તાતાની એર ઇન્ડિયા, ગલ્ફની એમિરેટ્સ સહિતની અન્ય એરલાઇન્સ કંપનીઓ તેમના કાફલામાં નવા A-350 સીરિઝનાં આધુનિક ટેક્નોલોજીવાળાં એરક્રાફ્ટનો સમાવેશ કરશે. જેથી લાંબા રૂટ પર જનાર પેસેન્જરોને આરામદાયક સીટો (લેગ સ્પેસ) સાથે ઓનબોર્ડ વાઇફાઇની સુવિધા મળી રહેશે. તાજેતરમાં એમિરેટ્સ એરલાઇન્સે એરબસ કંપનીને નવી સીરિઝના આપેલા ઓર્ડર પૈકી પ્રથમ એરક્રાફટની ડિલિવરી પણ થઇ ગઇ છે. આગામી સમયમાં તબક્કાવાર ડિલિવરી થશે તેમ એરલાઇન્સ તેના વિદેશના લાંબા અને વ્યસ્ત રૂટ પર તેનો ઉપયોગ કરશે. એરક્રાફટમાં પેસેન્જરો માટે ત્રણ કેબિન ક્લાસની પણ સુવિધા
312 પેસેન્જરની ક્ષમતા
32 બિઝનેસ ક્લાસ
21 પ્રિમિયમ ઇકોનોમી
259 ઇકોનોમી ક્લાસ વિમાનમાં પેસેન્જરને વાઈફાઈની સુવિધા અને લેધરની આરામદાયક સીટ મળશે બિઝનેસ ક્લાસ… 4k IFE અને ઇલેક્ટ્રોનિક વિન્ડો બ્લાઇન્ડસ જેના પર યુએઇના પ્રતીકાત્મક ગલ્ફ કન્ટ્રીની વૈભવી ડિઝાઇન પ્રકાશિત કરેલી હશે ઉપરાંત મર્સીડીઝ S કલાસમાં વપરાતી લેધર સીટ. કોકટેલ ટેબલ, વાયરલેસ ચાર્જિંગ, 5 સ્ટ્રીમ લાઇટ સાથે ઇન સીટ લાઇટિંગ કન્ટ્રોલ હશે. પ્રીમિયમ ઇકોનોમી ક્લાસમાં… ફલાઇટમાં 2-3-2 સીિંગ એરેન્જમેન્ટમાં ત્રણ રાૅમાં કુલ 21 સીટો હશે જેમાં ફુલ લેગ, ફૂટરેસ્ટ અને એડજસ્ટેબલ હેડ રેસ્ટ સાથે સ્પેસવાળી લેધરની રિક્લાઇનિંગ સીટો હશે, જેથી પેસેન્જરોને બિઝનેસ ક્લાસ જેવી મુસાફરી જેવો આનંદ ઉઠાવી શકશે. ઇકોનોમી ક્લાસમાં… ફલાઇટમાં સીટ પર 6 વે એડજસ્ટેબલ હેડરેસ્ટ રજૂ કરશે, જે પ્રવાસીઓને લાંબા અંતરની ફલાઇટ દરમિયાન સંપૂર્ણ ગરદનના સપોર્ટ સાથે ઊંઘનો વિકલ્પ આપશે, જેથી નેક પીલોની જરૂર રહેશે નહીં.
એર ઇન્ડિયા સમર શેડયુલથી લંડન રૂટ પર ઓપરેટ કરશે… દિલ્હી ખાતે એર ઇન્ડિયાનું પ્રથમ A-350 સીરિઝનું વિમાન લેન્ડ થયા બાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરાયું હતું.