back to top
Homeદુનિયારાજકારણમાં ફેરબદલ:2 વર્ષમાં 9 યુરોપિયન દેશમાં રાષ્ટ્રવાદી સરકાર, ઈટાલીના PM મેલોની લોકપ્રિય

રાજકારણમાં ફેરબદલ:2 વર્ષમાં 9 યુરોપિયન દેશમાં રાષ્ટ્રવાદી સરકાર, ઈટાલીના PM મેલોની લોકપ્રિય

યુરોપમાં રાષ્ટ્રવાદી લહેર છવાઈ છે. છેલ્લાં 2 વર્ષ દરમિયાન યુરોપના 44 દેશોમાં રાષ્ટ્રવાદી પાર્ટીની સરકાર રચાઈ છે. બે વર્ષ સુધી યુરોપના કોઈ પણ દેશમાં રાષ્ટ્રવાદી અથવા કટ્ટર દક્ષિણપંથી પાર્ટીની સરકાર બની ન હતી. આ દરમિયાન ઈટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોની સૌથી લોકપ્રિય રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભરી આવ્યાં છે. ઈનસાઈડ યુરોપના તાજેતરના સરવે મુજબ મેલોનીની લોકપ્રિયતા 62 ટકા છે, જે કોઈ પણ યુરોપિયન દેશના નેતાથી સૌથી વધુ છે. લોકપ્રિય નેતાઓના લિસ્ટમાં બીજા સ્થાને હંગરીના પીએમ વિક્તોર ઓરબન છે. તેમની લોકપ્રિયતા 52 ટકા છે. રાષ્ટ્રવાદી પક્ષો ઈમિગ્રન્ટ્સ વિરોધને વોટમાં ફેરવી રહ્યા છે યુરોપમાં 10 વર્ષથી ઈમિગ્રન્ટ્સ દ્વારા રોજગાર છીનવવો અને આતંકવાદની ઘટનાઓને લીધે લોકોમાં રોષ છે. ત્યારે આ લોકોને પોતાના પક્ષમાં લાવવામાં રાષ્ટ્રવાદી પાર્ટીઓ સફળ રહી છે. હા, આગામી સમયમાં યુરોપના અન્ય દેશોમાં પણ રાષ્ટ્રવાદી પાર્ટીઓ સરકાર બનાવશે અથવા તો તેમની પકડ મજબૂત થશે. આ પક્ષો સામાન્ય લોકોને કહે છે કે બિનસાંપ્રદાયિક, સમાજવાદી અને ઉદાર મૂલ્યો કરતાં રોજગાર અને સુરક્ષા મોટા મુદ્દા છે. આ પક્ષોનો એજન્ડા આ મુદ્દાઓને ઉઠાવવાનો છે. યુરોપમાં બીજા વિશ્વયુદ્ધથી રૂઢિચુસ્ત, ઉદારવાદી અને ડાબેરી વિચારધારા ધરાવતા પરંપરાગત પક્ષો લોકોના વાસ્તવિક મુદ્દાઓથી વંચિત રહ્યા છે. મોટા દેશોમાં હવે માત્ર બ્રિટન જ છે, જ્યાં રાષ્ટ્રવાદી પાર્ટીઓને સમર્થન નથી પરંતુ અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સહયોગી બ્રિટનની લેબર સરકારને ટાર્ગેટ કરી રહી છે. દક્ષિણપંથી નાઈઝલ ફરાઝનું સમર્થન કરી ટ્રમ્પ-મસ્કે પોતાનો પ્લાન શરૂ કરી દીધો છે. જર્મની: ફેબ્રુઆરીમાં ચૂંટણી, કટ્ટરપંથી એએફડી પાર્ટીને સમર્થન મળી શકે છે
જર્મનીમાં 23 ફેબ્રુઆરીએ સમય પહેલાં ચૂંટણી યોજાવાની છે. કાર્યવાહક ચાન્સેલર સ્કોલ્ઝનું ગઠબંધન પાછળ રહી ગયું છે. પ્રાંતીય ચૂંટણીમાં કટ્ટરપંથી એએફડીએ જર્મનીના 7 પ્રાંતમાંથી 2માં જીત મેળવી હતી. ફ્રાન્સ: લી પેનની રાષ્ટ્રવાદી પાર્ટીનો વોટ શેર પ્રથમ વખત 37 ટકા પહોંચ્યો
ફ્રાન્સમાં મધ્યવાદી પ્રમુખ મેક્રોનની પાર્ટીનો વોટ શેર 25% રહ્યો, પરંતુ લી પેનની રાષ્ટ્રવાદી પાર્ટીનો વોટ શેર વધીને 37% થયો. ફ્રાન્સના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાષ્ટ્રવાદી પાર્ટીએ આટલો વોટ શેર હાંસલ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments