શેરબજારમાં આજે એટલે કે ગુરુવારે (9 જાન્યુઆરી) ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 77,900ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટી પણ 50 પોઈન્ટથી વધુ ઘટીને 23,600ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 10માં વધારો અને 20માં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ, નિફ્ટીના 50 શેરોમાંથી 29માં વધારો અને 21માં ઘટાડો જોવા મળી રહ્યો છે. NSEના સેક્ટોરલ ઈન્ડેક્સ વિશે વાત કરીએ તો, નિફ્ટી ઑટો 0.65% અને ઑટો 0.50%ની તેજી છે. જ્યારે અન્ય તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી બેન્કમાં 0.51, ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.53 અને નિફ્ટી પીએસયુ એટલે કે જાહેર ક્ષેત્રની બેન્કોના શેરમાં 0.67નો ઘટાડો છે. એશિયન બજારો મિશ્ર ગઈકાલે શેરબજાર ઉતાર-ચઢાવ બાદ સામાન્ય ઘટાડા સાથે બંધ થયું હતું ગઈ કાલે એટલે કે 8 જાન્યુઆરીએ સેન્સેક્સ 50 પૉઇન્ટના ઘટાડા સાથે 78,148ના સ્તરે બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 77,486થી 662 પોઈન્ટ સુધર્યો હતો. નિફ્ટી પણ 18 પોઈન્ટ (-0.08%)ના વધારા સાથે 23,688 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, નિફ્ટીએ દિવસના 23,496ની નીચી સપાટીથી 192 પોઈન્ટ સુધર્યો હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 14 વધ્યા અને 16 ઘટ્યા. તેમજ, નિફ્ટીના 50 શેરોમાંથી 22માં તેજી અને 28માં ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈના સેક્ટોરલ ઈન્ડેક્સમાં ઓઈલ અને ગેસ સેક્ટરમાં સૌથી વધુ 1.54%ની તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મહત્તમ 2.16%ના ઘટાડા સાથે બંધ થયો હતો.