગુપ્તા ખાનગી રાખવા માંગતી હતી. જ્યારે નીના પ્રીતિશ પર ગુસ્સે થઈ
એક જૂના ઇન્ટરવ્યુમાં નીનાએ કહ્યું હતું કે પ્રીતિશે રજિસ્ટ્રાર ઓફિસમાંથી મસાબાનું જન્મ પ્રમાણપત્ર ચોરી લીધું હતું. તે સમયે તે પત્રકાર હતો. હું મારા ફોઈ સાથે રહેતી હતી. તેમણે જન્મ પ્રમાણપત્ર માટેના દસ્તાવેજો રજૂ કર્યા હતા. અમને કહેવામાં આવ્યું હતું કે, 1 અઠવાડિયા પછી આવો, અમે તમને જન્મ પ્રમાણપત્ર આપીશું. જ્યારે મારી ફોઈ એક અઠવાડિયા પછી ગઈ, ત્યારે તેણે કહ્યું – તમારા કોઈ સંબંધીએ જન્મ પ્રમાણપત્ર લીધું છે. પાછળથી ખબર પડી કે પ્રીતિશે કોઈને મોકલ્યો હતો. પછી તેમણે આ વિશે એક લેખ લખ્યો. 1990માં ટોક શો શરૂ કર્યો
પ્રિતેશ નંદીએ 1990ના દાયકામાં દૂરદર્શન પર ‘ધ પ્રિતિશ નંદી શો’ નામનો ટોક શો હોસ્ટ કર્યો હતો. આ શોમાં તેણે સેલિબ્રિટીઝના ઈન્ટરવ્યુ લીધા હતા. તેમણે ગોડ્સ એન્ડ ઓલિવ્સ પુસ્તકથી કવિ અને લેખક તરીકે પોતાની ઓળખ બનાવી. તેઓ મહારાષ્ટ્રમાંથી શિવસેના તરફથી રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. સુર, ચમેલી, હજારોં ખ્વાઈશેં ઐસી જેવી ફિલ્મો બનાવી
તેણે 2000 ના દાયકાની શરૂઆતમાં પ્રિતેશ નંદી કોમ્યુનિકેશન્સ હેઠળ ‘સૂર’, ‘કાંટે’, ‘ઝંકાર બીટ્સ’, ‘ચમેલી’, ‘હઝારોં ખ્વાઈશેં ઐસી’, ‘પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ’ જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. છેલ્લી વખત નિર્માતા તરીકે, તેણે એમેઝોન પ્રાઇમ વિડિયોની વેબ સિરીઝ ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને કાવ્યસંગ્રહ શ્રેણી ‘મોર્ડન લવ મુંબઈ’નું નિર્માણ કર્યું હતું.